News of Tuesday, 16th September 2025
ભારતના યશસ્વી અને લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો આવતીકાલે જન્મદિવસ
૪ ટ્રિલિયન ડોલર સાથે ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનતું ભારત * હેડલાઈન પર નહિ, ડેડલાઈન પર કામ કરે છે મોદી * વિકાસના અવનવા રેકોર્ડ સર્જતાં મોદી * દુનિયાનો સૌથી મોટો બ્રિજ-ચેનાબ બ્રિજ * દુનિયાની સૌથી મોટી ટનલ-અટલ ટનલ * દુનિયાનું સૌથી મોટું કન્વેનશન સેન્ટર યશોભુમિ * ચૂંટણી જંગના અપરાજિત નેતા ‘ઓપરેશન સિંદૂર' દ્વારા સરહદી જંગમાં પણ છવાયા * આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં ભારતનો સતત વધતો દબદબો * બ્રિક્સ સમિટમાં મોદીની ગ્લોબલ લીડરની ભૂમિકા *ભારતનું અર્થતંત્ર દુનિયામાં સૌથી વધુ ઝડપે વધતું અર્થતંત્ર * ઇન્ડિયા ફર્સ્ટનો નવો નારો આપતા મોદી * વડાપ્રધાન મોદીનો વિશ્વ ને સંદેશ ‘યે નયા ભારત હે ઝુકેગા નહિ'

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપી : ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આવતી કાલે એટલે કે ૧૭મી સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ છે. તેમના આ જન્મદિને શુભેચ્છાઆપવા ભારત સહીત વિશ્વના અનેક દેશોના અગ્રણી રાજકારણીઓ ભારતીય જનતા પાર્ટીના હજારો સંગઠકો, લાખો કાર્યકરો,અને દેશની કરોડો જનતા આતુર બની છે. વડનગરના આ વિરલાએ ગુજરાતનો ડંકો ભારતભરમાં વગાડ્યો અને હવે ભારતનો ડંકો વિશ્વભરમાં વગાડી રહ્યા છે.
અવનવા વિક્રમો સર્જવા અને રેકોર્ડ તોડવા માટે જાણે સર્જાયા છે નરેન્દ્રભાઈ મોદી. ગુજરાતના ખોબા જેવા ગામડાના સામાન્ય પરિવાર માટે થી આવતી કોઈ વ્યક્તિ મુખમંત્રી બની શકે..? કે વડાપ્રધાન બની શકે..? કે વડાપ્રધાન તરીકે ૩ ટર્મ જીતી શકે..? અનેક માન્યતાઓ ને ખોટી પાડી દીધી. ઈશ્વરના આશીર્વાદ, અથાગ પરિશ્રમ અને ભાગ્ય ની કૃપા થી નરેન્દ્રભાઈ આજે ગુજરાત કે ભારત જ નહિ વિશ્વ ના અનેક દેશો ના લોકપ્રિય નેતા બન્યા છ,અમને છંછેડશો નહિ, છંછેડશો તો છોડીશુ નહિ, ના નીતિ માં માનનારા નરેન્દ્રભાઈએ ભારતને અનેરી મજબૂતાઈથી આગળ ધપાવી રહ્યા છે એટલું જ નહિ આજે વિશ્વ માં ભારત નું નામ ગૌરવથી લેવાય છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન વેળાએ એમના જીવનની એક ઝરમર જોઈએ તો... ૧૭મી સપ્ટેમ્બર ૧૯૫૦ના રોજ ઉત્તર ગુજરાતના ખોબા જેવડા વડનગર જન્મ માતાનું નામ હીરાબા અને પિતાનું નામ દામોદરદાસ મોદી, દામોદરદાસ ભાઈના ૬ સંતાન પૈકી નરેન્દ્રભાઈ ત્રીજા સંતાન , પ્રાથમિક શિક્ષણ વિસનગર ખાતે લીધા બાદ અમદાવાદ આવી ગયા અને અહીં ઉચ્ચ અભ્યાસ સાથે સાથે સંઘના સંપર્કમાં આવ્યા અને ખુબ જ ટૂંકા સમયમાં નરેન્દ્રભાઈ સંઘના પ્રચારક પદે પહોંચ્યા.
