<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th September 2025

ડાયેટ અને કસરત વગર પણ ઘટશે વજનઃ આ ૩ ટિપ્‍સ તમારા શરીરને રાખશે ફિટ

નવી દિલ્‍હી,તા.૧૫: આજની વ્‍યસ્‍ત જીવનશૈલીમાં લોકો ખાણી-પીણીનું ધ્‍યાન રાખી શકતા નથી. જેથી વજન વધી જાય છે. ત્‍યારબાદ વજન ઘટાડવા માટે ઘણી મહેનત કરવી પડે છે. કેટલાક લોકો જીમમાં જવાનું શરૂ કરે છે. તો કેટલાક લોકો ખાવા-પીવાનું ઘટાડી દે છે. પરંતુ કોઈ નિષ્‍ણાતની સલાહ આવું કરવાથી શરીરને નુકસાન થઈ શકે છે. પરંતુ જો વજન ઘટાડવું છે, તો ચિંતા કરવાની જરૂર નથી. તમે જીમ કે ડાયેટ કર્યા વગર વજન ઘટાડી શકો છો. અમે તમારી માટે વજન ઘટાડવાની કેટલીક અસરકારક ટિપ્‍સ લઈને આવ્‍યા છીએ.

વજન ઘટાડવા માટે કેલેરી ઇનટેકનું ધ્‍યાન રાખવુ ઘણું જરૂરી છે. તમે પ્રોટીન શેક, ફાઈબરથી ભરપૂર ખોરાકને તમારા આહારમાં સામેલ કરી શકો છો. સાથોસાથ દુકાનોમાં મળતો તળેલો ખોરાક, સુગરથી ભરપૂર કોલ્‍ડડ્રિંક્‍સ, એનર્જી ડ્રિંક્‍સ વગરેનું સેવન બંધ કરી દેવું જોઈએ. નહીંતર વજન ઘટવાને બદલે વધી જશે. વધારે તળેલો અને સુગરવાળો ખોરાક લેવાથી કોલેસ્‍ટ્રોલ અને સુગર વધી શકે છે.

વજન ઘટાડવા માટે પાણી મહત્ત્વનો ભાગ ભજવે છે. શરીરને પૂરતા પ્રમાણમાં પાણી આપવાથી મેટાબોલિઝમ મજબૂત બને છે. સાથોસાથ પાણી પીતા રહેવાથી ભૂખ પણ ઓછી લાગે છે. પાણી સિવાય તમે નારિયેળ પાણી, ગ્રીન ટી, લીંબુ અને મધવાળું પાણી, પુદીનાનું પાણી જેવા હેલ્‍ધી ડ્રિંક્‍સ પી શકો છો. જે તમારી વજન ઘટાડવાની યાત્રાને ઝડપી બનાવશે.

જો તમારે વજન ઘટાડવું છે, પરંતુ કસરત કે જીમમાં જવાનો સમય નથી. તો તમારે વોલ્‍કિંગ એટલે કે ચાલવાને જીવનનો ભાગ બનાવવો પડશે. દરરોજ ઓછામાં ઓછું ૩૦ મિનિટ અવશ્‍ય ચાલવું જોઈએ. વહેલી સવાર ચાલવા માટેનો યોગ્‍ય સમય છે. જો સવારે સમય ન મળે તો તમે રાત્રે જમ્‍યા બાદ પણ ચાલી શકો છો.

વજન ઘટાડવા માટે દરરોજ ૧૦,૦૦૦ પગલાં ચાલવાની સલાહ આપવામાં આવે છે. (ડિસ્‍ક્‍લેમરઃ આ આર્ટિકલમાં આપેલી તબીબી માહિતી સામાન્‍ય જાણકારી પર આધારિત છે.  અકિલા તેની પુષ્ટી કરતું નથી.)(૪૦.૬)

(10:38 AM IST)