હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM

નવી દિલ્હી : સતત નવા રેકોર્ડ બનાવ્યા બાદ સોનાના ભાવમાં હવે ઘટાડો થયો છે. ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર, બુધવારે સોનાનો ભાવ ₹1,300 ઘટીને ₹1,13,800 પ્રતિ 10 ગ્રામ થયો હતો. કોમોડિટી વેપારીઓનું કહેવું છે કે, સોનાના ભાવમાં ઘટાડા પાછળ ટોચના સ્તરે રોકાણકારો દ્વારા કરવામાં આવેલ નફાનું બુકિંગ છે. સોનાના રોકાણકારો હાલમાં યુએસ ફેડની બેઠકમાં થનારા 'રેટ કટ'ને લઈને સાવચેત છે.
સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર, 99.9 ટકા શુદ્ધતાવાળા સોનાની જેમ જ 99.5 ટકા શુદ્ધતાવાળા સોનાનો ભાવ પણ 1300 રૂપિયા ઘટીને 1,13,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે. મંગળવારે સોનાના ભાવમાં 1800 રૂપિયાનો ઉછાળો આવ્યો હતો, જે 1,15,100 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ઓલ ટાઇમ હાઇ પર પહોંચી ગયો હતો.
સોનાની જેમ ચાંદીના ભાવ પણ બુધવારે ₹1,670 ઘટીને ₹1,31,200 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયા હતા. મંગળવારે અગાઉ ચાંદીના ભાવ ₹570 વધીને ₹1,32,870 પ્રતિ કિલોગ્રામના ઓલ ટાઇમ હાઇ લેવલે પહોંચ્યા હતા.
LKP સિક્યોરિટીઝના કોમોડિટી અને કરન્સી રિસર્ચ એનાલિસ્ટ જતીન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આગામી ફેડરલ રિઝર્વ બેઠકમાં 'રેટ કટ'ની અપેક્ષા છે. આને ધ્યાનમાં રાખીને, સોના અને ચાંદીના રોકાણકારોએ ઉચ્ચ સ્તરે નફો બુક કર્યો છે
કોટક સિક્યોરિટીઝના કોમોડિટી રિસર્ચના AVP કૈનાત ચૈનવાલા કહે છે કે, રોકાણકારો હવે યુએસ ફેડરલ રિઝર્વ બેઠક પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. જો ફેડ બેઠકમાં વ્યાજ દર બદલાય છે, તો રોકાણકારોએ તે મુજબ એડજસ્ટમેન્ટ કરવું પડશે.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM