<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th September 2025

ઘોર કળિયુગઃ સંબંધિની દીકરી પર ફિદા થઈ ગઈ યુવતીઃ પ્રેમમાં એવી આંધળી થઈ કે ઘરેથી છોકરીને ભગાડી ગઈ

કહેવાય છે ને કે પ્રેમ આંધળો હોય છે. આજકાલ તો પ્રેમમાં જેન્‍ડર પણ જોવામાં આવતું નથી

 

આંબેડકરનગર,તા.૧૫: કહેવાય છે ને કે પ્રેમ આંધળો હોય છે. આજકાલ તો પ્રેમમાં જેન્‍ડર પણ જોવામાં આવતું નથી. જેની સાથે પ્રેમ થઈ જાય પછી સારું શું અને ખરાબ શું તે લોકો જોઈ શકતા નથી. ત્‍યારે હવે આંબેડકરનગરમાં જિલ્‍લાના જલાલપુર વિસ્‍તારમાં એક અજબ ગજબ પ્રેમ કહાણી સામે આવી છે. અહીં એક યુવતીને પોતાના સંબંધીની દીકરી સાથે પ્રેમ થઈ ગયો.

પ્રેમમાં પાગલ આ યુવતી પોતાના સંબંધીની દીકરીને લઈને ઘરેથી ફરાર થઈ ગઈ. બીજી બાજુ પોતાની દીકરી ગાયબ થવાથી પિતા રડતો રડતો પોલીસ સ્‍ટેશને પહોંચ્‍યો અને ફરિયાદ નોંધાવી. પોલીસે કાર્યવાહી કરતા બંને યુવતીને ઝડપી પાડી છે. હવે આ આખી ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. બંને યુવતીઓ એકબીજા સાથે રહેવાની વાત કરી રહી છે.

આ ઘટના આંબેડકરનગરના જલાલપુર સ્‍ટેશન વિસ્‍તારની છે. મહિના પહેલા આઝમગઢથી એક છોકરી પોતાના સંબંધીના ઘરે આવી હતી. આ દરમિયાન સંબંધીની ૨૭ વર્ષની દીકરી સાથે પ્રેમ થઈ ગયો. ધીમે ધીમે બંને પ્રેમમાં તમામ હદો પાર કરવા લાગી. બંને એક પ્રેમી પ્રેમિકાની જેમ રહેવા લાગ્‍યા. ગમે ત્‍યાં જતી તો એક સાથે જ રહેતી. એક દિવસ બંને છોકરીઓએ ઘરેથી ભાગવાનો પ્‍લાન બનાવ્‍યો.

બંનેએ ઘરેથી એવું કહીને નીકળી કે તેઓ બજારમાં જાય છે. ત્‍યાર બાદ સ્‍કૂટી પર બેસીને બંને રફુચક્કર થઈ ગઈ. જ્‍યારે લાંબા સમય સુધી બંને છોકરીઓ પાછી આવી નહીં તો ઘરવાળાઓને શંકા ગઈ. પિતા તરત જલાલપુર પોલીસ સ્‍ટેશને પહોંચ્‍યા અને ફરિયાદ નોંધાવી. તેણે જણાવ્‍યું કે, સંબંધીની છોકરી તેની દીકરીને ક્‍યાંક ભગાડી ગઈ છે. પરિવારની ફરિયાદ પર પોલીસે કેસ દાખલ કર્યો અને છોકરીની શોધખોળ શરૂ કરી.

પોલીસની સક્રિયતાથી બંને છોકરી પ્રયાગરાજથી ઝડપાઈ ગઈ. જ્‍યારે બંને છોકરીઓને જલાલપુર પોલીસ સ્‍ટેશનમાં લઈ જવામાં આવી તો, છોકરીઓનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. તેમાં એક છોકરી કહી રહી છે. હું મારી મરજીથી તેની સાથે ગઈ હતી અને તેની સાથે જ રહીશ. બીજી બાજુ જલાલપુર પોલીસે એક છોકરી સામે કેસ દાખલ કર્યો છે અને છોકરીનું નિવેદન નોંધ્‍યું હતું.(૪૦.૧૦)

(10:35 AM IST)