હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વડાપ્રધાન તરીકેના ૧૧ વર્ષના શાસન દરમ્યાન દેશ માટેની ૭૫ ઉપલબ્ધિઓ
યશસ્વી કારકીર્દીના ૭૫ વર્ષ પૂર્ણ કરતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી : દેશ હિત માટેના ઐતિહાસિક નિર્ણયો : ઉત્તમ વિઝનનું અનેરૂં ઉદાહરણ પ્રજાજનોના હીત માટે અમલમાં મુકાયેલ યોજનાઓનો ત્રિવેણી સંગમ

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપી : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે એટલે કે ૧૭મી સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ યશસ્વી કારકીર્દીના ૭૫ વર્ષ પૂર્ણ કરી રહ્યા છે.
આ વેળા એ તથા દેશના વડાપ્રધાન તરીકે ૧૧ વર્ષ પૂર્ણ કર્યા છે ત્યારે તેમના દેશ હિત માટેના ઐતિહાસિક નિર્ણયો , ભારત માટે નરેન્દ્રભાઇ એ જોયેલું વિઝનને સાકર કરી માત્ર ભારત જ નહીં વિશ્વભરને આપ્યું ઉદાહરણ તેમજ પ્રજાજનો ના લાભાર્થે શરૂ કરાયેલ અનેક યોજનાઓ ખરા અર્થમાં પ્રજાજનો માટે સંજીવની સમાન બની રહી છે.
સામાન્ય રીતે ડોકટર આપણને કડવી દવા આપે કે ઇન્જેક્શન આપે તો થોડીવાર આપણને પીડા થાય પરંતુ એ એકંદરે આપણા ફાયદા માટે જ હોય તેવી રીતે મોદીના કેટલાક નિર્ણયો હતા...
નોટબંધી, જી એસ ટી, જેવી યોજનાનો ફાયદો હવે જણાય છે, વોટ બેંકની બીક વિના ટ્રીપલ તલાક, મહીલા આરક્ષણ બિલ અમલ માં મૂક્યા, લાખો કાશ્મીરીઓના અને દેશની જનતાના હીત માટે ધારા ૩૭૦ હટાવવા જેવા અદ્ધભૂત નિર્ણયોની આજે ચોમરે પ્રશંસા થઈ રહી છે.
સ્વચ્છ ભારત મિશનનું પરિણામ આજે ૧૧ વર્ષે જોવા મળી રહ્યું છે, મેક ઈન ઇન્ડિયાનો નારો પણ મોદી જીએ ૨૦૧૪માં આપ્યો હતો ત્યારે કોઈને કલ્પના પણ ના હતી કે માત્ર ૧૦ કે ૧૧ વર્ષ ના સમયગાળામાં આટલી અસર જોવા મળશે, સ્ટાર્ટઅપ યોજના, સ્ટેન્ડ અપ યોજના સહિતની યોજનાને પગલે આજે ભારત એક મેન્યુફેક્ચરિગ હબ બની ગયું છે, નિકાસમાં ભારતે અધધ પ્રગતિ કરી છે.
ઉજજ્વલા યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના, આયુષ્યમાન ભારત યોજના દ્વારા તો દેશની કરોડો જનતા માટે સંજીવની સાબિત થઈ રહી છે, અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ આજે દેશ ના અનેક રેલવે સ્ટેશન એરપોર્ટને ટક્કર આપે તેવા બની ગયા છે.
દશેક વર્ષ પહેલા શરૂ થયેલ ડિજિટલ ઇન્ડિયાની આજે દેશ નહીં વિશ્વભરમાં બોલબાલા છે આવો આપણે આ ૭૫ ઉપલબ્ધિઓની એક ઝલક જોઈએ...
૧. પ્રધાનમંત્રી જનધન યોજના (PMJDY)
૨૦૧૪ માં શરૂ કરાયેલી આ યોજના હેઠળ કરોડો લોકોના બેંક એકાઉન્ટ ખોલવામાં આવ્યા.
ગરીબ અને વંચિત વર્ગને નાણાકીય સેવાઓ સાથે જોડવાનો ઉદ્દેશ્ય.
જનધન એકાઉન્ટમાં ઈન્સ્યોરન્સ, ઓવરડ્રાફટ તથા સીધી સબસિડી સુવિધા આપવામાં આવી.
૨. મેક ઈન ઇન્ડિયા (Make in India)
ભારતને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા માટે ૨૦૧૪માં અભિયાન શરૂ કરાયું.
