<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th September 2025

નેપાળમાં મંત્રીમંડળ વિસ્તરણ અંગે મોટા સમાચાર : જનરલ-ઝેડ નેતાઓ નામો નક્કી કરી શક્યા નથી

નેપાળમાં 'જન-ઝેડ' ચળવળ બાદ સરકારે રાજીનામુ આપ્યું ,સુશીલા કાર્કીને વચગાળાના વડા પ્રધાન તરીકે નિયુક્ત કરાયા પરંતુ મંત્રીમંડળ વિસ્તરણ હજુ સુધી થયું નથી :જનરલ-ઝેડ અને અન્ય જૂથો સંભવિત મંત્રીઓના નામો પર સહમત થઈ શક્યા નથી.

નેપાળમાં સોશિયલ મીડિયા પર ભ્રષ્ટાચાર સામે એવો અવાજ ઉઠ્યો કે વડા પ્રધાનને જનરલ-ઝેડ વિરોધીઓ સામે ઝૂકીને રાજીનામું આપવું પડ્યું અને ગુપ્ત જગ્યાએ છુપાઈ જવું પડ્યું. નેપાળમાં ત્રણથી ચાર દિવસ સુધી ભારે વિરોધ પ્રદર્શન ચાલુ રહ્યા અને આ સમય દરમિયાન વડા પ્રધાન કોને બનાવવો જોઈએ તે અંગે ચર્ચા ચાલી. આખરે સુશીલા કાર્કીને આ માટે યોગ્ય માનવામાં આવ્યા અને તેઓ દેશના પ્રથમ મહિલા વડા પ્રધાન બન્યા પરંતુ તેમના મંત્રીમંડળનો હજુ સુધી વિસ્તાર થયો નથી

    સુશીલા કાર્કી વચગાળાના વડા પ્રધાન બન્યા છે. તેમની સાથે બીજા કોઈએ શપથ લીધા નથી. મતલબ કે તેમના મંત્રીમંડળમાં હજુ સુધી એક પણ મંત્રી નથી. મંત્રીમંડળના વિસ્તરણ અંગે એક મોટી અપડેટ બહાર આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સંભવિત કેબિનેટ મંત્રીઓના નામો પર જનરલ-ઝેડ અને અન્ય જૂથો વચ્ચે કોઈ સહમતિ ન હોવાથી મંત્રીમંડળનું વિસ્તરણ મુલતવી રાખવામાં આવ્યું છે.

    રવિવારે સવારે કાર્યકારી વડા પ્રધાન સુશીલા કાર્કીએ કાર્યભાર સંભાળ્યો હતો, પરંતુ GenZ વચ્ચે નામો નક્કી ન થઈ શક્યા હોવાથી તેઓ મંત્રીમંડળનું વિસ્તરણ કરી શક્યા ન હતા. Gen-Z નેતા અનિલ બાનિયાએ સંકેત આપ્યો હતો કે કેટલાક નામો ટૂંક સમયમાં અંતિમ સ્વરૂપ આપી શકાય છે - પરંતુ હાલમાં મંત્રીમંડળનું વિસ્તરણ થતું હોય તેવું લાગતું નથી.

(11:38 PM IST)