હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દેશના મોટાભાગના શહેરોમાં લોકોએ વિજયને વધાવ્યો
ક્રિકેટ પ્રેમીઓએ મીઠાઈઓ વ્હેંચી...ફટાકડા ફોડયા...ભારત માતા કી જયના નારા લગાવ્યા : પહેલા ભારતે યુધ્ધના મેદાનમાં પાકિસ્તાનને ધુળ ચાટતુ કર્યુ હવે ક્રિકેટના મેદાનમાં પાડી દીધું

નવી દિલ્હી, તા.૧૫: ભારતે એશિયા કપ ૨૦૨૫ માં પાકિસ્તાનને ૭ વિકેટથી હરાવ્યું છે. આ પછી, સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ છે. યુપીના પ્રયાગરાજમાં લોકોએ ફટાકડા ફોડીને ભારતની જીતની ઉજવણી કરી, જ્યારે અયોધ્યામાં મીઠાઈઓ વહેંચવામાં આવી. પヘમિ બંગાળના સિલિગુડીમાં લોકોએ સૂર્યકુમાર યાદવને તેમના જન્મદિવસ પર અભિનંદન આપ્યા અને કહ્યું કે તેમણે આજે ટીમને જીત અપાવીને દેશને ગૌરવ અપાવ્યું છે.
પંજાબના ઝીરકપુરમાં લોકોએ કહ્યું કે આ જીત ઓપરેશન સિંદૂર માટે હતી, તેમને (પાકિસ્તાનને) જવાબ આપવો જરૂરી હતો, પછી ભલે તે રમતગમત દ્વારા હોય કે યુદ્ધ દ્વારા. અમે પહેલાથી જ યુદ્ધ દ્વારા જવાબ આપ્યો હતો અને આ રમતગમત દ્વારા છે.
તે જ સમયે, દિલ્હીમાં પણ ટીમ ઇન્ડિયાની જીતની ઉજવણી કરવામાં આવી. લોકોએ વિવિધ સ્થળોએ ફટાકડા ફોડ્યા. લોકોએ કહ્યું કે આજે અમે ખુશ છીએ કે ભારત જીત્યું. પીએમ મોદીએ પહેલગામ હુમલાનો બદલો લીધો અને આજે અમારા ખેલાડીઓએ પણ બતાવ્યું કે તેઓ અજેય છે.
ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે આ જીત સશસ્ત્ર દળોને સમર્પિત કરી. તેમણે એમ પણ કહ્યું કે અમે પહેલગામના પીડિતોના પરિવારો સાથે ઉભા છીએ. અમે અમારી એકતા વ્યક્ત કરીએ છીએ, અમે આ વિજય અમારા તમામ સશષ દળોને સમર્પિત કરવા માંગીએ છીએ. આશા છે કે તેઓ અમને પ્રેરણા આપતા રહેશે.
બીજી તરફ, મહારાષ્ટ્રના પુણેમાં લોકોએ હાથમાં પ્લેકાર્ડ પકડીને ભારતની જીતની ઉજવણી કરી. લોકોએ કહ્યું કે આ પહેલગામ હુમલાનો યોગ્ય જવાબ છે. તે જ સમયે, કોલકાતામાં લોકોએ કહ્યું કે ભારત આજે ખૂબ સારું રમ્યું. અમને ખૂબ સારું લાગ્યું કે ભારતે પાકિસ્તાનને હરાવ્યું.
તમને જણાવી દઈએ કે પહેલા બેટિંગ કરતા પાકિસ્તાને ભારત સામે ૧૨૮ રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. કુલદીપ યાદવે શાનદાર બોલિંગ કરતા ૩ સફળતા મેળવી. જ્યારે બુમરાહ અને અક્ષરે ૨-૨ વિકેટ મેળવી. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા શરૂઆતથી જ આક્રમક સ્થિતિમાં હતી. અભિષેક શર્મા પછી, તિલક સારી ઇનિંગ રમ્યો. કેપ્ટન સૂર્યા એક છેડે રહ્યા અને ૪૭ રનની અણનમ ઇનિંગ રમી અને ભારતને વિજય અપાવ્યો.
કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ભારત વચ્ચેની ક્રિકેટ મેચના આયોજન અંગે મિશ્ર પ્રતિસાદ વચ્ચે રવિવારે ભારતની શાનદાર જીત સાથે સુરતના ભાગળ વિસ્તારમાં ભારે હલચલ દેખાઈ હતી. મેચમાં જીત બાદ તુરંત ભાગળ પર ભેગા થયેલા સુરતીઓ ખુશીથી ઝુમી ઉઠ્યા હતા. જોકે, પોલીસ તંત્રની સખ્તાઇને પગલે જીતનું જશ્ન ૧૫ મિનિટ પૂરતું સિમિત રહી ગયું હતું. ભારતીય ટીમે જીત હાંસલ કર્યા બાદ ક્રિકેટ રસિયાઓ, સમર્થકો ભાગળ પર પહોંચવાનું શરૂ થઈ ગયું હતું. થોડા ઘણા લોકોની ભીડ ભેગી થાય કે પહેલેથી જ એલર્ટ મોડમાં રહેલું પોલીસ પ્રશાસન હરકતમાં આવી ગયું હતું. ભાગળ ચાર રસ્તા પર એકત્રિત થયેલા લોકો, ભીડને માંડ ૧૫ મિનિટ સુધી જ જીતનું જશ્ન મનાવવા દીધું હતું. ૧૧.૩૦ વાગ્યાના સુમારે જ એક્ટિવ થયેલી પોલીસે ટોળું વિખેરી નાંખવા સખ્તાઇ અપનાવી હતી. મોટી માત્રામાં લોકો કે ભીડ ભેગી થાય એ પહેલા જ પોલીસના અધિકારીઓ, જવાનો ભેગા થઈ ગયા હતા અને ટોળું વિખેરવાનું શરૂ કરી દીધું હતું. ૧૧.૩૫ વાગ્યાના સુમારે તો ટ્રાફિક ફરી રાબેતા મુજબ કાર્યરત થઈ ગયો હતો. નોંધનીય છે કે, પહેલગામ હુમલાને લઈને પહેલેથી જ ક્રિકેટ મેચનો ઉત્સાહ, આનંદ દેખાયો ન હોઈ ભાગ્યે જ કેટલાક વિસ્તારમાં ફટાકડા ફૂટયા હતા.(૪૦.૧૬)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
