હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચોમાસાની વિદાય પહેલા મહારાષ્ટ્ર, ગુજરાત, ગોવા બિહાર સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
પશ્ચિમ રાજસ્થાનના ભાગોમાંથી દક્ષિણપશ્ચિમ ચોમાસાની વિદાય માટે પરિસ્થિતિઓ અનુકૂળ બની

નવી દિલ્હી :દેશના અનેક રાજ્યોમાં વરસાદી માહોલ છે.આગામી 96 કલાકમાં ઘણા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. ત્યારે હવામાન વિભાગે નૈઋત્યના ચોમાસાની વિદાયની તારીખ જાહેર કરી દીધી છે. 15 ઓક્ટોબર સુધીમાં ચોમાસું વિદાય લઈ લેશે.
નૈઋત્યના ચોમાસાની વિદાયની શરૂઆત 15 સપ્ટેમ્બરથી થશે. દર વખતની જેમ આ વખતે પણ નૈઋત્યનું ચોમાસુ રાજસ્થાનથી પાછું ખેંચાવાની શરૂઆત થશે. લગભગ 15 ઓક્ટોબર સુધીમાં ચોમાસું વિદાય લઈ લેશે. IMD એ જણાવ્યું હતું કે 15 સપ્ટેમ્બરની આસપાસ પશ્ચિમ રાજસ્થાનના ભાગોમાંથી દક્ષિણપશ્ચિમ ચોમાસાની વિદાય માટે પરિસ્થિતિઓ અનુકૂળ બની રહી છે.
પશ્ચિમ ભારતમાં હજુ ચોમાસાની અસર સમાપ્ત થઈ નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 96 કલાકમાં પશ્ચિમ ભારતમાં ચોમાસાની અસર ફરી જોવા મળશે. આ કારણે મહારાષ્ટ્ર, ગોવા, ગુજરાત-સૌરાષ્ટ્ર અને કોંકણમાં ઘણી જગ્યાએ ગાજવીજ સાથે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
સોમવારે સવારે મુંબઈના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે આજે ભારે વરસાદની આગાહી કરી છે. મુંબઈ, પુણે અને થાણે સહિત ઘણા વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં 14થી 16 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદી માહોલ રહેશે.
15 સપ્ટેમ્બરે બિહારના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સારણ, મુઝફ્ફરપુર, વૈશાલી, સમસ્તીપુર, ખગરિયા, અરરિયા, કિશનગંજ અને સુપૌલમાં ભારે વરસાદની શક્યતા છે. આવી સ્થિતિમાં લોકોને સતર્ક અને સાવધ રહેવાની સલાહ આપવામાં આવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
