<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th September 2025

ઉત્તર ઝારખંડના બોકારો ક્ષેત્રને ગૃહમંત્રી અમિતશાહે નક્સલમુક્ત જાહેર કર્યું : એક કરોડના ઈનામ સાથે નક્સલી માર્યા ગયા

ઝારખંડના હજારીબાગમાં, CRPF ની કોબ્રા બટાલિયન અને રાજ્ય પોલીસની સંયુક્ત ટીમને નક્સલ વિરોધી કાર્યવાહીમાં મોટી સફળતા મળી

હજારીબાગ : ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે આજે ઝારખંડના હજારીબાગમાં, CRPF ની કોબ્રા બટાલિયન અને રાજ્ય પોલીસની સંયુક્ત ટીમને નક્સલ વિરોધી કાર્યવાહીમાં મોટી સફળતા મળી છે. આ કાર્યવાહીમાં, કુખ્યાત નક્સલી કમાન્ડર CCM સહદેવ સોરેન ઉર્ફે પરવેશ, જેના પર ₹ 1 કરોડનું ઈનામ હતું, તેને ઠાર મારવામાં આવ્યો છે. આ સાથે, બે અન્ય ઈનામી નક્સલીઓ - રઘુનાથ હેમ્બ્રમ ઉર્ફે ચંચલ અને બિરસેન ગંઝુ ઉર્ફે રામખેલાવનને પણ સુરક્ષા દળોએ ઠાર માર્યા હતા.

તેમણે આગળ લખ્યું છે કે આ કાર્યવાહી પછી, ઉત્તર ઝારખંડના બોકારો ક્ષેત્રમાંથી નક્સલવાદ સંપૂર્ણપણે ખતમ થઈ ગયો છે. ટૂંક સમયમાં આખો દેશ નક્સલવાદની સમસ્યાથી મુક્ત થઈ જશે.

આ પહેલા 11 સપ્ટેમ્બરે, એક કરોડના ઈનામ સાથે એક નક્સલીને પણ ઠાર મારવામાં આવ્યો હતો. ત્યારે અમિત શાહે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે આજે આપણા સુરક્ષા દળોએ નક્સલવાદીઓ સામે બીજી એક મોટી સિદ્ધિ મેળવી છે. છત્તીસગઢમાં, CRPFના કોબ્રા કમાન્ડો, છત્તીસગઢ પોલીસ અને DRG એ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું અને CCM મોડેમ બાલકૃષ્ણ ઉર્ફે મનોજ સહિત 10 કુખ્યાત નક્સલીઓને ઠાર માર્યા, જેના માથા પર ₹ 1 કરોડનું ઇનામ હતું. બાકીના નક્સલીઓએ પણ સમયસર આત્મસમર્પણ કરી દેવું જોઈએ. આગામી 31 માર્ચ પહેલા લાલ આતંકવાદનો સંપૂર્ણ નાશ નિશ્ચિત છે.

 

(11:14 PM IST)