૨૫ મહત્વના સેક્ટર પર રોકાણ, ટેક્રોલોજી અને ઈનોવેશનને પ્રોત્સાહન.
‘ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ' રેન્કિંગમાં ભારતની સ્થિતિમાં સુધારો લાવ્યો.
૩. ડિજિટલ ઇન્ડિયા (Digital India)
૨૦૧૫માં શરૂ થયેલી યોજના દ્વારા ભારતને ડિજિટલ અર્થતંત્ર તરફ દોરી જવાયું.
સરકારી સેવાઓને ઑનલાઇન, મોબાઈલ અને ઈન્ટરનેટ મારફતે જનતા સુધી પહોંચાડવાનો ઉદ્દેશ્ય.
ડિજિટલ પેમેન્ટ, આધાર લિંકિંગ, અને ઇ-ગવર્નન્સને મજબૂતી મળી.
૪. કુશળ ભારત મિશન (Skill India Mission)
યુવાનોને તાલીમ અને રોજગાર માટે યોગ્ય કુશળતા આપવાનો કાર્યક્રમ.
૨૦૧૫માં શરૂ થયેલી યોજનામાં કરોડો યુવાનોને સ્કિલ ડેવલપમેન્ટની તક મળી.
ઉદ્યોગની માંગ મુજબના કોર્સીસ દ્વારા રોજગારીની સંભાવના વધારવામાં આવી.
૫. સ્વચ્છ ભારત મિશન (Swachh Bharat Mission)
૨૦૧૪માં મહાત્મા ગાંધીની જન્મજયંતિએ શરૂ કરાયેલી આ યોજના ભારતને સ્વચ્છ બનાવવા માટે.
૯૦ કરોડથી વધુ ગ્રામ્ય શૌચાલયો બનાવાયા, ખૂલ્લી જગ્યા પર શૌચને લગભગ બંધ કરવામાં આવ્યું.
આ અભિયાનથી આરોગ્ય, પર્યાવરણ અને સમાજમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ ફેલાઈ.
૬. સંસદ આદર્શ ગામ યોજના (Sansad Adarsh Gram Yojana)
દરેક સાંસદ પોતાનું એક ગામ અપનાવી તેનું સર્વાંગી વિકાસ કરે એવી યોજના.
શિક્ષણ, આરોગ્ય, રોજગાર, પાણી અને વીજળી જેવી મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવાનો ઉદ્દેશ્ય.
ગામોને આધુનિક સુવિધાઓ સાથે આદર્શ બનાવવાનો પ્રયત્ન.
૭. શ્રમેવ જયતે યોજના (Shramev Jayate Yojana)
૨૦૧૪માં શરૂ કરાયેલી આ યોજના મજૂરો માટે એક સંકલિત ઓનલાઈન પોર્ટલ લાવ્યું.
મજૂરોને શ્રમ કાયદા, વીમા અને લાભોની સરળ માહિતી ઉપલબ્ધ થઈ. કંપનીઓ માટે લેબર કંપ્લાયન્સ સરળ બન્યું.
૮. બેટી બચાવો, બેટી વાંચાવો (Beti Bachao, Beti Padhao)
કન્યાભૂણહત્યા અટકાવવા અને છોકરીઓને શિક્ષણ માટે પ્રોત્સાહન આપવા શરૂ કરાયેલી યોજના.
લાડલી દીકરીઓને જન્મથી લઈને શિક્ષણ સુધી સુરક્ષા અને સહાય.
છોકરીઓની જન્મદર અને શિક્ષણ દરમાં વધારો થયો.
૯. પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PM Mudra Yojana)
લઘુ, નાના અને મધ્યમ ઉદ્યોગોને (MSME) સહાય માટે ૨૦૧૫માં શરૂ કરાઈ.
શિશુ, કિશોર અને તરુણ કેટેગરી હેઠળ ૧૦ લાખ રૂપિયા સુધીના લોન.
નવા ઉદ્યોગ શરૂ કરવા માટે નાના ઉદ્યોગકારોને મોટી મદદ.
૧૦. ઉજ્જવલા યોજના (Ujjwala Yojana)
ગરીબ મહિલાઓને મફત LPG કનેક્શન આપવા માટે ૨૦૧૬માં શરૂ કરાઈ.
૧૦ કરોડથી વધુ ઘરેલુ મહિલાઓને લાભ થયો.
ઘરમાં ધુમાડામુક્ત રસોડું અને મહિલાઓના આરોગ્યમાં સુધારો થયો.
