હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બલુચ લિબરેશન આર્મીના હુમલામાં એક મેજર સહીત પાકિસ્તાની સેનાના 4 સૈનિકો માર્યા ગયા
પાકિસ્તાની સેનાને નિશાન બનાવીને શક્તિશાળી IED બોમ્બ વિસ્ફોટ

બલુચિસ્તાન પ્રાંતમાં પાકિસ્તાની સેનાને નિશાન બનાવીને શક્તિશાળી IED બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 4 સૈનિકો માર્યા ગયા હતા. બલુચિસ્તાનના મંડલો જિલ્લાના શાંડ વિસ્તારમાં લશ્કરી કાફલામાં સામેલ વાહનને નિશાન બનાવ્યુ હતુ.
અધિકારીઓએ કહ્યુ હતુ કે, આતંકવાદીઓ દ્વારા લગાવવામાં આવેલ IED સૈનિકો જે વાહનમાં મુસાફરી કરી રહ્યા હતા. તેની નજીક વિસ્ફોટ થતાં પાંચ સૈનિકો ઘટનાસ્થળે જ માર્યા ગયા હતા. મૃતકોની ઓળખ કેપ્ટન વકાર કાકર, નાઈક જુનૈદ, નાઈક ઈસ્મત, લાન્સ નાઈક ખાન મુહમ્મદ અને સિપાહી ઝહૂર તરીકે થઈ છે. વિસ્ફોટ બાદ, સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો હતો અને શોધખોળ શરૂ કરી હતી
આ પહેલી વાર નથી જ્યારે બલુચિસ્તાનમાં પાકિસ્તાની સેના પર હુમલો થયો હોય. અગાઉ પણ પાકિસ્તાની સેના પર ઘણી વખત હુમલા થયા છે. અને તેની જવાબદારી BLAએ લીધી છે. આ સતત હુમલાઓ પાકિસ્તાની સેના માટે એક મોટો પડકાર બની ગયા છે. .









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
