તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈનું જીવન એટલે પ્રેરણા-પૂષ્પમ

વિશ્વભરમાં હજારો સાલથી જન્મદિવસની ઉજવણી મનાવવામાં આવે છે. સમય જતા ઉજવણીની પ્રણાલીકામાં પરિવર્તન થતા આવે છે. બાળક હોય કે વડીલો ચિરંજીવ ઉત્સુકતા સાથે જન્મદિવસની ઉજવણીના યાદગાર પ્રસંગમાં અનેક પ્રકારનો ઉદ્ેશ્ય પણ સમાયેલો હોય છે. પારિવારીક સંબંધોની ઓળખ મિત્રો સથે વિસરાયેલી વાતો અને મીઠી યાદો. નવી વાતો સાંભળો વિચારવાની અને વિકાસની તકો સાથે ઉંમર પ્રમાણે જીવન જીવવાની નવી શરૂઆત એટલે જન્મદિવસની ઉજવણી સાથે ઉત્સાહ આનંદ.
ઈશ્વરની રચના પ્રમાણે પૃથ્વી પર જન્મ ધારણ કરતા દરેક મનુષ્યને કોઈ ને કોઈ પ્રકારના ઉદ્ેશ્યથી કર્મ કરવા નિમિત બનેલા હોય છે. જન્મદિવસની ઉજવણી પણ અનેક પ્રકારે શરૂ કરતા હોય છે.
અનેક પ્રકારનું વ્યક્તિત્વ ધરાવતા મનુષ્યોમાં મહાન પ્રેરણાદાયી વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ નારો માં રાજા શ્રી નરેન્દ્રભાઈનો જન્મદિવસ ઉજવાય છે ત્યારે એક અવસર બની જાય છે. જે તા.૧૭ સપ્ટેમ્બરના આપનો જન્મદિવસ ભારત દેશમાં અને વિશ્વના દેશોમાં પણ યાદગાર દિવસ છે અને રહેશે. આપનુ એક વિશેષ વ્યક્તિત્વ સાથે પ્રેરણાદાયી જીવન આપ ‘‘વિશ્વપિતાની ફૂલવાડીના સુગંધી પુષ્પ'' આપ એક અનોખો ઈતિહાસ રચવા જઈ રહ્યા છો. આપશ્રીના જન્મદિવસની પુષ્પોથી શુભેચ્છા પાઠવીએ છીએ. અન સાક્ષીભાવ સાથે ગૌરવની લાગણી અનુભવીએ છીએ. આપ હંમેશા જીવનમાં સ્વસ્થ સંપન્ન રહી દિર્ઘાળુ રહો. દિર્ઘાપુરહો દિર્ઘાપુરહો..
ગુજરાતનું ગૌરવ આપ યશસ્વી નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદી આપ મનુષ્ય ‘હિરાબા' નો હીરો કોઠીનૂરમા ભારતીના મસ્તકના મુકુટમાં પઠાઈ ગયા. ધન્ય માતૃશ્રી ‘‘હીરાબા'' આપના સપૂતને માં ભારતીને સોંપી આપ ઈતિહાસમાં સ્થપાઈ ગયા કોટી કોટી પ્રણામ આપને- માં આપે શ્રી નરેન્દ્રભાઇને ગરબીમાં પણ આપના અમારા આશિર્વાદ અને સુંદર સંસ્કાર સીંચનથી પાલતા થકી ભારતમાં આઝાદીના ૫ વર્ષ પછી ફરી સૂખોનો સૂરજ ઉગાડવાના શ્રી નરેન્દ્રભાઇના સાક્ષર સ્વપ્ન આપ માતૃશ્રી ‘હિરાબા' ભાગીદાર બની રહ્યા. અમર રહશે આપનુ નામ.
શ્રી નરેન્દ્રભાઈ આપ પાવનકાળથી આધ્યાત્મક અને ઈશ્વરની અલૌકીક શક્તિમાં વિશ્વાસ ધરાવી અનેક તીર્થ સ્થાનોમાં જ્ઞાનને વરેલા છો સાથે દેશપ્રેમનો દિપક દિલમાં પણ જલતો રહેલ છે.