૧૧. અટલ પેન્શન યોજના (Atal Pension Yojana)
અનૌપચારિક ક્ષેત્રના મજૂરોને વૃદ્ધાવસ્થામાં નિヘતિ પેન્શનની ખાતરી.
નિયમિત યોગદાનથી ૬૦ વર્ષની ઉંમર પછી દર મહિને પેન્શન મળે છે.
ગરીબ વર્ગના મજૂરો માટે સામાજિક સુરક્ષા વ્યવસ્થા.
૧૨. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના (PMJJBY)
૨૦૧૫માં શરૂ થયેલી આ યોજના અંતર્ગત ૧૮ થી ૫૦ વર્ષની ઉંમરના લોકો માટે લાઈફ ઈન્શ્યોરન્સ.
રૂ.૩૩૦ વાર્ષિક પ્રીમિયમમાં રૂ.૨ લાખનો કવર.
ગરીબ અને મધ્યમ વર્ગને વીમા કવરેજ મળ્યું.
૧૩. પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના (PMSBY)
૨૦૧૫માં શરૂ થયેલી આ યોજના હેઠળ અકસ્માત વીમો આપવામાં આવે છે.
રૂ.૧૨ વાર્ષિક પ્રીમિયમમાં રૂ.૨ લાખ સુધી કવર મળે છે.
ગ્રામ્ય અને શહેરી ગરીબ વર્ગને મોટો લાભ.
૧૪. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (PMFBY)
૨૦૧૬માં ખેડૂતોની પાક માટે શરૂ કરાયેલી વીમા યોજના.
વાવણીથી લઈને કાપણી સુધી પાકને સુરક્ષા.
કુદરતી આફત કે નુકસાનથી ખેડૂતોને આર્થિક સહાય.
૧૫. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના (PMKSY)
‘હર ખેડૂત હર બૂંદ' સૂત્ર સાથે ૨૦૧૫માં શરૂ કરાઈ.
સિંચાઈની નવી તકનીકો અને પાણી બચાવ પર ભાર.
ખેડૂતોની ઉપજ અને આવકમાં વધારો થયો.
૧૬. ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર (DBT)
સબસિડી અને સહાય સીધી જ લાભાર્થીના બેંક એકાઉન્ટમાં જમા થાય છે.
મધ્યસ્થીઓ દૂર થતા ભ્રષ્ટાચાર ઘટ્યો.
ગરીબોને સમયસર અને પૂરો લાભ મળ્યો.
૧૭. સ્માર્ટ સિટી મિશન (Smart City Mission)
૨૦૧૫માં ૧૦૦ શહેરોને આધુનિક માટે યોજના શરૂ કરાઈ.
શહેરોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સ્માર્ટ ટ્રાન્સપોર્ટ અને ટેકનોલોજી વિકાસ.
શહેરોને વિશ્વસ્તરીય સુવિધાઓ સાથે સજ્જ કરવાનો પ્રયાસ.
૧૮. પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY)
ગરીબો માટે ૨૦૨૨ સુધી ‘હર ઘર પક્કા ઘર' લક્ષ્ય સાથે ૨૦૧૫માં શરૂ.
શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં લાખો મકાનોનું નિર્માણ.
સબસિડી અને લોન સહાયથી ગરીબોને ઘર મળ્યું.
૧૯. મિશન ઇન્દ્રધનુષ (Mission Indradhanush)
૨૦૧૪માં શરૂ થયેલી રસીકરણ યોજના.
બાળકો અને ગર્ભવતી ષીઓને સંપૂર્ણ રસીકરણનો ઉદ્દેશ્ય.
ભારતમાં ઈમ્યુનાઈઝેશન દરમાં મોટો સુધારો થયો.
૨૦. આયુષ્માન ભારત યોજના (PM-JAY)
૨૦૧૮માં શરૂ થયેલી વિશ્વની સૌથી મોટી હેલ્થ ઈન્શ્યોરન્સ યોજના.
દર પરિવારને દર વર્ષે ?૫ લાખ સુધી મફત સારવાર કવર.
૧૦ કરોડથી વધુ પરિવારોને આરોગ્ય સુરક્ષા મળી.
૨૧. અમૃત યોજના (AMRUT Urban Rejuvenation)
શહેરોના પાણી પુરવઠા, ગટર વ્યવસ્થા અને ગ્રીન સ્પેસ સુધારવા ૨૦૧૫માં શરૂ.
૫૦૦ શહેરો માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન.
શહેરી જીવનની ગુણવત્તામાં સુધારો થયો.