સમય આગળ ધપતો ગયો અને નરેન્દ્રભાઈના વિકાસ નો ગ્રાફ પણ ઉપર ચઢતો ગયો. સખત મેહનત અને કાર્યપદ્ધતિને પગલે સંઘમાં લોકપ્રિય થવા લાગ્યા સમયાંતરે સંઘમાં વિવિધ જવાબદારીઓ મળતી ગઈ અને તેઓ સુપેરે પાર પાડવા લાગ્યા. સંગઠન ઉપર પકડ ધરાવનાર નરેન્દ્રભાઈને પણ ખ્યાલ નહોતો કે ભવિષ્યમાં સત્તામાં આવું પડશે ગુજરાતના રાજકીય આલમ માં એક વળાંક આવ્યો ભાજપ હાઈકમાન્ડે ગુજરાતના ત્યારના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને બદલાવવા પડે તેવી સ્થિતિ હતી અને આ વેળાએ હાઈકમાન્ડે ગુજરાત ના નવા મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો ન જાણ્યું જાનકીનાથે સવારે શું સવારે શું થવાનું છે....
સાતમી ઓક્ટોબર ૨૦૦૧ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના ૧૪માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા અને ગુજરાત માં જાણે વિકાસ ની રાજનીતિનો એક નવો યુગ શરુ થયો દીર્ઘદ્રષ્ટા તો હતા જ એમાં સત્તાનું સુકાન હાથમાં આવ્યું વિવિધ પ્રજા લક્ષી યોજનાઓ લાવ્યા.. સુજલામ સુફલામ જેવી યોજનાઓથી કેનાલોનું વિરાટ માળખું તૈયાર કરીને સૂકા વિસ્તારો સુધી જળવિસ્તરણ તો રણોત્સવ અને સ્ટેટ્યૂ ઓફ યુનિટી જેવા આયામોથી પ્રવાસનનો અદભુત વિકાસ, વાઇબ્રન્ટ સમિટ થકી ઔદ્યોગિક વિકાસ, કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ દ્વારા પ્રાથમિક શિક્ષણનો કાયાકલ્પ,વનબંધુ કલ્યાણ યોજના દ્વારા આદિજાતિ વિકાસ કૃષિ મોહોત્સવ જેવી યોજનાથી ખેડૂતોને ખુબ જ લાભ મળ્યો. એટલું જ નહિ વિવિધ યોજનાઓ થકી ગુજરાતના અર્થતંત્રને ભારે વેગ મળ્યો.
ગુજરાતમાં એક પછી એક વિધાનસભાની ચૂંટણીઓ આવતી ગઈ અને નરેન્દ્રભાઈ એક પછી એક ભારતીય જનતા પાર્ટીને વિજય અપાવતા ગયા સળંગ આશરે ૧૩ વર્ષ સુધી ગુજરાતના શાસનની ધુરા સંભાળી હવે ગુજરાત નાનું લાગતા દિલ્હી ભણી નજર દોડાવી અશક્યને શક્ય કરી બતાવ્યું, અનેક મુશ્કેલીઓ સમા પડાવો પાર કરી વર્ષ ૨૦૧૪માં લોકસભાની ચૂંટણી માં ભારતીય જનતા પાર્ટી ને અભૂતપૂર્વ વિજય અપાવ્યો બીજેપીને ૨૮૨ સીટો મળી અને સાથી પક્ષો સહીત એનડીએને ૩૩૬ સીટો મળી અને ૨૬મી મેં ૨૦૧૪ના રોજ વડાપ્રધાન તરીકે શપથ લીધા અને ફરી પાછા કામે લાગ્યા પરંતુ હવે માત્ર ગુજરાતની પ્રજાના હિત માટે જ નહિ દેશની કરોડો જનતાના હિત માટે જાણે ગુજરાતના રોલ મોડલને સમગ્ર દેશ માટે અપનાવ્યું.
ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે શાસન કરવું અને દેશના વડાપ્રધાન તરીકે સમગ્ર દેશ ઉપર શાસન કરવું બંને માં ઘણો તફાવત હતો પરંતુ આ તો ન.મોં નમે નહિ પરંતુ નમાવે, દેશ હિત માટે એક પછી એક આકરા નિર્ણયો લેતા ગયા ક્યાંય પણ વોટબેન્કની પરવાના કરી થોડા જ સમયમાં મજબૂત પકડ બનાવી કૃષિ ક્ષેત્ર હોય કે વાણિજ્ય ક્ષેત્ર હોય કે હોય વ્યાપારી વર્ગ તમામને કેવી રીતે ફાયદો થઇ શકે એને અનુલક્ષીને નિર્ણયો અમલ માં મુક્યા રામ મંદિર નિર્માણ, ૩૭૦ની કલમ,મહિલા આરક્ષણ, ટ્રિપલ તલાક,નવો વફક સુધારો કાયદો, જીએસટી,નોટબંધી સહિતના નિર્ણયો દેશના અર્થતંત્રને ગતિ આપવા અમલમાં મુકતા ગયા, વિપક્ષો અને વિરોધીઓ અવાક રહી ગયા.
શ્રી નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા બાદ પણ અવિરત બેટિંગ ચાલુ રહી. ૨૬મી મેં ૨૦૧૪ પછી ૫ વર્ષ પૂર્ણ થયા, ફરી આવી લોકસભાની ચૂંટણી વર્ષ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને અધધ ... ૩૦૩ સીટ મળી અને સાથી પક્ષો સહીત એનડીએને ૩૫૩ સીટ મળી, વિરોધીઓના સુંપડા સાફ થઇ ગયા ફરી એક વાર ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતી અપાવી, ૩૦ મી મેં ૨૦૧૯ના રોજ,બીજી વખત વડાપ્રધાન બની પ્રજાહિતના કામ અર્થે લાગ્યા આ વેળાએ તો જાણે ૨૦-૨૦ રમવા ઉતાર્યા હોય તેમ એક પછી એક અશક્ય સમા નિર્ણયો અમલ માં મૂકી વિપક્ષોમાં સોંપો પડી દીધો, કરે તો શું કરે આ મોદી સરકારનું...? એક પછી એક ઇતિહાસ રચતા ગયા આ વેળાએ તો કુદરતે પણ જાણે મોદીજીની પરીક્ષા લીધી હોય તેમ કાળમુખો કોરોનાનો રોગચાળો ભારત સહીત વિશ્વભરમાં ફાટી નીકળ્યો હતો આશરે ૬૮ દિવસનું લોકડાઉન લાદવા માં આવ્યું હતું ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ કરોડો પ્રજાજનો માટે આગળ આવ્યા આશરે ૮૦ કરોડ લોકોને ગરીબ કલ્યાણ યોજના હેઠળ મફત અંગ આપ્યું એટલું જ નહિ દેશના કરોડો નાગરિકોને મફત કોરોના ની રસી આપી અનેકના જીવ બચાવ્યા અને જેને પગલે આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં ભારતનું નામ રોશન કર્યું પરંતુ આમાં પણ મોદી હેમખેમ પાર ઉતર્યા. અર્થતંત્રની ગાડીને ફરી પાટે ચઢાવી
નરેન્દ્ર મોદી સરકારના જમા પાસા પૈકી રાજનૈતિક સ્થિરતા સૌથી મોટું જમા પાસું બની રહ્યું નૈતિક સ્થિરતા ની પ્રજાજનો સહીત વિશ્વના અનેક દેશોને વિશ્વાસ થઇ ચુક્યો હતો કે મોદી છે તો ભારતને વાંધો નથી બીજી ટર્મમાં પણ મોદી સરકારે ઘણી સારી કામગીરી કરી પરંતુ મોંઘવારી અને બેરોજગારીને નાથવામાં સફળ ના થઈ શક્યા
