News of Monday, 15th September 2025
હવે ફોન પર સ્કેન કરીને રોકડ ઉપાડી શકશો : ATM જવાની જરૂર નથી
સ્માર્ટફોનમાંથી રોકડ ઉપાડવી હવે વધુ સરળ બનવા જઈ રહી છે : દેશમાં દરેક જગ્યાએ ઉપયોગમાં લેવાતો UPI જેનો ઉપયોગ હજુ પણ પૈસા મોકલવા, બિલ ભરવા અને ઓનલાઈન શોપિંગ માટે થાય છે : હવે રોકડ ઉપાડ માટે પણ વાપરી શકાશે : નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) હવે QR કોડ સ્કેન કરીને રોકડ ઉપાડવાની સુવિધા શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે

નવી દિલ્હી, તા.૧૫: સ્માર્ટફોનમાંથી રોકડ ઉપાડવી હવે વધુ સરળ બનવા જઈ રહી છે. દેશમાં દરેક જગ્યાએ ઉપયોગમાં લેવાતો UPI (યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ), જેનો ઉપયોગ હજુ પણ પૈસા મોકલવા, બિલ ભરવા અને ઓનલાઈન શોપિંગ માટે થાય છે. હવે રોકડ ઉપાડ માટે પણ વાપરી શકાય છે. એવું જાણવા મળ્યું છે કે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) હવે QR કોડ સ્કેન કરીને રોકડ ઉપાડવાની સુવિધા શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ માટે, લાખો બિઝનેસ કોરસપોન્ડન્ટ્સ (BCs), જેમ કે કરિયાણાની દુકાનદારો અથવા નાના સર્વિસ પોઈન્ટ, QR કોડ પ્રદાન કરશે. ગ્રાહકો તેમના મોબાઇલમાં કોઈપણ UPI એપથી કોડ સ્કેન કરીને રોકડ ઉપાડી શકશે.
ઇકોનોમિક ટાઇમ્સના અહેવાલ મુજબ, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (જે દેશમાં રિટેલ પેમેન્ટ અને સેટલમેન્ટ સિસ્ટમ ચલાવતી સંસ્થા છે) એ RBI પાસેથી બિઝનેસ કોરસપોન્ડન્ટ્સ (BCs) ને પણ UPI દ્વારા રોકડ ઉપાડની સુવિધા પૂરી પાડવા માટે પરવાનગી માંગી છે. રિપોર્ટ અનુસાર, NPCI ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આ સુવિધા હજુ પણ આયોજનના તબક્કામાં છે અને તેના પર હજુ સુધી અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.
તમને જણાવી દઈએ કે આજની તારીખે, શ્ભ્ત્ માંથી કાર્ડલેસ રોકડ ઉપાડ ફક્ત તે ATM (જે UPI-સક્ષમ છે) અથવા કેટલાક પસંદગીના દુકાનદારોથી જ શકય છે. ત્યાં પણ એક મર્યાદા છે. ઉદાહરણ તરીકે, શહેરો અને નગરોમાં, દરેક વ્યવહાર પર ફક્ત રૂ.૧,૦૦૦ સુધીની રોકડ મેળવી શકાય છે. ગ્રામીણ વિસ્તારોમાં, આ મર્યાદા રૂ. ૨,૦૦૦ સુધીની છે. હવે આ સુવિધાને દેશભરના ૨૦ લાખથી વધુ બિઝનેસ કોરસપોન્ડન્ટ્સ (BCs) સુધી વિસ્તારવાની યોજના બનાવવામાં આવી રહી છે.
આ નાના કેન્દ્રો અથવા લોકો છે જે ઘણીવાર દૂરના અથવા બેંકિંગ સુવિધા વિનાના વિસ્તારોમાં રહે છે અને બેંક શાખાઓના વિસ્તરણ તરીકે કામ કરે છે. એટલે કે, તેઓ લોકોને બેંકિંગ અને નાણાકીય સેવાઓ પૂરી પાડવામાં મદદ કરે છે. તમને જણાવી દઈએ કે NPCI એ પોતે ૨૦૧૬ માં UPI બનાવ્યું અને લોન્ચ કર્યું.
તે કેવી રીતે કાર્ય કરશે
* સરકાર અને બેંકિંગ ક્ષેત્ર UPI સાથે રોકડ ઉપાડને સરળ બનાવવા પર કામ કરી રહ્યા છે. જ્યારે ગ્રાહક BC આઉટલેટ પર જશે, ત્યારે તે UPI માંથી QR કોડ સ્કેન કરશે.
* ગ્રાહકના ખાતામાંથી એટલી રકમ ડેબિટ થશે.
* એટલી જ રકમ BC ના ખાતામાં જમા થશે.
* તે પછી BC ગ્રાહકને રોકડ આપશે.
* હવે કયા વિકલ્પો ઉપલબ્ધ છે-
હાલમાં, ગ્રાહકો BC સાથે ઉપલબ્ધ માઇક્રો-ATM મશીનોમાંથી ATM કાર્ડ દાખલ કરીને પૈસા ઉપાડી શકે છે. પરંતુ આ પદ્ધતિનો ઉપયોગ ખૂબ જ ભાગ્યે જ થાય છે
(4:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