૨૨. પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના (PM Vishwakarma Yojana)
૨૦૨૩માં શરૂ કરાયેલી યોજના હસ્તકલા કામદારો અને કારગરો માટે.
૧૮ પરંપરાગત કારગરી વ્યવસાયને પ્રોત્સાહન.
ટ્રેનિંગ, લોન અને આધુનિક સાધનોની સહાય આપવામાં આવે છે.
૨૩. પ્રધાનમંત્રી રોજગાર પ્રોત્સાહન યોજના (PMRPY)
૨૦૧૬માં રોજગારી વધારવા માટે શરૂ કરાઈ.
કંપનીઓને નવા કર્મચારી ભરતી કરવા પ્રોત્સાહન અને PF યોગદાનમાં સહાય.
મજૂરોને EPFOમાં સામેલ થવામાં સરળતા મળી.
૨૪. આત્મનિર્ભર ભારત રોજગાર યોજના (ABRY)
૨૦૨૦માં કોવિડ પછી રોજગાર વધારવા માટે શરૂ કરાયેલી યોજના.
નવા કર્મચારીઓની ભરતી પર સરકાર ભ્જ્માં યોગદાન આપે છે.
લોકોને નોકરી માટે પ્રોત્સાહન અને કંપનીઓને સહાય.
૨૫. નેશનલ કેરિયર સર્વિસ (NCS)
એક ઓનલાઈન પોર્ટલ જે નોકરી શોધનાર અને કંપનીઓને જોડે છે.
યુવાનો માટે રોજગાર, ટ્રેનિંગ અને કાઉન્સેલિંગ સેવાઓ.
રોજગાર બજારમાં પારદર્શિતા અને સરળતા.
૨૬. પ્રધાનમંત્રી માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઈઝ યોજના (PM-FME)
૨૦૨૦માં નાના ફૂડ પ્રોસેસરોને સહાય માટે શરૂ કરાયેલી યોજના.
‘વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ' મોડેલ હેઠળ વિસ્તારની વિશેષતા વધારાય.
માઇક્રો ઉદ્યોગોને ટેકનોલોજી, માર્કેટિંગ અને ફાઈનાન્સમાં સહાય મળે છે.
૨૭. પ્રધાનમંત્રી માટ્સ્ય સંપદા યોજના (PMMSY)
૨૦૨૦માં માછીમારી ક્ષેત્રના વિકાસ માટે શરૂ.
ઉત્પાદન, નિકાસ અને માછીમારોની આવકમાં વધારો લક્ષ્ય.
બંદરો, કોલ્ડ સ્ટોરેજ અને આધુનિક ટેકનોલોજી માટે સહાય મળે છે.
૨૮. પ્રધાનમંત્રી શ્રી સ્કૂલ્સ (PM SHRI Schools)
૨૦૨૨માં શરૂ કરાયેલી યોજના હેઠળ પસંદગીની શાળાઓને અપગ્રેડ.
સારા શિક્ષણ, ડિજિટલ ક્લાસરૂમ અને આધુનિક સુવિધાઓ.
નવી શિક્ષણ નીતિ (NEP ૨૦૨૦)ને અમલમાં લાવવાનું કેન્દ્ર.
૨૯. પ્રધાનમંત્રી પોષણ યોજના (PM-POSHAN)
મિડ-ડે મીલને વધુ મજબૂત બનાવી ૨૦૨૧માં શરૂ કરાયેલી યોજના.
બાળકોને પૌષ્ટિક ભોજન સાથે શિક્ષણમાં સહાય.
કુપોષણ ઘટાડવા અને વિદ્યાર્થીઓની હાજરીમાં વધારો.
૩૦. STARS પ્રોગ્રામ (Strengthening Teaching-Learning and Results for States)
શિક્ષણની ગુણવત્તામાં સુધારો કરવા માટે શરૂ કરાયેલી યોજના.
વિવિધ રાજ્યોમાં શિક્ષણ પ્રણાલીને મજબૂત બનાવવાનો ઉદ્દેશ્ય.
વિશ્વ બેંકની સહાયથી શિક્ષણમાં નવી ટેકનોલોજી અપનાવવામાં આવી.
૩૧. યુનિક લેન્ડ પાર્સલ આઈડેન્ટિફિકેશન નંબર (ULPIN)
ભૂમિ રેકોર્ડને ડિજિટલ બનાવવા માટે અનોખો નંબર આપવાની યોજના.
જમીન વ્યવહાર પારદર્શક અને સુરક્ષિત બને છે.
