<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th September 2025

કોંગ્રેસને પટના હાઇકોર્ટની ફટકાર :પીએમ મોદીની માતાના AI વીડિયોને તમામ પ્લેટફોર્મ પરથી હટાવવા આદેશ આપ્યો

આ આદેશ પટના હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ પી.બી. બજંત્રીની કોર્ટે સુનાવણી દરમિયાન આપ્યો

પટના હાઈકોર્ટે વડા પ્રધાન મોદી અને તેમના સ્વર્ગસ્થ માતા હીરાબેન મોદીના ડીપફેક વીડિયો કેસમાં એક મોટો આદેશ આપ્યો છે. કોર્ટે તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી વિવાદાસ્પદ વીડિયો દૂર કરવાનો નિર્દેશ આપ્યો છે. પટના હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ પી.બી. બજંત્રીએ સુનાવણી દરમિયાન આ આદેશ આપ્યો હતો.

    કોંગ્રેસ પાર્ટી દ્વારા બનાવવામાં આવેલા એક AI-જનરેટેડ વિડીયોમાં, પીએમ મોદી સૂતા દેખાય છે જ્યારે તેમની માતા હીરાબેન આવે છે અને તેમને તેમના રાજકારણ માટે ઠપકો આપે છે. વિડીયોમાં, હીરાબેન કહે છે, "દીકરા, પહેલા તેં મને નોટબંધી માટે લાંબી લાઈનોમાં ઉભી રાખી હતી. હવે તું બિહારમાં મારા નામે રાજકારણ રમી રહ્યો છે. તું મારું અપમાન કરતા બેનરો અને પોસ્ટરો છાપી રહ્યો છે. રાજકારણના નામે તું કેટલો નીચો જઈશ?"

(1:09 PM IST)