હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
શું ITR ફાઈલ કરવાની તારીખ લંબાવાઈ? : આવકવેરા વિભાગે હેવાલ નકલી ગણાવ્યા
ઇનકમ ટેક્સ ઇન્ડિયાના ઓફિશિયલ X હેન્ડલ પરથી સ્પષ્ટપણે જણાવાયું છે કે આ ફેક ન્યૂઝ છે અને ITR દાખલ કરવાની અંતિમ તારીખ 15 સપ્ટેમ્બર 2025 જ રહેશે

નવી દિલ્હી :આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવા માટે 15 સપ્ટેમ્બરના રોજ છેલ્લો દિવસ છે. આ દરમિયાન ITR ફાઇલિંગની અંતિમ તારીખ લંબાવવામાં આવી હોવાના નકલી સમાચાર ફેલાઈ રહ્યા છે. આ અફવામાં દાવો કરવામાં આવ્યો હતો કે ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ, જેને અગાઉ 31 જુલાઈથી વધારીને 15 સપ્ટેમ્બર 2025 કરવામાં આવી હતી, તે હવે 30 સપ્ટેમ્બર 2025 સુધી લંબાવવામાં આવી છે. જોકે આવકવેરા વિભાગે આ સમાચારને નકલી ગણાવ્યા છે.
ઇનકમ ટેક્સ ઇન્ડિયાના ઓફિશિયલ X હેન્ડલ પરથી સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે આ ફેક ન્યૂઝ છે અને ITR દાખલ કરવાની અંતિમ તારીખ 15 સપ્ટેમ્બર 2025 જ રહેશે. કરદાતાઓને ફક્ત સત્તાવાર @IncomeTaxIndia અપડેટ્સ પર જ ભરોસો રાખવાની સલાહ આપવામાં આવે છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT) એ પણ પુષ્ટિ કરી છે કે ITR દાખલ કરવાની અંતિમ તારીખ 15 સપ્ટેમ્બર 2025થી આગળ વધારવામાં આવશે નહીં.
જો તમે હજી સુધી ITR ફાઇલ નથી કરી તો તમારી પાસે હવે માત્ર આજનો દિવસ છે. સમયસર ITR ફાઇલ ન કરવા પર લેટ ફી અને પેનલ્ટીનો સામનો કરવો પડી શકે છે. તેથી અફવાઓમાં ન આવો અને સમયસર ITR ભરીને તમારી જવાબદારી પૂરી કરો. ITR દાખલ કરવા, ટેક્સ પેમેન્ટ અને અન્ય સંબંધિત સેવાઓમાં કરદાતાઓની સહાયતા માટે હેલ્પડેસ્ક 24x7 કાર્યરત છે. આ ઉપરાંત ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ કોલ, લાઇવ ચેટ, વેબેક્સ સેશન અને ટ્વિટર/X દ્વારા પણ સહાયતા પૂરી પાડી રહ્યું છે.
ટેક્સ નિષ્ણાતોનું કહેવું છે કે આવકવેરા વિભાગની સાઇટ પરથી AIS/TIS (Annual Information Statement/Taxpayer Information Summary) અને 26AS ડાઉનલોડ કરવામાં ખૂબ મુશ્કેલી પડી રહી છે. આવા સમયે 15 સપ્ટેમ્બરની ITR ડેડલાઇન સુધી બધા રિટર્ન જમા કરાવવા શક્ય નહીં હોય. તેવી જ રીતે ઓડિટનું કામ આ રિટર્ન પૂરા થયા પછી શરૂ થશે, તેથી ઓડિટની તારીખ જે હાલમાં 30 સપ્ટેમ્બર છે તેને પણ વધારીને 30 નવેમ્બર કરી દેવી જોઈએ તેવી માંગણીઓ ઉઠી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