આ દરમ્યાન ફરી આવી લોકસભાની ચૂંટણી વર્ષ ૨૦૨૪ની ચૂંટણીમાં જાણે ભાજપની લોકપ્રિયતામાં ઘટાડો થયો હોઈ તેમ ભારતીય જનતા પાર્ટીને માત્ર ૨૪૦ સીટ મળી જોકે સાથી ગઠબંધન એનડીએ સરકારે કુલ ૨૯૨ સીટ જીતતા ફરી એક વાર ભારતીય જનતા પાર્ટીની સરકાર બની અને વડાપ્રધાન તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૯મી જૂન ૨૦૨૪ના રોજ ૩જી વખત શપથ લીધા આ વેળાએ પણ કોઈ સમાધાન નહિ, એ જ કાર્ય પદ્ધતિ જાળવી રાખી .આ ટર્મ માં પણ પ્રથમ વર્ષમાં જ આવી મુશ્કેલી ૨૨ એપ્રિલ ૨૦૨૫ના રોજ કાશ્મીરના પહલગામમાં થયો આતંકવાદી હુમલો જેમાં આતંકવાદીઓએ ૨૬ નિર્દોષ પર્યટકોને જાનથી મારી નાખ્યો જેનો પડઘો સમગ્ર ભારત સહીત વિશ્વના અનેક દેશોમાં પડ્યો ફરી એક વાર નરેન્દ્રભાઈએ આકરો નિર્ણય લીધો આ આતંકવાદી હુમલો કોઈ હિસાબે ના ચલાવી ના શકાય એના જન્મદાતા પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા મક્કમ રણનીતિ બનાવી ગણતરીના દિવસોમાં જ લશ્કરને છૂટો દોર આપી હાથ ધાર્યું ઓપરેશન સિંદૂર .
પાકિસ્તાનના આતંકવાદી અડ્ડાઓ પર હુમલો કરી જડબાતોડ જવાબ આપી પાકિસ્તાનને ઘૂંટણિયે પડવા મજબુર કર્યું એટલુંજ નહિ વિશ્વના એક પણ દેશ એ ભારતની આ પ્રતિક્રિયાનો વિરોધ કર્યો બે ત્રણ દેશને બાદ કરતા મોટાભાગના દેશોએ ભારત સાથે ઉભા રહી સંવેદના બતાવી, એટલું જ નહિ વર્ષો જૂનો સિંધુ કરાર રાતોરાત સમાપ્ત કરી, પાકિસ્તાન જતું પાણી અટકાવી દીધું. પાકિસ્તાને અનેક ઉધામા કર્યાં કેટલાય દેશો માં ફરિયાદ કરી પરંતુ પરિણામ શૂન્ય આ આ છે મોદીની તાકાત.
દેશનો આંતરિક મામલો હોય કે પ્રશ્ન હોય આંતરરાષ્ટ્રીય મોદી આજે પણ રાષ્ટ્રહિત માટે કોઈ મચક આપતા નથી ઓપરેશન સિંદૂર દ્વારા મોદીએ માત્ર પાકિસ્તાન ને જ નહિ વિશ્વ અને અનેક દેશોને આપી દીધો ભારતની તાકાતનો પરચો ક્યારે ચીન સાથે આંખમાં આંખ નાખી વાત કરવી અને ક્યારે હાથ મિલાવવા વર્ષો જૂની અમેરિકાની દોસ્તી માટે અબકી બાર ટ્રમ્પ સરકાર નો નારો પણ આપ્યો પરંતુ વાત જ્યાં દેશહિતની આવી ત્યારે આ જગતના જમાદાર સમા ટ્રેમ્પ સામે ટેરિફ જંગ લડવા સામે પણના અચકાયા આવા કુશળ વહીવટકર્તા,સક્ષમ અને રણનીતિકાર શ્રી નરેન્દ્રભાઈ મોદી આવતી કાલે એટલે ૧૭મી સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ યશસ્વી કારકિર્દીના ૭૫ વર્ષ પૂર્ણ કરી ૭૬માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે આ વેળાએ ‘અકિલા' પરિવાર તરફથી જન્મદિવસની આગોતરી શુભેછા.
(12:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
