હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બેવફા નીકળી જાનુડીઃ લવ મેરેજ કર્યા બાદ પ્રેમિકાએ દગો દીધો, પહેલા દારુ પીવડાવ્યો અને પછી છાતી પર ચડી પતિને પતાવી દીધો
આ હત્યાકાંડની ખતરનાક કહાની છે મહારાજગંજના કોતવાલી ઠૂઠીબારી વિસ્તારના રાજાબારી ગામની

મહારાજગં: સંબંધોમાં હત્યાની ખતરનાક કહાની ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લામાંથી સામે આવી છે. અહીં એક પરિણીત મહિલાએ પ્રેમી સાથે મળીને પોતાના પતિની નિર્દયતાપૂર્વક હત્યા કરી નાખી હતી. કાતિલ પત્નીએ પહેલા પતિને દારૂ પીવડાવ્યો, પછી ખુદ બિયર પીધી અને જ્યારે પતિ સૂઈ ગયો તો દુપટ્ટાથી હાથ-પગ બાંધી દીધા.
પછી પતિનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધો. ત્યાર બાદ લાશને દુર્ઘટનામાં ખપાવવા માટે ૨૫ કિમી દૂર લઈ જઈ સુનસાન રોડ પર ફેંકી દીધી. આવો જાણીએ શું છે આ સમગ્ર હત્યાકાંડની ડરામણી કહાની...
આ હત્યાકાંડની ખતરનાક કહાની છે મહારાજગંજના કોતવાલી ઠૂઠીબારી વિસ્તારના રાજાબારી ગામની. ગામના રહેવાસી ૨૬ વર્ષીય નાગેશ્વર રૌનિયારે લગભગ ૬ વર્ષ પહેલા નેપાળની રહેવાસી ૨૨ વર્ષીય નેહા સાથે લવ મેરેજ કર્યા હતા. બંનેની જિંદગી રાજીખુશીથી ચાલી રહી હતી અને બંનેને એક દીકરો આદવિકા પણ હતો. પણ એક વર્ષ પહેલા નાગેશ્વર રૌનિયાર કોઈ મામલે જેલમાં ગયો. નાગેશ્વરની ગેરહાજરીમાં તેની પત્ની નેહાના સંબંધ પોતાના પતિના દોસ્ત જિતેન્દ્ર સાથે થયા. જિતેન્દ્ર સાથે બનેલા નેહાના સંબંધે બંનેની જિંદગી બદલી નાખી.
હકીકતમાં જોઈએ તો, નાગેશ્વર જ્યારે જેલમાંથી બહાર આવ્યો તો તેને પોતાની પત્ની અને દોસ્ત જિતેન્દ્રના સંબંધ વિશે જાણવા મળ્યું. નાગેશ્વરે ઘણી કોશિશ કરી કે પત્ની નેહાને પાછી ઘરે લાવે. નાગેશ્વરે પોતાના પ્રેમ અને દીકરાનો હવાલો આપ્યો, પણ તેની બધી કોશિશ બેકાર ગઈ. નાગેશ્વરે જિતેન્દ્રના ઘર જઈને ઘણી વાર હોબાળો પણ કર્યો, પણ કોઈ ફાયદો થયો નહીં. જો કે દરરોજના ઝઘડાથી કંટાળી નેહા અને તેનો પ્રેમી જિતેન્દ્રે નાગેશ્વરને રસ્તામાંથી હટાવવાનો પ્લાન બનાવી લીધો.
આ ખતરનાક પ્લાન અંતર્ગત નેહાએ સાથે જવાનો વાયદો કરી નાગેશ્વરને ૧૨ સપ્ટેમ્બરના રોજ મળવા માટે બિસ્મિલ નગર બોલાવ્યો. આ દરમ્યાન નેહાએ પોતાના પતિ નાગેશ્વરને દારૂ પીવડાવ્યો અને સાથે બેસાડી ખુદ બિયર પણ પીધી. દારૂના નશામાં નાગેશ્વર જ્યારે ગાઢ ઊંઘમાં સૂઈ ગયો તો પ્રેમિકામાંથી કાતિલ બનેલી નેહાએ પોતાના દુપટ્ટાથી હાથ-પગ બાંધી દીધા અને પછી પ્રેમી જિતેન્દ્ર સાથે મળીને તેનું ગળું દબાવી દીધું.
નાગેશ્વરને મોતને ઘાટ ઉતાર્યા બાદ નેહા અને તેના પ્રેમી જિતેન્દ્રે વધુ એક ખતરનાક કામ કર્યું. હકીકતમાં જોઈએ તો, હત્યાની શંકા કોઈના પર ન જાય એટલા માટે તેમણે નાગેશ્વરના કપડાં ઉતાર્યા અને તેની લાશને ધોઈ નાખી. બાદમાં બાઈક પર નાખી ૨૫ કિમી દૂર એક સુનસાન રસ્તા પર ફેંકી દીધી. આ દરમ્યાન નાગેશ્વરની લાશને રસ્તા પર ઢસડી પણ ખરા, લાશને ઠેકાણે લગાવ્યા બાદ બંને મુંબઈ ભાગવાની ફિરાકમાં હતા.
પણ પોલીસે બંનેને પકડી લીધા. પોલીસ પૂછપરછમાં બંનેએ પોતાનો ગુનો કબૂલ કર્યો. પોલીસ અધીક્ષક સોમેન્દ્ર મીણાએ જણાવ્યું કે, ૧૩ સપ્ટેમ્બરની રાત્રે ૩ વાગ્યે નિચલૌલ પોલીસને દમકી ગેસ એજન્સી નજીક એક યુવકની લાશ મળી હતી, જેને કબ્જામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી હતી. તો વળી લાશની ઓળખ નાગેશ્વર રૌનિયાર તરીકે થઈ હતી. મૃતકના પિતા કેશવ રાજ રૌનિયારની ફરિયાદ પર વહુ અને તેના પ્રેમી વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરુ કરી દીધી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
