<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th September 2025

ભારત - રશિયન શિક્ષણ પરિષદ

કે.ગો. ઓવરસીસ પ્રા. લી દ્વારા આયોજિત ભારત-રશિયન શિક્ષણ પરિષદના માધ્‍યમથી ભારત અને રશિયા વચ્‍ચેના શૈક્ષણિક સંબંધોને વધુ મજબૂત બનાવવાના સંદર્ભમાં મહત્‍વપૂર્ણ ચર્ચાઓ થઈ. આ પરિષદમાં રશિયન એમએસએલયુ યુનિવર્સિટીના પ્રતિનિધિએ ભારતીય વિદ્યાર્થીઓ માટે રશિયામાં ઉચ્‍ચ શિક્ષણ અને કારકિર્દીની વિવિધ તકો વિશે વિસ્‍તળત માહિતી આપી. ભારતીયપ્રતિનિધિ ડો. યોગેશે ભારત-રશિયા શૈક્ષણિક સંબંધોની હાલની સ્‍થિતિ અને ભાવિ દિશા અંગે પોતાના વિચારો રજૂ કર્યા.એમએસએલયુ યુનિવર્સિટીની પ્રતિનિધિ શ્રીમતી મારિયાએ રશિયામાં વિદ્યાર્થીઓ માટે ઉચ્‍ચ ગુણવત્તાનું શિક્ષણ, આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે માન્‍યતા પ્રાપ્ત ડિગ્રી તેમજ સલામતીની સંપૂર્ણ વ્‍યવસ્‍થા ઉપલબ્‍ધ હોવાની માહિતી પરિષદના અંતે પ્રશ્નોત્તરી સત્ર પણં આયોજન કરવામાં આવ્‍યું, જેમાં રશિયન પ્રતિનિધિ, શ્રી કેતન ગોળકિયા અને ભારતીય પ્રતિનિધિ ડો. યોગેશે  સંતોષજનક જવાબો આપેલ.

(3:09 PM IST)