પ્રોપર્ટી સંબંધિત વિવાદો ઘટાડવામાં સહાય.
૩૨. UMANG ઍપ (Unified Mobile Application for New-age Governance)
૨૦૧૭માં લોન્ચ કરાયેલી આ મોબાઈલ ઍપથી સેકડો સરકારી સેવાઓ ઉપલબ્ધ.
પાસપોર્ટ, PF, ગેસ, પેન્શન જેવી સેવાઓ એક જ ઍપમાં.
ડિજિટલ ગવર્નન્સને સરળ અને સુલભ બનાવવામાં આવ્યું.
૩૩. પ્રસાદ યોજના (PRASAD Scheme)
ધાર્મિક સ્થળોના વિકાસ માટે ૨૦૧૪માં શરૂ.
પિલગ્રિમ ટૂરિઝમને પ્રોત્સાહન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારણા.
વારાણસી, અમૃતસર, દ્વારકા જેવા સ્થળોનું વિકાસ કાર્યો.
૩૪. સ્ટેન્ડ-અપ ઇન્ડિયા (Stand Up India)
SC/ST અને મહિલાઓને ઉદ્યોગ માટે બેંક લોનની સહાય.
૨૦૧૬થી લાખો લોકોને પોતાનો બિઝનેસ શરૂ કરવાનો મોકો.
સમાજના પછાત વર્ગોને આર્થિક રીતે મજબૂત બનાવવાનો ઉદ્દેશ્ય.
૩૫. સ્ટાર્ટઅપ ઇન્ડિયા (Startup India)
૨૦૧૬માં યુવાનોને ઉદ્યોગ સ્થાપવા માટે પ્રોત્સાહન.
ટેક્સ લાભ, ફંડિંગ અને ઈન્ક્યુબેશન સેન્ટર સ્થાપના.
ભારત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં ટોપ ૩ દેશોમાં સામેલ થયું.
૩૬. ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ
૨૦૧૫માં લોન્ચ કરાયેલી યોજના દ્વારા ઘરમાં પડેલું સોનુ બેંકમાં જમા કરાવવાનું.
જમા કરાયેલા સોન પર વ્યાજ મળે છે.
દેશના આયાત બિલમાં ઘટાડો કરવાનો ઉદ્દેશ્ય.
૩૭. ઈ-સંજીવની (e-Sanjeevani)
ટેલિમેડિસિન સર્વિસ જે કોવિડ સમયે ખુબ ઉપયોગી રહી.
ઓનલાઇન ડોક્ટર કન્સલ્ટેશન મફતમાં મળતું.
લાખો લોકોએ ઘેર બેઠા સારવાર મેળવી.
૩૮. ઇથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામ (EBP)
ફયુઅલમાં ઇથેનોલ મિશ્રણ વધારવાની યોજના.
પેટ્રોલ પર આધાર ઘટાડવો અને ખેડૂતોને શેરડીમાંથી આવક.
કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવાનો ઉદ્દેશ્ય.
૩૯. ઍક્સેસિબલ ઇન્ડિયા કેમ્પેઈન (Sugamya Bharat Abhiyan)
શારીરિક અશક્ત લોકોને જાહેર સ્થળે સરળ સુવિધા મળે એ માટે.
સરકારી ઇમારતો, પરિવહન અને વેબસાઈટ્સમાં ઍક્સેસિબિલિટી.
દિવ્યાંગજન માટે સમાન તકો પૂરી પાડવાનો પ્રયત્ન.
૪૦. અમૃત ભારત સ્ટેશન યોજના (Amrit Bharat Station Scheme)
૨૦૨૩માં રેલવે સ્ટેશનોને આધુનિક બનાવવા યોજના શરૂ.
૧૦૩થી વધુ સ્ટેશનના વિકાસ કાર્ય ચાલી રહ્યું છે.
પ્રવાસીઓને એરપોર્ટ જેવી સુવિધાઓ આપવાનો ઉદ્દેશ્ય.
૪૧. અટલ ભૂજલ યોજના (Atal Bhujal Yojana)
ભૂગર્ભ જળ સંચાલન માટે ૨૦૧૯માં શરૂ.
જળસ્તર ઘટતા વિસ્તારોમાં અમલ.
સ્થાનિક સમુદાયની ભાગીદારીથી પાણી બચાવ.
૪૨. અસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ્સ પ્રોગ્રામ (Aspirational Districts Programme)
દેશના પછાત જિલ્લાઓનો સર્વાંગી વિકાસ.
