News of Tuesday, 16th September 2025
યુવરાજ સિંહ અને રોબિન ઉથપ્પાની મુશ્કેલીઓ વધીઃ EDએ સમન્સ પાઠવ્યું
અભિનેતા સોનુ સૂદને પૂછપરછ માટે બોલાવાયાઃ બેટીંગ એપ કેસમાં કાર્યવાહી

નવી દિલ્હી, તા.૧૬: ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહ અને રોબિન ઉથપ્પાને પણ ઓનલાઈન સટ્ટાબાજી એપ કેસમાં સમન્સ મોકલવામાં આવ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ED એ બંનેને નોટિસ મોકલીને પૂછપરછ માટે બોલાવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચ્ઝ એ ઉથપ્પાને ૨૨ સપ્ટેમ્બરે પૂછપરછ માટે બોલાવ્યા છે, જ્યારે યુવરાજ સિંહને ૨૩ સપ્ટેમ્બરે સમન્સ મોકલવામાં આવ્યા છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે બંને ક્રિકેટરોની દિલ્હી સ્થિત ED મુખ્યાલયમાં પૂછપરછ કરવામાં આવશે. આ બે ભારતીય ક્રિકેટરો ઉપરાંત, ED એ ૨૩ સપ્ટેમ્બરે અભિનેતા સોનુ સૂદની પૂછપરછ કરવાના સમાચાર છે.
ભારતના આ બે ભૂતપૂર્વ ક્રિકેટરોની આ પૂછપરછ ઓનલાઈન સટ્ટાબાજી એપ કેસમાં થશે. આ મુદ્દે ED સમક્ષ જે ક્રિકેટરોને સમન્સ પાઠવવામાં આવ્યા છે તેમાં ફક્ત યુવરાજ અને ઉથપ્પા જ નથી. પરંતુ તેમના પહેલા સુરેશ રૈના અને શિખર ધવનને પણ આ સંદર્ભમાં સમન્સ પાઠવવામાં આવ્યા છે. ભારતીય ક્રિકેટરોની ED પૂછપરછનો આ સમગ્ર મામલો સટ્ટાબાજી એપ 1xBet સાથે સંબંધિત છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે છેલ્લા કેટલાક સમયથી ઓનલાઈન સટ્ટાબાજી પ્લેટફોર્મ સામે તપાસમાં ગતિ બતાવી છે. આ કિસ્સામાં, EDની તપાસ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ એટલે કે PMLA હેઠળ ચાલી રહી છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ યુવરાજ અને ઉથપ્પાને 1xBet સાથેના તેમના સંબંધો વિશે પૂછપરછ કરી શકે છે. કંપની સાથે તેમનો કેવા પ્રકારનો કરાર છે? તેમને કેટલા પૈસા મળ્યા? આ બધા મુદ્દાઓ પર પ્રશ્નો અને જવાબો હોઈ શકે છે.
EDની આ તપાસ કથિત ઓનલાઈન સટ્ટાબાજી એપ સાથે સંબંધિત છે, જેના પર કરોડો રૂપિયાની છેતરપિંડી અને ભારે કરચોરીનો આરોપ છે. કંપનીના જણાવ્યા અનુસાર, 1xBet ને સટ્ટાબાજી એપ્લિકેશન વ્યવસાયમાં ૧૮ વર્ષનો અનુભવ છે અને તે એક વિશ્વ કક્ષાની બુકમેકર છે. કંપનીની વેબસાઇટ અને એપ્લિકેશન ૭૦ ભાષાઓમાં ઉપલબ્ધ છે, જેના પર તેના ગ્રાહકો હજારો રમતગમતની ઇવેન્ટ્સ પર સટ્ટો લગાવી શકે છે. (રર.૧૬)
(3:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
