હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
નોર્થ કોરિયા...આઈસ્ક્રીમ -હૈમબર્ગર જેવા શબ્દો બોલવા પર પ્રતિબંધ
નોર્થ કોરિયાના તાનાશાહનું ફરમાનઃ વેસ્ટર્ન નહીં, દેશી નામ બોલવા પડશેઃ હેમબર્ગરને દાઝિન-ગોગી ગ્યોપ્પાંગ એટલે કે ડબલ બ્રેડ વિથ ગ્રાઉન્ડ બીફ કહેવું પડશે

પ્યોંગયાંગ,તા.૧૭: પ્યોંગયાંગમાંથી એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ-ઉને હવે સામાન્ય શબ્દો પર લગામ લગાવવાનું શરૂ કરી દીધું છે. તેમણે આઈસ્ક્રીમ, હેમબર્ગર અને કરાઓકે જેવા શબ્દોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દીધો છે. કારણ બતાવ્યું છે કે આ શબ્દ બહુ વધારે વેસ્ટર્ન છે અને દેશની સંસ્કૃતિ પર વિદેશી અસર પાડે છે. રિપોર્ટ્સ અનુસાર, નોર્થ કોરિયાના નવા બીચ-રિસોર્ટ વોનસનમાં કામ કરી રહેલા ટૂર ગાઈડ્સને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે તે વિદેશી અથવા સાઉથ કોરિયન શબ્દોનો ઉપયોગ ન કરે. તેમને સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલા ટ્રેનિંગ પ્રોગ્રામમાં સામેલ કર્યા છે. જ્યાં તેમને સત્તાવાર રીતે નારા અને સ્વીકૃત શબ્દોને યાદ કરવા પડી રહ્યા છે.
કિમ જોંગ-ઉનના ફરમાન બાદ હેમબર્ગરને દાઝિન-ગોગી ગ્યોપ્પાંગ એટલે કે ડબલ બ્રેડ વિથ ગ્રાઉન્ડ બીફ કહેવું પડશે. આઈસ્ક્રીમને એસેકિમો અને કરાઓકે મશીનને ઓન સ્ક્રીન અકંપનિમેંટ મશીન નામ આપ્યું છે. સરકારનું કહેવું છે કે આ બદલાવ નોર્થ કોરિયન શબ્દાવલીને પ્રોત્સાહન આપશે અને સાંસ્કૃતિક ઘૂસણખોરી રોકવા માટે છે.
આ કોઈ પહેલી વાર નથી, જ્યારે નોર્થ કોરિયાના અજીબ ફરમાનો દુનિયાના ધ્યાનમાં આવ્યા હોય. અહીં સામાન્ય વાત પર પણ કડક સજા આપવામાં આવે છે. હાલમાં જ સામે આવેલા એક રિપોર્ટે ખુલાસો કર્યો કે કેટલાય લોકોને વિદેશી ફિલ્મો અને ટીવી શો જોવા પર મોતની સજા આપવામાં આવી. એક મહિલા, જે ૨૦૨૩માં દેશમાંથી ભાગી ગઈ હતી, તેણે જણાવ્યું કે, તેની ત્રણ ફ્રેન્ડને ખાલી સાઉથ કોરિયન ડ્રામા જોવાના આરોપમાં જાહેરમાં મારી નાખી હતી.(૪૦.૧૩)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
