હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જુઓ સમાચારો ઊડતી નજરે

*વેનેઝુએલાના જહાજ ઉપર હુમલો: ડ્રગ તસ્કરી નેટવર્કને જડમૂળથી ઉખેડી નાખવાની ટ્રમ્પની નેમ*
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલાની આંતરરાષ્ટ્રીય જળસીમામાં રહેલા એક જહાજ ઉપર હુમલો કરાવતા ત્રણના મોત થયા છે, ડ્રગ તસ્કરી નેટવર્કને જડમૂળથી ઉખેડી નાખવાની નેમ
*દહેરાદૂનમાં વાદળ ફાટતાં ભારે ખાના ખરાબી*
ઉત્તરાખંડના દહેરાદૂનમાં મોડીરાત્રે ભારે વરસાદ પછી વાદળ ફાટતાં જબરજસ્ત અફરાતફરી, બે લોકો લાપતા, ૧૦૦થી વધારેનું રેસ્ક્યુ, અનેક મકાનો અને સડકોનો નાશ, મોટરકારો અને દુકાનો પાણીમાં વહી ગઈ
*સવારના પહોરમાં ગુજરાત સહિત દેશભરમાં ઠેર ઠેર આવકવેરા ખાતું મોટી કંપનીઓ ઉપર તૂટી પડ્યું*
આવકવેરાની દેશભરમાં ધોંસ બોલી: ગુજરાત અને ચેન્નાઇમાં મોટાપાયે આઇટી દરોડા ઉપરાંત, ગુરુગાંવ તથા બેંગ્લોરમાં જાણીતી કંપનીઓ ઉપર આવકવેરાના દરોડા ચાલુ હોવાનું ન્યુઝફર્સ્ટ જણાવે છે
*મિત્ર જ હત્યારો નીકળ્યો*
* સુરતમાં કચરામાંથી કપાયેલું માથું મળવાના કેસમાં મિત્ર જ હત્યારો નીકળ્યો
*પૂર્વ અને મધ્ય ભારત સાથે રાજસ્થાન ગુજરાતમાં પણ વરસાદની સંભાવના: સ્કાયમેટ*
સ્કાયમેટ કહે છે પૂર્વ અને મધ્ય ભારતની સાથે દિલ્હી રાજસ્થાન અને ગુજરાતમાં પણ વરસાદની સંભાવના
*દિવાલ તૂટી પડતા એકનું મોત, વાહનો દટાયા*
* અમદાવાદમાં એએમટીએસ ડેપોની દિવાલ તૂટી પડતાં એકનું મોત, વાહનોમાં નુકસાન, લોકોમાં ભારે રોષ
*આઈટી રિટર્ન ફાઇલ કરવાની ડેડ લાઈન વધી, આજે છેલ્લો દિવસ*
* ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની
ડેડલાઈન વધારી, આજે છેલ્લો મોકો









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