શિક્ષણ, આરોગ્ય, પોષણ, કૃષિ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન.
લોકલ ગવર્નન્સમાં પારદર્શિતા અને ઝડપ.
૪૩. ભારતમાળા પરિયોજના (Bharatmala Pariyojana)
દેશભરમાં નવી હાઈવે નેટવર્ક યોજના.
૨૦,૦૦૦ કિ.મી.થી વધુ નવા રસ્તાઓનું નિર્માણ.
લોજાિસ્ટિક્સ ખર્ચ ઘટાડવા અને વેપાર વધારવાનો ઉદ્દેશ્ય.
૪૪. અરુણાચલ ફ્રન્ટિયર હાઇવે
અરુણાચલ પ્રદેશની સરહદે વ્યૂહાત્મક હાઈવે.
રક્ષા લ્લષ્ટિકોણે તેમજ કનેક્ટિવિટી માટે મહત્વપૂર્ણ.
સ્થાનિક આર્થિક વિકાસને પ્રોત્સાહન.
૪૫. મિશન LiFE (Lifestyle for Environment)
પર્યાવરણમૈત્રી જીવનશૈલી અપનાવવા માટેનું વૈશ્વિક મિશન.
વ્યક્તિગત સ્તરે એનર્જી, પાણી બચત અને ગ્રીન હેબિટ્સ પ્રોત્સાહિત.
COP26 પર ભારતની આગવી પહેલ.
૪૬. મહિલા આરક્ષણ બિલ (WomenÓs Reservation Bill, 2023)
લોકસભા અને વિધાનસભામાં ૩૩% મહિલા આરક્ષણ.
ભારતના રાજકારણમાં મહિલાઓની ભાગીદારી વધારવાનો મોટો પગલું.
૨૦૨૩માં સંસદ દ્વારા પસાર.
૪૭. ત્રિપલ તલાક વિરોધી અધિનિયમ (૨૦૧૯)
મુસ્લિમ મહિલાઓ માટે ન્યાય અને સમાન અધિકાર.
ત્રિપલ તલાકને કાયદેસર ગુનો જાહેર કરાયો.
સમાજમાં મહિલાઓની સુરક્ષા મજબૂત થઈ.
૪૮. ધારા ૩૭૦નું અવલોકન (Abrogation of Article 370)
૨૦૧૯માં જમ્મુ-કાશ્મીરને સંપૂર્ણ ભારત સાથે જોડવાનો ઐતિહાસિક નિર્ણય.
વિશેષ દરજ્જો હટાવી કાયદા અને વિકાસ યોજનાઓ લાગુ.
કેશ્મીરને મુખ્ય પ્રવાહમાં લાવવા મોટું પગલું.
૪૯. GST (Goods and Services Tax, 2017)
‘‘વન નેશન, વન ટેક્સ'' સિદ્ધાંત હેઠળ રાષ્ટ્રીય કર પ્રણાલી.
બધા રાજ્ય અને કેન્દ્ર કરોને એક જ ટેક્સમાં સમાવી દેવામાં આવ્યા.
વેપાર માટે સરળતા અને પારદર્શિતા.
૫૦. નોટબંધી (Demonetisation, 2016)
રૂ.૫૦૦ અને રૂ.૧૦૦૦ના નોટો રદ્દ કરવાના નિર્ણય.
કાળા નાણાં, નકલી નોટ અને ભ્રષ્ટાચાર ઘટાડવાનો ઉદ્દેશ્ય.
ડિજિટલ પેમેન્ટ અને બેંકિંગમાં વધારો થયો.
૫૧. જલ જીવન મિશન (Har Ghar Jal)
૨૦૧૯માં શરૂ થયેલી આ યોજના હેઠળ દરેક ઘેર નળથી શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવાનું લક્ષ્ય.
૧૦ કરોડથી વધુ ઘરોમાં પાણી કનેક્શન મળ્યું.
ગામડાઓમાં આરોગ્ય અને જીવન ગુણવત્તામાં સુધારો થયો.
૫૨. સ્વામિત્વ યોજના (SVAMITVA Yojana)
૨૦૨૦માં ગ્રામ્ય પ્રોપર્ટીના ડિજિટલ મેપિંગ માટે શરૂ કરાયેલી યોજના.
ડ્રોન ટેકનોલોજી દ્વારા ગામની જમીનનું સર્વેક્ષણ.
ગ્રામ્ય લોકો માટે પ્રોપર્ટી માલિકીના સ્પષ્ટ હક મળ્યા.
