<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th September 2025

દુનિયામાં સૌથી વધુ સર્વોચ્‍ચ નાગરિક પુરસ્‍કાર મેળવનારા વડાપ્રધાન બનતા નરેન્‍દ્રભાઇ મોદી

૧૧ વર્ષમાં ૨૭ આંતરરાષ્‍ટ્રીય સન્‍માન મળ્‍યા છે નરેન્‍દ્રભાઇ મોદીને : મુસ્‍લિમ દેશો પણ છે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના ચાહક * આઠ મુસ્‍લિમ દેશોએ પણ આપ્‍યું સર્વોચ્‍ચ સન્‍માન * મોદીનું સન્‍માન એટલે ૧૪૦ કરોડ દેશવાસીઓનું સન્‍માન

(જીતેન્‍દ્ર રૂપારેલિયા) વાપી : આપણા વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી દુનિયા ના સૌથી વધુ સર્વોચ્‍ચ નાગરિક પુરસ્‍કાર મેળવનારા વડાપ્રધાન બન્‍યા છે. નરેન્‍દ્રભાઈને અત્‍યાર સુધીમાં ૨૭ દેશોએ સર્વોચ્‍ચ નાગરિક સન્‍માન આપ્‍યું છે જેમાં આઠ જેટલા મુસ્‍લિમ દેશોએ પણ મોદીને આપ્‍યું છે સર્વોચ્‍ચ સન્‍માન, મુસ્‍લિમ દેશો પણ મોદીના છે ચાહક.. ખરેખર દરેક ભારતીય માટે ગર્વ સમાન વાત છે કેમકે મોદીનું સન્‍માન એટલે ૧૪૦ કરોડ દેશવાસીઓનું સન્‍માન.

આપણે ભારતના અગાઉના વડાપ્રધાનોને મળેલ સન્‍માનને જોઈએ તો વડાપ્રધાન જવાહરલાલ નહેરુને ૧૭ વર્ષમાં ૨ સન્‍માન, ઇન્‍દિરા ગાંધીને ૧૬ વર્ષમાં  ૨ સન્‍માન , મનમોહનસિંહને ૧૦ વર્ષમા ૨ સન્‍માન જયારે રાજીવ ગાંધી ને ૫ વર્ષ માં એક પણ સન્‍માન મળેલ ના હતું હવે જો આપણે વિદેશના રાજનેતાઓને મળેલા સન્‍માનો અંગે જોઈએ તો ચાઈનાના રાષ્ટ્રપતિ શી જિનપિંગને ૧૨ એવોર્ડ, રશિયાના પ્રેસિડેન્‍ટ  વ્‍લાદામીર પુતિન ને ૧૫,જર્મનીની ચેન્‍સલર એન્‍જેલા મર્કલને ૧૮ સર્વોચ્‍ચ સન્‍માન મળેલ છે તો આપણા વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી ને અમેરિકા અને રશિયા સહીત ૨૭ દેશોએ આપ્‍યું છે રાષ્ટ્રીય સન્‍માન.

આવો આપણે જોઈએ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીને ક્‍યારે, ક્‍યાં ક્‍યાં દેશોએ ક્‍યાં ક્‍યાં સન્‍માન  આપ્‍યા

સાઉદી અરબ દેશે સૌ પ્રથમ નરેન્‍દ્રભાઈને વર્ષ ૨૦૧૬માં ‘ઓર્ડર ઓફ અબ્‍દુલ અઝીઝ અલ સાઉદ' થી સન્‍માનિત કર્યા, જે એ દેશ દ્વારા બિન મુસ્‍લિમ વ્‍યક્‍તિને અપાતો સૌથી મોટો એવોર્ડ છે. એજ વર્ષ માં અફઘાનિસ્‍તાન દ્વારા મોદી જી એ કરેલ પ્રશંસનીય કામો ને બિરદાવતા એ દેશના સર્વોચ્‍ચ પુરસ્‍કાર એવા ‘સ્‍ટેટ ઓર્ડર ઓફ ઘાઝી અમાનુલ્‍લાહ ખાન'થી નવાજવામાં આવ્‍યા.

