<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th September 2025

મોદીને ૭૫મી વર્ષગાંઠ વિશ કરવા દિલ્‍હીનાં બાળકોએ ૨૧ જુદી-જુદી ભાષાઓમાં ગીત ગાયું

નવી દિલ્‍હી,તા.૧૭: દિલ્‍હી સરકારનાં મુખ્‍ય પ્રધાન રેખા ગુપ્તાએ નરેન્‍દ્ર મોદીની ૭૫મી વર્ષગાંઠ નિમિત્તે ગઈ કાલે એક ખાસ ગીત લોન્‍ચ કર્યું હતું. શિક્ષણ વિભાગ દ્વારા તૈયાર કરાયેલું આ ગીત ‘નમો પ્રગતિ દિલ્‍હી, બાલ સ્‍વર સે રાષ્ટ્ર સ્‍વર તક' છે, જેમાં બાળકોએ ૨૧ અલગ-અલગ ભાષાઓમાં પોતાના અવાજ આપીને નરેન્‍દ્ર મોદીને વર્ષગાંઠની શુભેચ્‍છા પાઠવી છે.

ગીતના લોન્‍ચ પ્રસંગે રેખા ગુપ્તાએ કહ્યું હતું કે ‘નરેન્‍દ્ર મોદી વર્ષોથી દિલ્‍હી માટે જીવનરેખા તરીકે કામ કરી રહ્યા છે. આમ છતાં પાછલી સરકારોએ તેમને ફક્‍ત ટીકા અને ખોટા શબ્‍દોથી સંબોધ્‍યા હતા. આજે આપણી સરકાર તેમનો હૃદયપૂર્વક આભાર માને છે.'

રેખા ગુપ્તાએ સ્‍કૂલના સ્‍ટુડન્‍ટ્‍સનો પણ આભાર માન્‍યો અને કહ્યું, ‘હું વચન આપું છું કે તમારા કાર્ડ નરેન્‍દ્ર મોદી સુધી પહોંચી જશે. તેમને ચોક્કસપણે સારું લાગશે કે તમે તેમને આટલી બધી ભાષાઓમાં શુભેચ્‍છા પાઠવી છે.' 

(4:20 PM IST)