આપે યોવનકાળથી ગુજરાતમાં ભ્રમણ કરી સ્વામી શ્રી વિવેકાનંદના આદર્શ વિભારોને અપનાવીને કાર્ય કરતા. આપશ્રીએ યુવા અવસ્થામાં કુટુંબ અને ઘરનો ત્યાગ કરી સંપૂર્ણ સમર્પીત ભાવે આર.એસ.એસ.ની પાર્ટી સાથે અનેક પ્રકારના નાના મોટા કાર્ય કરતા આપનો દેશ સેવાનદ દૃઢ નિヘય ક્રાંતિ અને શાંતિ લાવવા સૂતરની જેમ કંતાવુ પડે સમજીને આપે કરેલ અનેક કઠીન કાર્યોના યાદગાર દિવસોને યાદ કરી અમે એક આશાભાવની લાગણી અનુભવીએ છીએ. તેનું અમોને ગૌરવ છે. આપ ગુજરાતનું ગૌરવ રહ્યા છો. જન્મદિવસની આપને શુભેચ્છા આપ ચિંરજીવી રહો.
આપશ્રીના રોમરોમમાં દેશભક્તિનું લોહી વહે છે. ‘‘આપ સત્યાગ્રહનો સાથ અને પવિત્રતાનુ પાણી સાથે સંયમનું ભાથું લઈને રાષ્ટ્ર સેવામાં સમર્પીત થયા પછી આપ નરેન્દ્ર નથી વળ્યા પાછા''
ગુજરાતનું મુખ્યમંત્રીનું પદ શોભાવ્યા પછી ભારત દેશમાં બી.જે.પી.માં હંમેશા કાર્યરત રહેતા હાલમાં ત્રીજી વખત પી.એમ. શ્રી ના પદ ઉપર આપ બિરાજમાન છો આપ શ્રી કાદવમાં કમળ ખીલાવવાની શક્તિ ધરાવો છો. આપના જીવનથી એક એક ક્ષણ દેશ સેવાના કાર્યમાં સમર્પીત કરી રહ્યાં છો. આપ ફરિસ્તા સ્વરૂપે પ્રેમ અને શાંતિ કૃત બની ફરી રહ્યાં છો. આપ દિર્ઘદ્રષ્ટિ અને યુગ પરિવર્તક છો નયા ભારત નો ઈતિહાસ રચી વિશ્વને વિસ્તૃત કરવા સમર્થ રહ્યાં છો. આપ વિશ્વનો ભારતના સાંસ્કૃતિ વારસાના દિવ્ય દર્શન કરાવ્યા. દેશને એક વિકસીત દેશ બનાવી અનોખી ઓળખથી વિશ્વમાં ભારતનું અને ભારતીય લોકોનું ગૌરવ વધારી આત્મનિર્ભર દેશ બનાવવાના પથ પર પ્રયાણ કરી રહ્યા છો. આપના શુભ કાર્યોની આજના શુભ દિવસે શુભેચ્છા શુભેચ્છા શુભેચ્છા.
આપ ભારત દેશવાસીઓ માટે રોટી, કપડા, મકાન જેવી અનેક સંપૂર્ણ સુવિધા આપીને ગરીબી હટાવવા તત્પર રહ્યા છો. શિક્ષણના દરેક ક્ષેત્રમાં આપે હરણ ફાળભરી અનેક નવી યોજના દ્વારા રોજગારીની તકો આપીને લોકોની સુખ સમૃધ્ધિમાં ખુશાલી લાવ્યા છો. આપ સ્ત્રી શક્તિના પૂજનીય છો. બહેન, બેટી માટે અને સિનિયર સીટીજનોને પણ અનેક યોજનાથી આનંદીત કરી રહ્યા છો. આપ આકાશે પાતાળે પહોંચી એક વિકાસ દેશના દર્શન કરાવવા સક્ષમ રહ્યા છો દેશના સૈનિકોની સેવાને હંમેશા બિરદાવી સૈનિકોનું શાન-બાન વધારી રહ્યાં છો.