૫૩. PM-કિસાન સન્માન નિધી (PM-KISAN)
૨૦૧૯માં ખેડૂતોને સીધી આવક સહાય આપવા યોજના શરૂ.
દર વર્ષે રૂ.૬૦૦૦ ખેડૂતોના ખાતામાં સીધું જમા થાય છે.
૧૧ કરોડથી વધુ ખેડૂતોને લાભ મળ્યો.
૫૪. PM સૂર્ય ઘર મુફત વીજળી યોજના
૨૦૨૪માં શરૂ કરાયેલી આ યોજના હેઠળ ઘરોમાં સોલાર પેનલ લગાવાય છે.
મહિને ૩૦૦ યુનિટ સુધી મફત વીજળી મળે છે.
ઘરખર્ચમાં બચત અને ગ્રીન એનર્જીનો ઉપયોગ.
૫૫. નેશનલ આયુષ મિશન (National AYUSH Mission)
આયુર્વેદ, હોમિયોપેથી, સિદ્ધ, યૂનાની વગેરેને પ્રોત્સાહન.
સરકારી હોસ્પિટલો અને સંશોધન સંસ્થાઓમાં આયુષ સુવિધાઓ.
ભારતની પરંપરાગત ચિકિત્સાને વૈશ્વિક સ્તરે માન્યતા મળી.
૫૬. વાયબ્રન્ટ વિલેજેસ પ્રોગ્રામ (Vibrant Villages Programme)
૨૦૨૩માં સરહદી ગામોના વિકાસ માટે શરૂ કરાયેલ યોજના.
રોડ, વીજળી, ઇન્ટરનેટ અને રોજગારની સુવિધા.
લોકોને ગામમાં જ રોજગાર મળી રહે તેવો પ્રયાસ.
૫૭. PM-YASASVI (Young Achievers Scholarship Scheme)
SC, ST, OBC વિદ્યાર્થીઓને સ્કોલરશિપ માટે ૨૦૨૧માં શરૂ.
મેરિટ આધારીત પરીક્ષાથી વિદ્યાર્થીઓને સહાય.
શિક્ષણમાં સમાન તક પૂરી પાડવાનો ઉદ્દેશ્ય.
૫૮. PM-AJAY (Pradhan Mantri Anusuchit Jaati Abhyuday Yojana)
અનુસૂચિત જાતિના વિકાસ માટે ખાસ યોજના.
શિક્ષણ, હાઉસિંગ અને કૌશલ્ય વિકાસ પર ભાર.
સામાજિક ન્યાયને મજબૂત બનાવવાનો પ્રયાસ.
૫૯. રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના (RKVY)
ખેડૂતોને આધુનિક ખેતી માટે સહાય.
નવી ટેકનોલોજી, સિંચાઈ અને સબસિડી આપવાની વ્યવસ્થા.
રાજ્યોને કૃષિ ઇનોવેશન માટે ફંડ આપવામાં આવે છે.
૬૦. કૃષિ ઉડાન યોજના (Krishi Udaan)
૨૦૨૦માં શરૂ કરાયેલી યોજના હેઠળ કૃષિ ઉત્પાદનોને હવાઈ માર્ગથી પરિવહન.
ખેડૂતોને દૂરના બજારમાં વેચાણ કરવાની તક.
તાજા ફળ-શાકનું ઝડપી પરિવહન થઈ શકે છે.
૬૧. સમગ્ર શિક્ષા અભિયાન (Samagra Shiksha)
શાળાશિક્ષણ માટે પ્રાથમિકથી ઉચ્ચતર માધ્યમિક સ્તરે એકીકૃત યોજના.
ગુણવત્તાવાળું શિક્ષણ અને ડિજિટલ લર્નિંગ પર ભાર.
વિદ્યાર્થીઓ માટે સ્કૂલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધાર્યું.
૬૨. PM-પોષણ શક્તિ નિર્માણ
બાળકોમાં કુપોષણ ઘટાડવા માટે શરૂ કરાયેલી યોજના.
આંગણવાડી અને શાળાઓમાં પોષણયુક્ત ભોજન.
બાળ આરોગ્ય અને શિક્ષણમાં સુધારો થયો.
૬૩. PM-આયુષ્માન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન (PM-ABHIM)
૨૦૨૧માં શરૂ કરાયેલી આ યોજના આરોગ્ય સુવિધાઓ મજબૂત કરે છે.
હોસ્પિટલોમાં આધુનિક સાધનો અને નવા મેડિકલ કોલેજ.
