હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 17th September 2025
ઉત્તરાખંડમાં અચાનક વાદળ ફાટવા અને ભૂસ્ખલનના કારણે 50થી વધુ ગુજરાતી પ્રવાસીઓ સહિત ઘણા લોકો ફસાયા
દેહરાદૂન અને આસપાસના વિસ્તારોમાં અનેક રસ્તાઓ પર માટી ધસી પડી જેના કારણે વાહનવ્યવહાર ઠપ્પ

ઉત્તરાખંડમાં થયેલા અચાનક વાદળ ફાટવા અને ભૂસ્ખલનની ઘટનાને કારણે 50થી વધુ ગુજરાતી પ્રવાસીઓ સહિત ઘણા લોકો ફસાયા છે. આ દુર્ઘટનામાં દેહરાદૂન અને આસપાસના વિસ્તારોમાં અનેક રસ્તાઓ પર માટી ધસી પડી છે, જેના કારણે વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. ફસાયેલા ગુજરાતી પ્રવાસીઓએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને પોતાની આપવીતી જણાવી છે અને વહીવટી તંત્ર પાસે તાત્કાલિક મદદની અપીલ કરી છે. આ પ્રવાસીઓએ જણાવ્યું છે કે તેમને ખાવા-પીવાની અને રહેવાની પણ મુશ્કેલી પડી રહી છે, અને હોટેલોએ પણ ભાડામાં વધારો કરી દીધો છે. આ સંજોગોમાં, ગુજરાતી પ્રવાસીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
(9:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