આપે ઓપરેશન સિંદુર બતાવી દુનિયાને ચકિત કરી દીધી છે. સૂંદરનિચક્ર મિસાઈલ બનાવી આપે ‘‘સ્વદર્શન'' કરાવ્યું. અભિનંદન આપીને ખૂબ ખૂબ અભીનંદન- વિકાસ લક્ષી વિચારોને અને કાર્યને અભિનંદન
આપ પર્યાવરણના પૂજક છો અનેક જીવોના આપ રક્ષક છો આપે અયોધ્યાના રામને રીઝવીયા અને રાવલ જેવા આતંકવાદીઓનો વિનાશ કરી દેશની પરંપરાગત સંસ્કૃતિ અને સંસ્કારોને ઉજાગર કરી દુનિયાને ધાર્મિક અને આધ્યાત્મિકના દર્શન કરાવો છો. ‘‘આપને દેશ નેતા નહિં પણ દેશ સેવક બતાવી ઉચ્ચ આદર્શના દર્શન કરાવો છો. આપમાં રહેલ અનેક સુંદર વિચારો અને ગુણોથી વિશ્વમાં પ્રિયનેતા સ્થપાયા છો. જન્મદિવસની શુભેચ્છા અમર રહો આપનું નામ અમર રહો અમર રહો.
ભારતદેશ અને ભારતવાસી ભાગ્યશાળી છે કે ભાગ્યવાન નેતા શ્રી નરેન્દ્રમોદીજી આપ અમોને મળ્યા છો આપના મહામંત્રના શબ્દો હંમેશા કાનમાં ગુંજતા રહે છે. આપ હંમેશા આપના વિચારો વાણી અને વર્તનને પ્રત્યક્ષ કરી ભારત દેશના લીડર બની આપે અમોને નિડર બનાવી દિધા છે. આપશ્રી ભારતદેશની દશા બદલી અને નવી દિશા બતાવી દેશને વિશ્વના મહાન દેશોમાં સ્થાન અપાવી રહ્યા છો. આપ અનેક સમસ્યાઓનો સામનો કરીને પણ અડગ ઉભા રહેવા શક્તિમાન છો પાકિસ્તાનની પુછડી વાંકી ડોલે છતાં મોદીજી ની છપ્પનની છાતી નીડરતા થી આપે જવાબ ‘‘મેરે લીયે મેરા રાષ્ટ્ર સર્વોપતિ હૈ મેં મરુંગા લેકીન દેશ કો નહીં મરને દૂંગા. મેરા લહું કા એક એક કણ દેશ કે લીયે બહા દુંગા'' ભષ્ટ્રાચારકો મિટાઉંગા મેં નહીં ખાઉંગા ઔર નહીં ખાને દુંગા''
પ્રેરણાદાયી વચનો મોદીજી આપના વિશ્વાસ સાથે બે હાથ જોડી માંગ સહુનો સાથ યશસ્વી શ્રી નરેન્દ્રભાઈને જન્મદિવસની શુભેચ્છામાં વચનોના ફુલોથી વધાવીએ. સહુ એક બની બહીએ થાશે કાર્ય અનેક.
ઈતિહાસ શાક્ષિએ ભારત દેશમાંઢ અનેક વાર યુધ્ધ થયા છે. અને અનેક લોકોએ દેશને લુંટયો છે. દેશ જુદા જુદા ભાગમાં વહેંચાયેલા હોવાથી એકતાના અભાવે અંગ્રેજોએ રાજ્ય કરી લૂંટી અને પરાધીન કરી ગયા હતા આપણી ભૂલોથીએ સમયે કોહીનૂર જેવો મણી આપણે ગુમાવી બેઠા છીએ. આઝાદીના ૭૫ વર્ષ પછી મુળવેલ માતૃશ્રી હિરાબાનો કોહીનૂરને ગુમાવવાની ફરી ભુલ કરીશું તો ભાવી પેઢી આપ સહુને માટે નહી જ કરે. યશસ્વી નરેન્દ્રભાઈ જેવા નેતા થયા નથી અને પછી મળશે નહીં, આજે આપના જન્મ દિવસે અમારા કોટી કોટી પ્રણામ ‘‘ઈશ્વર આપો અમર કીર્તી ભારતના આ સપૂતને શુભેચ્છા શૂભેચ્છા શૂભેચ્છા...'(૪૦.૨૨)
સંકલન
મૃદુલા એમ.ઠક્કર
ફોન.૦૨૮૧ ૨૨૨૪૮૪૮
રાજકોટ









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
