હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દિવસમાં પ્રેમિકા સાથે અને રાતે પત્ની સાથે રોમાન્સ કરતો
ડબલ શિફટમાં પ્રેમ કરતા પતિનો ભાંડો ફુટયોઃ બંને મહિલા ચોંકી ગઈ

અમરોહા,તા.૧૭: કહેવાય છે કે જ્યારે કોઈ માણસ પ્રેમમાં હોય છે, તો તેને બીજું કોઈ દેખાતું નથી. પણ આજે કળિયુગી જમાનામાં એવું કહેવું ખોટું હશે. દરરોજ પતિ-પત્ની અને વોના કિસ્સા સામે આવે છે. હવે કંઈક આવો જ કિસ્સો ઉત્તર પ્રદેશના અમરોહામાંથી સામે આવ્યો છે. અહીં એક શખ્સે પોતાની પત્ની હોવા છતાં પણ બીજી છોકરી સાથે લગ્ન કરી લીધા. એટલું જ નહીં બંનેએ સંબંધ પણ બાંધી રાખ્યા હતા. દિવસમાં ગર્લફ્રેન્ડ સાથે રહેતો હતો અને રાતમાં પત્ની સાથે. હવે આ મામલો ખુલ્યો તો બંને મહિલા ચોંકી ગઈ. તેને વિશ્વાસ નથી આવતો કે જે શખ્સ આટલા બધા પ્રેમમાં વાયદા કરતો હતો, હકીકતમાં તે એક દગાબાજ હતો. પછી તો ભારે હોબાળો પણ થયો.
આ મામલો ડિડૌલી કોતવાલી વિસ્તારના એક ગામનો છે. અહીંના એક શખ્સની ગર્લફ્રેન્ડ હતી, તે તેની સાથે જ લગ્ન કરવા માગતો હતો. પણ પરિવારે તેના બીજા લગ્ન બીજી છોકરી સાથે કરાવી દીધા. યુવકે પણ ખુશી ખુશી લગ્ન કરી લીધા. આ બાજુ યુવકે પોતાની પ્રેમિકાને ન કહ્યું કે તેના લગ્ન થઈ ચૂક્યા છે. તે સતત તેને વચન આપ્યા કરતો કે હું તારી સાથે લગ્ન કરીશ. આ બાજુ પત્ની સાથે પણ એક સારા પતિ હોવાનો નાટક કરતો રહેતો
આ શખ્સ એટલો ચાલાક હતો કે ગર્લફ્રેન્ડને ભાડાનું એક મકાન પણ અપાવી દીધું. દરરોજ તેને મળવા જતો હતો. પછી સાંજે પત્ની સાથે રહેવા આવી જતો. આમ આ રીતે આરામથી બે જિંદગી સાથે ખેલતો રહ્યો. પણ કહેવાય છે ને કે ખોટું ગમે તેટલું છૂપાવો પણ એક દિવસ તો સામે આવે જ છે. બસ પછી શું આ જ થયું.આ શખ્સ કોઈ કારણસર બે દિવસ ગર્લફ્રેન્ડ પાસે જઈ શક્યો નહીં.
તેનાથી યુવતી પરેશાન થઈ ગઈ, તેણે યુવકના ગામડે જવાનો નિર્ણય લીધો. ગર્લફ્રેન્ડ ગામડે પહોંચી તો તેના હોશ ઉડી ગયા. સામે યુવકની ઘરવાળી ઊભી હતી. પછી યુવકની બેવફાઈનો ભાંડાફોડ થયો. તેના પર યુવતીએ હોબાળો મચાવવાનું શરુ કરી દીધું. હાઈવોલ્ટેજ ડ્રામા શરુ થઈ ગયો. અહીં બોલાચાલી બાદ મારપીટ પણ શરુ થઈ ગઈ. આખું ગામ આ લડાઈ જોઈ રહ્યું હતું. પછી કોઈએ પોલીસને સૂચના આપી દીધી. પોલીસે ત્રણેયને ચોકીએ લઈ ગયા. જેમ તેમ કરી મામલો શાંત પાડ્યો. તેમને સમજાવીને ઘરે મોકલી દીધા.
આ બાજુ યુવક બંને સાથે રહેવાની વાત કહી રહ્યો છે, તેનું કહેવું છે કે તે બંનેના ખર્ચા ઉઠાવી લેશે. પણ પહેલી પત્ની કોઈ પણ હાલતમાં સૌતન રાખવા તૈયાર નથી. આમ આખા ગામમાં આ પ્રેમ કહાનીની ચર્ચા થઈ રહી છે. પોલીસનું કહેવું છે કે આ મામલે હજુ સુધી કોઈ ફરિયાદ મળી નથી.(૪૦.૪)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
