<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th September 2025

મુંબઈથી વલસાડ તરફ જતી એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં પાલઘર રેલવે સ્ટેશન નજીક અચાનક આગ ફાટી નીકળી

પૂરપાટ ઝડપે દોડતી ટ્રેનમાં આગ લાગતા મુસાફરોના જીવ અધ્ધર થઈ ગયા: ટ્રેનને થોભાવીને એન્જિનને બોગીઓથી અલગ કરી દેવાયુ

 

મુંબઈથી વલસાડ તરફ જઈ રહેલી એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં મહારાષ્ટ્રના પાલઘર રેલવે સ્ટેશન નજીક અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. પૂરપાટ ઝડપે દોડતી ટ્રેનમાં આગ લાગતા મુસાફરોના જીવ અધ્ધર થઈ ગયા હતા. જોકે, તાત્કાલિક ટ્રેનને થોભાવીને એન્જિનને બોગીઓથી અલગ કરી દેવામાં આવ્યું હતું. આ ઘટનાને કારણે રેલ વ્યવહારને પણ અસર થઈ છે. રેલવે વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. સદનસીબે, કોઈ જાનહાનિ થઈ નથી  

(12:36 AM IST)