<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th September 2025

વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્‍યાનની વિધીઓ૧૦૦

જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્‍યાન વિધીઓ

     આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૯ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર.

  સ્‍થળઃ

ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

વિધિ-૧૦૦: ‘‘વસ્‍તુઓ અને વિષયોનો ગુણધર્મ જ્ઞાની અને અજ્ઞાની માટે સમાન જ હોય છે. જ્ઞાનીની મહાનતા એ છે કે તે આત્‍મગત ભાવમાં બની રહે છે. વસ્‍તુ ઓમાં નથી ખોવાતો.''

આ ઘણી પ્‍યારી વિધી છે. આને તમે એમ જ શરૂ કરી શકો છો કે જેવા તમે છો. પહેલા કોઇ શરત પુરી કરવાની નથી. બહુ સરળ વિધિ છે. તમે માણસોથી, વસ્‍તુઓથી, ઘટનાઓથી ઘેરાયેલા છો. દરેક ક્ષણે તમારી ચારે બાજુ કાંઇને કાંઇ છે. વસ્‍તુઓ છે, ઘટનાઓ છે, માણસો છે. પરંતું કારણ કે તમે સજાગ નથી એટલે ફકત તમે જ નથી. બધું હાજર છે, પરંતુ તમે ઉંડી ઉંઘમાં સુઇ ગયા છો. વસ્‍તુઓ તમારી ચારે બાજુએ હાજર છે, લોકો તમારી ચારે બાજુએ ઘુમી રહ્યા છે,ચારે બાજુ ઘટનાઓ ઘટી રહી છે. પરંતુ તમે ત્‍યાં નથી. તમે સુતેલા છો. (૩.૩)

સંકલન-તથા ભાષાંતર

સ્‍વામી સત્‍યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

- રજનીશના પ્રણામ

(12:19 PM IST)