<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th September 2025

ખૂંખાર માઓવાદી સંગઠને ૪૦ વર્ષે હથિયાર હેઠા મૂક્યા છેલ્લા ૧૮ મહિનામાં ૫૦૦ ઠાર, ૨૦૦૦ નક્સલીઓનું સરેન્ડર

સરકારની આત્મસમર્પણ નીતિ અને સુરક્ષા દળોના સતત દબાણને કારણે આ મોટી સફળતા મળી

નવી દિલ્હી: દેશમાં નક્સલવાદ અને માઓવાદ સામે ચાલી રહેલી ઝુંબેશને મોટી સફળતા મળી છે. છેલ્લા ૪૦ વર્ષથી સક્રિય રહેલા એક ખૂંખાર માઓવાદી સંગઠને હથિયાર છોડી દીધા છે. પોલીસના જણાવ્યા અનુસાર, છેલ્લા ૧૮ મહિનામાં ૫૦૦ થી વધુ ઠાર  થયા અને હથિયારો સાથે ૨૦૦૦ જેટલા નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે. સરકારની આત્મસમર્પણ નીતિ અને સુરક્ષા દળોના સતત દબાણને કારણે આ મોટી સફળતા મળી છે.

(8:10 PM IST)