પાડોશી  દેશોમાં સંબંધો મજબૂત કરવા માટે ના અથાગ પ્રયત્‍નો કરવા માટે પિલિસ્‍ટીન  દ્વારા ‘ગ્રાન્‍ડ કોલર ઓફ પિલિસ્‍ટીન' કે જે એ દેશમાં વિદેશી  વિભૂતિઓ ને અપાતા સૌથી મોટો પુરસ્‍કાર છે . તો મુસ્‍લિમ જગત માં સૌથી શક્‍તિશાળી દેશ એવા યુનાઇટેડ આરબ એમિરેટ્‍સ ના ભારત રત્‍ન  સમાન અવોર્ડ  ‘ઓર્ડર ઓફ ઝાયેદ'  આપી જાણે દરેક ભારતીયને ગૌરવાન્‍વિત કર્યા. ૨૦૧૮ના  વર્ષમાં વૈશ્વિક શાંતિ અને ઇકોનમીક ડેવેલપમેન્‍ટ માં કરેલા પ્રયત્‍નો અને સપોર્ટ  માટે  ‘સિઓલ પીસ પ્રાઈઝ' દ્વારા સન્‍માનિત કરવામાં આવ્‍યા રશિયા કે જે વર્ષોથી ભારતનો મિત્ર અને સ્‍ટ્રેટેજિક પાર્ટનર રહ્યું છે. જે સમયે બીજા મોટા દેશો એ ભારતને સપોર્ટ નહોતો  કર્યો એ વેળાએ રશિયા ભારત ની સાથે રહ્યું હતું, એ રશિયાએ વડાપ્રધાન નરેન્‍દ્રભાઈને ‘ઓર્ડર ઓફ સેઇન્‍ટ એંડ્રિવસ'થી ૨૦૧૯ના વર્ષમાં કર્યા સન્‍માનિત.

૨૦૧૯ના વર્ષમાં માલ્‍દિવ્‍ઝ દ્વારા ‘ઓર્ડર ઓફ ઈશાન ઇઝઝુદ્દીન' થી સન્‍માનિત કરવામાં આવ્‍યા તો આ જ વર્ષમાં બહરાઈન દ્વારા ગલ્‍ફ દેશો દ્વારા અપાતા સૌથી મોટા સન્‍માન સમા ‘કિંગ હમાદ  ઓર્ડર ઓફ રેનાઈસન્‍સ' અપાયો જે બતાવે છે એશિયામાં નરેન્‍દ્રભાઈ નો પ્રભાવ. વિશ્વના જમાદાર અને સૌથી શક્‍તિશાળી દેશો માં ના એક એવા યુનાઇટેડ સ્‍ટેટ્‍સ ઓફ અમેરિકા દ્વારા ‘લીજન ઓફ મેરીટ' એવોર્ડ આપી બહુમાન કર્યો.

નોંધનીય છે કે નરેન્‍દ્રભાઈ મોદી પેહલા ભારતીય રાજનેતા છે જેને આ સન્‍માન આપવા માં આવ્‍યું હોય  .

૨૦૨૧ના વર્ષમાં શ્રી નરેન્‍દ્રભાઈ મોદીને આપણા પાડોશી  દેશ એવા ભૂટાનના રાજાએ  ‘ઓર્ડર ઓફ દ્રુક ગ્‍યાલપો' થી કર્યા સન્‍માનિત.

ફક્‍ત દેશોએ જ નહિ પરંતુ વિશ્વયાપી સંસ્‍થાઓ જે સમાજની શાંતિ માટે અને પર્યાવરણના સંરક્ષણ માટે કામ કરતી હોય  છે જેનું મહત્‍વ ઘણું હોય  છે એવી સંસ્‍થાઓ એ પણ શ્રી નરેન્‍દ્રભાઈની મેહનત, વિઝન અને બદલાવની કોશિશો માટે સન્‍માનિત કર્યા છે. ૨૦૧૮ના વર્ષમાં વિશ્વમાં શાંતિ બની રહે તે માટે શ્રી નરેન્‍દ્રભાઈ મોદીને ‘સિઓલ પીસ  પ્રાઈઝ' થી નવાઝવામાં આવ્‍યા હતા તો ૨૦૧૮ ની જ સાલમાં યુએનનું પર્યાવરણના સંરક્ષણ માટે અપાતું  સૌથી મોટું સન્‍માન એવા ‘ચેમ્‍પિયન ઓફ અર્થ'થી સન્‍માનિત કર્યા  હતા. અભૂતપૂર્વ મિશન માં થી એક એવા સ્‍વચ્‍છ ભારત મિશન  માટે બિલ ગેટ્‍સ ફાઉન્‍ડેશન દ્વારા ‘ગ્‍લોબલ ગોલકીપર્સ એવોર્ડ' એનાયત કરવા માં આવ્‍યો હતો, આ ઉપરાંત  વિશ્વને ગ્રીન એનર્જી તરફ વાળવા અને દેશમાં પ્રોત્‍સાહન આપવા બાદલ કેમ્‍બ્રિજ એનેર્જી રિસર્ચ અસોસિએટ્‍સ દ્વારા  વર્ષ ૨૦૨૧માં ‘ગ્‍લોબલ એનેર્જી એન્‍ડ એન્‍વિરોન્‍મેન્‍ટ લીડરશીપ એવોર્ડ' આપીને સન્‍માન કર્યું.

