હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સિરામીક નગરી મોરબીમાં ITનું મેગા સર્ચઃ લેવીસ અને મેટ્રો ગ્રુપ ઉપર દરોડા
લાં...બા વિરામ બાદ સોૈરાષ્ટ્રમાં ઇન્કમટેક્ષ વિભાગની કાર્યવાહીથી ઉદ્યોગકારોમાં ફફડાટ રીયલ એસ્ટેટના પરેશભાઇ પટેલ, બિલ્ડર રાજુભાઇ પટેલ, જીતુભાઇ રોજીવાડીયા સહિત ૪૦ સહયોગી પેઢી-ઓફીસ સહિતના સ્થળોએ તપાસઃ ૨૫૦થી વધુ આયકર અધિકારીઓ ત્રાટકયાઃ ખળભળાટઃ ઘનિષ્ઠ તપાસમાં મોટી રકમના દસ્તાવેજો ઉપર તપાસ કેન્દ્રીતઃ રાજકોટમાં પણ તપાસ

રાજકોટ તા.૧૬: આજ સવારથી સીરામીક નગરી તરીકે ખ્યાતીપ્રાપ્ત મોરબીમાં ઇન્કમટેક્ષ વિભાગે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરતા ખળભળાટ મચી જવા પામેલ છે.
રાજકોટ ઇન્કમટેક્ષની ઇન્વેસ્ટિગેશન વિંગના માર્ગદર્શન તળે મોરબીના સીરામીક ઉદ્યોગકાર અને રીયલ એસ્ટેટ ક્ષેત્રે સંકળાંયેલા ટોચના ગ્રુપ ઉપર આવકવેરા વિભાગે વ્હેલી સવારથી ૪૦ સ્થળોએ મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. દિવાળી પહેલા રાજકોટ ઇન્કમટેક્ષ વિભાગે મોટાપાયે દરોડા પાડતા ચર્ચા જાગી છે.
રાજકોટ ઇન્કમટેક્ષની ઇન્વેસ્ટિગેશન વિંગના માર્ગદર્શન હેઠળ લેવીસ ગ્રુપના જીતુભાઇ રોજીવાડીયા, ટોચના રીયલ એસ્ટેટ સાથે સંકળાયેલા પરેશભાઇ પટેલ, રાજુભાઇ પટેલના મેટ્રો ગ્રુપ સહયોગી ૪૦ પેઢી અને વિક્રેતા તેમજ નિવાસ સ્થાને ઓફીસ ઉપર દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
આ કાર્યવાહીમાં મોટી રકમના કેટલાક વ્યવહારો પ્રકાશમાં આવતા દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહયાનું જાણવા મળે છે. આવકવેરા વિભાગે ઘનિષ્ઠ તપાસ હાથધરી છે. આ દરોડાની કાર્યવાહીમાં રાજકોટ ઉપરાંત સુરત, વડોદરા, અમદાવાદ, મહેસાણા સહિતના ૨૫૦થી વધુ આયકર અધિકારીએ પોલીસ કાફલા સાથે તપાસ હાથધરી છે.
મોરબીના જાણીતા લેવીસ સિરામિક ગ્રૂપ મેટ્રો ગ્રુપ સહિત અનેક ટાઇલ્સ ઉદ્યોગ સાથે જોડાયેલા વિક્રેતાઓ અને ભાગીદારોના સ્થાનો પર આવકવેરા વિભાગ આજે મંગળવારે સવારે મોટા દરોડા કામગીરી શરૂ કરવામાં આવી છે. કુલ ૪૦થી વધુ સ્થળો પર આ એકસાથે દરોડા પાડી તપાસ હાથ ધરવામાં આવી છે. આવકવેરાના દરોડાની સીરામીક નગરી તરીકે જાણીતુ મોરબીમાં ખળભળાટ મચી જવા પામેલ છે.
મોરબીમાં જમીનનાં વ્યવસાય સાથે જોડાયેલા પરેશભાઇ પટેલ, બિલ્ડર રાજુભાઈ પટેલ અને લેવીસ સીરામીકના જીતુભાઈ રોજીવાડીયા ગ્રુપ સહિત ૪૦ જેટલા સ્થળો પર આઈટીની રેડ પડી હતી. ટાઈલ્સ બનાવતા લેવિસ ગ્રુપ પર દરોડાથી સિરામિક ઉદ્યોગકારોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. આઈટી વિભાગના સર્ચ ઓપરેશનમાં મોટા પાયે બિનહિસાબી વ્યવહારો બહાર આવે તેવી શકયતાઓ છે. આઈટી વિભાગ દ્વારા આ કાર્યવાહી ટેક્સ સંદર્ભે શંકા આધારે હાથ ધરવામાં આવી હોવાનું મનાય છે. લેવીસ ગ્રૂપ- મોસ્બીના ટાઇલ્સ ઉદ્યોગમાં મહત્વનું સ્થાન ધરાવે છે આ દરોડાઓના પરિણામે મોરબીના ઉદ્યોગ ક્ષેત્રમાં ચકચાર મચી ગઈ છે.
આ દરમિયાન કંપની તરફથી કોઈ અધિકળત નિવેદન આપવામાં આવ્યું નથી. IT વિભાગ દ્વારા દસ્તાવેજો, ખાતાઓ અને ડિજિટલ માહિતીની સ્ક્રુટિની ચાલી રહી છે. હજુ સુધી કેટલી રકમની ટેક્સ અનિયમિતતાઓ સામે આવી છે તે અંગે કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી, પણ સૂત્રો મુજબ તપાસ સમગ્ર દિવસ અને સંભવતઃ આગળના દિવસોમાં પણ ચાલી શકે છે.
દરમ્યાન પ્રવિણ વ્યાસનો અહેવાલ જણાવે છે કે, સિરામીક નગરી મોરબીમાં લાંબા સમય બાદ ઇન્કમટેક્ષના દરોડા પડ્યા છે. રાજકોટ ઈન્કમટેક્સ દ્વારા શરૂ કરવામાં આવેલ મેગા ઓપરેશનમાં ૨૫૦થી વધુ અધિકારીઓ જોડાયા છે અને સિરામિક ઉદ્યોગપતિ ઉપરાંત બિલ્ડર તેમજ અન્ય મોટા માથાને ત્યાં ૪૦ સ્થળોએ તપાસ ચાલુ કરવામાં આવી છે.
ઈન્કમટેક્સ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ મંગળવારે વહેલી સવારથી મોરબીના જાણીતા લેવીસ સિરામિક ગ્રુપ, મેટ્રો ગ્રુપ જાણીતા બિલ્ડરો પરેશભાઈ પટેલ, રાજુભાઈ પટેલ ઉપર રાજકોટ ઇન્કમટેક્સ વિભાગે દરોડા પાડયા છે. ઈન્કમટેક્સના આ દરોડામા ૪૦ સ્થળોએ તપાસ ચાલુ હોવાનું અને ૨૫૦ જેટલા અધિકારીઓ દ્વારા સર્ચ શરૂ ક૨વામાં આવ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. વધુમાં ઇન્કમટેક્સના આ દરોડામાં મોરબીના મોટા ગજાના બિલ્ડર તેમજ જમીનના ધંધાર્થીને ત્યાં પણ તપાસનો દૌર લંબાયો હોવાનું જાણવા મળે છે.(૨.૧૫)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
