હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 14th September 2025
દિલ્હીના ધૌલા કુઆંમાં ભયાનક અકસ્માત: બીએમડબલ્યુ કારની ટક્કરે નાણા મંત્રાલયના ડેપ્યુટી સેક્રેટરી નવજોત સિંહનું મૃત્યુ, પત્નીની હાલત ગંભીર

ભારત સરકારના નાણા મંત્રાલયમાં ડેપ્યુટી સેક્રેટરી તરીકે ફરજ બજાવતા નવજોત સિંહનું દિલ્હીના ધૌલા કુઆં વિસ્તારમાં એક માર્ગ અકસ્માતમાં દુઃખદ અવસાન થયું છે. તેઓ સવારે પોતાની પત્ની સાથે બાઇક પર બાંગ્લા સાહિબ ગુરુદ્વારાથી ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે એક બીએમડબલ્યુ કારે તેમની બાઇકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં નવજોત સિંહનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે તેમના પત્ની ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેમના પુત્ર નવનૂર સિંહે જણાવ્યું કે સવારે માતા-પિતા ગુરુદ્વારા ગયા હતા અને પરત ફરતી વખતે આ દુર્ઘટના બની હતી.
(10:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