આ ઉપરાંત ૨૦૨૩ ના વર્ષ માં ફીજી દ્વારા ‘ઓર્ડર ઓફ ફીજી', પપુઆ ન્‍યૂ ગીની દ્વારા ‘ઓર્ડર ઓફ લોગોહૂ'થી સન્‍માનિત કર્યા તોઇજિપ્ત દ્વારા જે એવોર્ડ ઇન્‍દિરા ગાંધી અને જવાહરલાલ નેહુરં ને આપવા માં આવ્‍યો હતો એજ એવોર્ડ ‘ઓર્ડર ઓફ થ નાઇલ'થી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. વિશ્વના મહત્‍વપૂર્ણ સત્તા પૈકી એક એવા ફ્રાન્‍સ દ્વારા નરેન્‍દ્રભાઈ ને ‘લીજન ઓફ હોનર' આપવામાં આવ્‍યું હતું તો ગ્રીસ દ્વારા ‘ઓર્ડર ઓફ હોનર'થી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. તો આપણા પાડોસી દેશ એવા ભૂટાનએ વડાપ્રધાન શ્રીને ‘ઓર્ડર ઓફ ડ્રેગન કિંગ'થી સન્‍માનિત કર્યા હતા. નાઈજીરિયા દ્વારા નરેન્‍દ્રભાઈ મોદીને ‘ગ્રાન્‍ડ કમાન્‍ડર ઓફ ઓર્ડર ઓફ નાઈજર'થી સન્‍માનીત કર્યા. આ એવોર્ડ મેળવનાર બીજા વ્‍યક્‍તિ બન્‍યા નરેન્‍દ્રભાઈ મોદી આ અગાઉ ૧૯૯૬ બ્રિટેનની મહારાણીને આ એવોર્ડ મળ્‍યો હતો.

રશિયા દ્વારા ભારત ના વડાપ્રધાનશ્રીને ‘ઓર્ડર ઓફ ST AENDREWS'થી સન્‍માનિત કરવામાં આવ્‍યા જે નોંધનીય રીતે રશિયાનો સર્વોચ્‍ચ સન્‍માન છે. આ દરશાવે છે નરેન્‍દ્ર મોદી દ્વારા સ્‍થાપેલા વૈશ્વિક સંબંધોની મજબૂત પકડ. તો નાઈજેરિયા દ્વારા પણ નરેન્‍દ્રભાઈ મોદીને સન્‍માનિત કરવામાં આવ્‍યા તો ડોમિનિકા અને ગયાનાએ પણ પોતાના સર્વોચ્‍ચ સન્‍માનથી નવાજ્‍યા. એશિયા અને વિશ્વમાં એક મહત્‍વુંપૂર્ણ સ્‍થાન ધરાવતો દેશ એવા કતાર એ પોતાના સર્વોચ્‍ચ સન્‍માન ‘ઓર્ડર ઓફ મુબારક થ ગ્રેટ'થી સન્‍માનિત કર્યા .

૨૦૨૫ના વર્ષમાં શ્રી નરેન્‍દ્રભાઈ મોદીને મોરિશિયસ દ્વારા ‘ઓર્ડર ઓફ થિ સ્‍ટાર એન્‍ડ કી ઓફ ઇન્‍ડિયન ઓસિયન'નું સન્‍માન આપ્‍યું તો આપણા પાડોસી દેશ શ્રીલંકાએ એમની કટોકટીમાં મજબૂત રીતે સાથ આપવા  બદલ નરેન્‍દ્રભાઈ મોદીને ‘શ્રીલંકા મિત્ર વિભૂષણ'થી નવાજ્‍યા જયારે સાયપ્રસએ પણ એમને નવાજ્‍યા તો ઘણા દ્વારા ‘ઓર્ડર ઓફ સ્‍ટાર ઓફ ઘાના', ત્રિનિદાદ  એન્‍ડ ટોબેગો દ્વારા ‘ઓર્ડર ઓફ રિપબ્‍લિક ઓફ ત્રિનિદાદ એન્‍ડ ટોબેગો' એન્‍ડ સાઉથ અમેરિકાના મહત્‍વના દેશ એવા બ્રાઝીલ એ આપણા વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ ને ‘ગ્રાન્‍ડ કોલર ઓફ નેશનલ ઓર્ડર ઓફ સાઉથર્ન ક્રોસ' થી સન્‍માનિત કરી ગૌરવંતીત કર્યા.

વિશ્વના આવા શક્‍તિશાળી  દેશોના સર્વોચ્‍ચ એવોર્ડ તો મોદીજીને મળ્‍યા જ પરંતુ એમના કરતા પણ વધુ મૂલ્‍યવાન અને પ્રતિષ્ઠિત સમું જે તે દેશો ના સંસદમાં સંસદને સંબોધવાનો માન આપ્‍યું જેમાં અમેરિકા, નેપાળ, અફઘાનિસ્‍તાન તેમજ ઓસ્‍ટ્રેલિયા સહિતના દેશોનો સમાવેશ થાય છે. ખરેખર ભારત માટે અને  એમાં પણ ખાસ કરીને ગુજરાત માટે ગર્વની વાત છે કે વિશ્વના આવી શક્‍તિશાળી દેશોના  સંસદમાં બોલવાનો મોકો મળ્‍યો...

(3:32 PM IST)