હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM

બરેલી,તા.૧૭: ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લાના દેવરનિયા વિસ્તારના કમાલૂપુર ગામમાં એક એવી ઘટના ઘટી, જે ટીવી સિરિયલથી જરાયે કમ નથી. એક વ્યક્તિ પોતાની સાળી સાથે ભાગી ગયો, તો બીજી જ દિવસે તેનો સાળો તેની બહેનને લઈને ભાગી ગયો. પોલીસે મંગળવારે જણાવ્યું કે, બંને પરિવારો વચ્ચે આપસી સહમતિથી સમાધાન થઈ જવાને કારણે કોઈ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી નથી.
છ વર્ષથી પરણેલા અને બે બાળકોના પિતા કેશવ કુમાર (૨૮)એ ૨૩ ઓગસ્ટના રોજ પોતાની ૧૯ વર્ષીય સાળી કલ્પના સાથે ઘર છોડીને ભાગી ગયા. એક દિવસ બાદ કેશવની પત્નીનો ભાઈ રવીન્દ્ર (૨૨) કેશવની ૧૯ વર્ષીય બહેન સાથે ચૂપચાપ ઘરેથી નીકળી ગયો. આવી રીતે સતત બે ભાગવાની ઘટનાએ પરિવારને ચોંકાવી દીધો. તેમણે નવાબગંજ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી. નવાબગંજના એસએચઓ અરુણ કુમાર શ્રીવાસ્તવે જણાવ્યું કે, પોલીસે ૧૪ અને ૧૫ સપ્ટેમ્બરે બંને કપલને શોધી કાઢ્યા. ત્યાર બાદ બંને પરિવાર ચોકીએ મળ્યા.
પોલીસના જણાવ્યા અનુસાર, ટકરાવની જગ્યાએ શાંતિનો માર્ગ અપનાવ્યો અને બંને કપલ વચ્ચે સમાધાન થઈ ગયા. સમુદાયના વડીલોની હાજરીમાં પરિવારે કપલને એકલા છોડી દેવા પર સહમતિ વ્યક્ત કરી અને કાનૂની કાર્યવાહી નહીં કરવાનો નિર્ણય લીધો. જોકે હવે આ કેસ બંધ થઈ ગયો છે, પણ આખા વિસ્તારમાં આ ઘટનાની ચર્ચા થઈ રહી છે.(૪૦.૧૪)
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM