હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બિહાર રાજકારણમાં મોટી હલચલ: મહાગઠબંધનમાં ભંગાણ? આરજેડી-કોંગ્રેસ વચ્ચે તિરાડ વધી
આરજેડી અને કોંગ્રેસ વચ્ચેના આ મતભેદો જો સમયસર ઉકેલવામાં નહીં આવે, તો મહાગઠબંધન માટે આગામી ચૂંટણીનો માર્ગ અત્યંત મુશ્કેલ બની શકે છે.

પટણા: 15 સપ્ટેમ્બર, 2025: બિહારમાં વિધાનસભા ચૂંટણી નજીક આવતાં જ મહાગઠબંધનમાં તણાવ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. રાષ્ટ્રીય જનતા દળ (RJD) અને કોંગ્રેસ વચ્ચેની કડવાશ એટલી હદે વધી ગઈ છે કે ગઠબંધન તૂટવાની શક્યતાઓ પર સવાલ ઉઠી રહ્યા છે. તાજેતરમાં, આરજેડી નેતાઓની કોંગ્રેસના એક કાર્યક્રમમાં ગેરહાજરી અને તેજસ્વી યાદવ દ્વારા અલગ 'બિહાર અધિકાર યાત્રા'ની જાહેરાત, આ ભંગાણના સ્પષ્ટ સંકેતો છે.
આરજેડીનો બહિષ્કાર અને કોંગ્રેસની નારાજગી
બિહાર કોંગ્રેસના પ્રમુખ રાજેશ રામ દ્વારા ઔરંગાબાદમાં આયોજિત સંમેલનમાં આરજેડીનો કોઈ પણ નેતા હાજર ન રહ્યો, જેના કારણે કોંગ્રેસમાં ભારે નારાજગી ફેલાઈ છે. આરજેડીના આ વલણથી કોંગ્રેસને લાગી રહ્યું છે કે તેજસ્વી યાદવને મુખ્યમંત્રી પદના ચહેરા તરીકે જાહેર ન કરવાને કારણે આરજેડી નારાજ છે.
તેજસ્વીની 'એકલા ચલો' નીતિ
આરજેડી નેતા તેજસ્વી યાદવે 16 સપ્ટેમ્બરથી પોતાની અલગ 'બિહાર અધિકાર યાત્રા'ની જાહેરાત કરીને પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. આ યાત્રા આરજેડીની 'એકલા ચલો' નીતિનો સંકેત આપે છે, જે મહાગઠબંધનની એકતા પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂકે છે. રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે આ ઝઘડાનો સીધો ફાયદો NDA ને થઈ શકે છે.
બેઠકો અને નાયબ મુખ્યમંત્રી પદનો દાવો
આરજેડી અને કોંગ્રેસ વચ્ચે વાતચીત ચાલી રહી હોવાના સમાચાર પણ છે. કોંગ્રેસે બેઠકોની સંખ્યામાં થોડી નરમાઈ બતાવી છે અને નાયબ મુખ્યમંત્રી પદની માંગણી સાથે 50 થી 60 બેઠકો પર ચૂંટણી લડવાનો સંકેત આપ્યો છે. જોકે, જો આ માગણી સ્વીકારવામાં નહીં આવે, તો કોંગ્રેસ 2020ની જેમ 70 થી ઓછી બેઠકો પર ચૂંટણી લડવા માટે તૈયાર નહીં થાય.
આરજેડી અને કોંગ્રેસ વચ્ચેના આ મતભેદો જો સમયસર ઉકેલવામાં નહીં આવે, તો મહાગઠબંધન માટે આગામી ચૂંટણીનો માર્ગ અત્યંત મુશ્કેલ બની શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