ભારતને મહામારીઓ માટે તૈયાર કરવા પર ભાર.
૬૪. પોલીસ આધુનિકીકરણ યોજના
કાયદો અને વ્યવસ્થા મજબૂત કરવા પોલીસ દળને આધુનિક સાધનો.
CCTV, ફોરેન્સિક લેબ અને સ્માર્ટ સર્વેલન્સ.
અપરાધ નિયંત્રણ અને સુરક્ષામાં સુધારો.
૬૫. PM આવાસ યોજના શહેરી ૨.૦ (PMAY-U 2.0)
૨૦૨૧માં શહેરી ગરીબો માટે અપગ્રેડેડ આવાસ યોજના.
સસ્તા ભાડે મકાન અને સબસિડી.
શહેરી વિસ્તારોમાં રહેણાંક સમસ્યા હલ કરવાનો પ્રયાસ.
૬૬. ઉદ્યોગિક હાઉસિંગ યોજના
કારખાનાઓમાં કામદારોને રહેઠાણની સુવિધા.
સસ્તા દરે ઘર મળી રહે તે માટે સહાય.
ઉદ્યોગ વિસ્તારોમાં સામાજિક સુરક્ષા મજબૂત થાય છે.
૬૭. ITI અપગ્રેડેશન યોજના
ઇન્ડસ્ટ્રિયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ્સને આધુનિક ટેકનોલોજી સાથે અપડેટ.
યુવાનોને રોજગારયોગ્ય કુશળતા અપાય.
ઉદ્યોગ અને તાલીમ વચ્ચેનું અંતર ઘટે છે.
૬૮. SC વિદ્યાર્થીઓ માટે પોસ્ટ-મેટ્રિક સ્કોલરશિપ
અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે સહાય.
ફી, હોસ્ટેલ અને સ્ટાઇપેન્ડની સુવિધા.
શૈક્ષણિક સમાનતાને પ્રોત્સાહન.
૬૯. PM વનબંધુ કલ્યાણ યોજના
આદિવાસી સમુદાયના વિકાસ માટે યોજના.
શિક્ષણ, આરોગ્ય અને રોજગાર પર ભાર.
જંગલ આધારિત જીવનશૈલી સાથે સુસંગત વિકાસ.
૭૦. નેશનલ એકેડેમિક ડિપોઝિટરી (NAD)
વિદ્યાર્થીઓના પ્રમાણપત્રોને ડિજિટલ સ્વરૂપમાં રાખવાની વ્યવસ્થા.
નકલી પ્રમાણપત્રોની સમસ્યા ઘટે છે.
વિશ્વભરમાં પ્રમાણપત્રની માન્યતા સરળ બને છે.
૭૧. SWAYAM અને MOOCs
વિદ્યાર્થીઓ માટે મફત ઑનલાઇન કોર્સ પ્લેટફોર્મ.
ઘર બેઠા વિશ્વસ્તરીય શિક્ષકો પાસેથી શીખવાની તક.
ડિજિટલ શિક્ષણને પ્રોત્સાહન.
૭૨. નેશનલ ડિજિટલ લાઈબ્રેરી
લાખો પુસ્તકો અને સામગ્રી ઑનલાઇન ઉપલબ્ધ.
વિદ્યાર્થીઓને મફત અભ્યાસની તક.
શિક્ષણને સર્વસુલભ બનાવવાનો પ્રયત્ન.
૭૩. સિટિઝન ચાર્ટર અને પારદર્શિતા સુધારણા
સરકારી વિભાગોમાં કાર્ય માટે સમયબદ્ધ સેવા.
લોકોને તેમના અધિકાર અને સમયમર્યાદાની જાણકારી.
શાસન વ્યવસ્થામાં વિશ્વાસ વધારવાનો પ્રયત્ન.
૭૪. બેંકિંગ સુધારણા અને બેંક્સ બોર્ડ બ્યુરો
PSU બેંકોના ગવર્નન્સ સુધારવા માટે રચના.
બેંકોમાં ટોચની નિમણૂકો પારદર્શક રીતે થાય.
બેંકિંગ સેક્ટરને મજબૂત બનાવવામાં મદદ.
૭૫. ડિફેન્સ ક્ષેત્રમાં સુધારણા અને FDI વધારો
રક્ષા ક્ષેત્રમાં વિદેશી રોકાણની મર્યાદા વધારવામાં આવી.
મેક ઈન ઇન્ડિયા હેઠળ સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન.
ભારત આત્મનિર્ભર રક્ષા સાધનોમાં આગળ વધ્યું.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
