<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th September 2025

બિહારમાં નવી વંદે ભારત અને અમૃત ભારત એક્સપ્રેસ સહિત ૪ નવી ટ્રેન ૧૭ સપ્ટેમ્બરથી શરૃ થશે

પીએમ મોદીના જન્મદિવસ પર બિહારને ભેટઃઆ ટ્રેન અઠવાડિયામાં છ દિવસ ચાલશે. દાનાપુરથી ચાલનારી ટ્રેન મંગળવારે છોડીને બાકીના તમામ દિવસો ચાલશે, જ્યારે ફોર્બિસગંજથી ચાલનારી ટ્રેન બુધવારે છોડીને અઠવાડિયામાં છ દિવસ ચાલશે

બિહાર,તા.૧૬

ચૂંટણી વર્ષમાં કેન્દ્ર સરકાર બિહાર પર મહેરબાન છે. રેલ કનેક્ટિવિટી અને યાત્રીઓની સુવિધામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. આ ક્રમમાં, બિહારથી ૧૭ સપ્ટેમ્બરથી ચાર નવી ટ્રેનો શરૃ થઈ રહી છે. તેમાં જોગબની-દાનાપુર વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ, સહરસા-ચેહરતા (અમૃતસર) વચ્ચેની અમૃત ભારત એક્સપ્રેસ, જોગબની-ઈરોડ અમૃત ભારત એક્સપ્રેસ અને કટિહાર-સિલીગુડી એક્સપ્રેસનો સમાવેશ થાય છે.

૧૭ રે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ પણ છે.

દાનાપુર અને જોગબની વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું સંચાલન ૧૭ સપ્ટેમ્બરથી શરૃ થશે. આ ટ્રેન અઠવાડિયામાં છ દિવસ ચાલશે. દાનાપુરથી ચાલનારી ટ્રેન મંગળવારે છોડીને બાકીના તમામ દિવસો ચાલશે, જ્યારે ફોર્બિસગંજથી ચાલનારી ટ્રેન બુધવારે છોડીને અઠવાડિયામાં છ દિવસ ચાલશે.

ટ્રેન નંબર ૨૬૩૦૨ – દાનાપુર-જોગબની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ૧૭ સપ્ટેમ્બરથી દાનાપુરથી સાંજે ૫:૧૦ વાગે ઉપડીને આ સ્ટેશન પર હાજીપુર – ૬:૦૫ વાગે, મુઝફ્ફરપુર – ૬:૫૦ વાગે, સમસ્તીપુર – ૭:૪૩ વાગે, હસનપુર રોડ – ૮:૨૩ વાગે, સલૌના – ૮:૩૮ વાગે, ખગડિયા – ૯:૦૦ વાગે, સહરસા – ૯:૫૫ વાગે, દૌરમ મધેપુરા – ૧૦:૨૩ વાગે, બનમનખી – ૧૧:૦૦ વાગે, પૂર્ણિયા – ૧૧:૪૦ વાગે, અરરિયા કોર્ટ – રાત્રે ૧૨:૧૮ વાગે, ફોર્બિસગંજ – ૧૨:૪૮ વાગે, જોગબની – રાત્રે ૧:૨૦ વાગે પહોંચશે.

આ ૮ કોચની વંદે ભારત ટ્રેન કુલ ૪૫૩ કિમીનું અંતર લગભગ ૮ કલાક ૧૦ મિનિટમાં પૂરુ કરશે. ટ્રેન નંબર ૨૬૩૦૧ – જોગબની-દાનાપુર વંદે ભારત એક્સપ્રેસ આ ટ્રેન ૧૮ સપ્ટેમ્બરથી જોગબનીથી બપોરે ૩:૨૫ વાગ્યે નીકળશે અને સ્ટેશનો પર આ મુજબ રોકાશે જેમાં ફોર્બિસગંજ – ૩:૩૫ વાગે, અરરિયા કોર્ટ – ૪:૦૦ વાગે, પૂર્ણિયા – ૪:૫૦ વાગે, બનમનખી – ૫:૨૬ વાગે, દૌરમ મધેપુરા – ૫:૫૩ વાગે, સહરસા – ૬:૨૦ વાગે, ખગડિયા – ૭:૧૩ વાગે, સલૌના – ૭:૩૩ વાગે, હસનપુર રોડ – ૭:૪૮ વાગે, સમસ્તીપુર – ૮:૨૩ વાગે, મુઝફ્ફરપુર – ૯:૦૦ વાગે, હાજીપુર – ૯:૪૫ વાગે, દાનાપુર – રાત્રે ૧૧:૩૦ વાગે પહોંચશે

અન્ય ટ્રેનો

જોગબની-ઇરોડ અમૃત ભારત એક્સપ્રેસ

સહરસા-છેહરટા અમૃત ભારત એક્સપ્રેસ

કટિહાર-સિલિગુડી એક્સપ્રેસ

હાલમાં બિહારમાંથી ૧૩ વંદે ભારત ટ્રેનો ચાલે છે. જોગબની-દાનાપુર ટ્રેન શરૃ થયા બાદ આ સંખ્યા ૧૪ થઈ જશે. ૮ અમૃત ભારત ટ્રેનો હાલ કાર્યરત છે.

જોગબની-ઇરોડ અને સહરસા-છેહરટા શરૃ થયા બાદ આ સંખ્યા ૧૦ થઈ જશે.

આ ઉપરાંત, જયનગર-પટના વચ્ચે ૧ નમો ભારત ટ્રેન પણ ચાલી રહી છે.

(8:26 PM IST)