હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 17th September 2025
પૂ.મોરારીબાપુએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસે આશીર્વાદ સહ શુભેચ્છા પાઠવી
તમારું યોગમય , કર્મમય અને કૌશલ્યમય જીવન એટલે કે 'યોગ: કર્મસુ કૌશલમ' દરેકને પ્રેરણા-જ્ઞાન આપતું રહે, એવી મારી ભગવાનને પ્રાર્થના

રાજકોટ તા.૧૭ : આજે ભારતના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ છે. પૂ.મોરારીબાપુએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને આશીર્વાદ સહ શુભેચ્છા પાઠવી છે
પૂ.મોરારીબાપુએ જન્મદિવસ શુભેચ્છા સંદેશમાં જણાવ્યું છે કે,રામ...આદરણીય અને સફળ પ્રધાનમંત્રી આપણા નરેન્દ્રભાઈ મોદીજી, જય સિયારામ. પ્રણામ!
તમારા જન્મદિવસ પર ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ ! તમારું યોગમય જીવન, કર્મમય જીવન અને કૌશલ્યમય જીવન એટલે કે 'યોગ: કર્મસુ કૌશલમ' દરેકને પ્રેરણા અને જ્ઞાન આપતું રહે, એવી મારી ભગવાનને પ્રાર્થના છે.રામ સુમીરન સાથે પૂ.મોરારીબાપુ.જય સિયારામ.
(9:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
