ઓગસ્ટમાં બેરોજગારીનો દર ઘટીને ૫.૧%: ચાર મહિનામાં સૌથી નીચો
ગ્રામીણ-શહેરી રોજગારમાં સુધારો

નવી દિલ્હી તા.૧૮: ઓગસ્ટમાં શ્રમ બજારની ગતિ સકારાત્મક રહી. બેરોજગારીનો દર સતત બીજા મહિને ઘટીને ૫.૧ ટકાના ચાર મહિનાના નીચલા સ્તરે પહોંચ્યો, જે જુલાઈમાં ૫.૨ ટકા હતો. આ આંકડા ચાલુ વાવણી વચ્ચે આવ્યા છે.
સોમવારે રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય (NSO) દ્વારા જાહેર કરાયેલ માસિક પીરિયડિક લેબર ફોર્સ સર્વે (PLFS) ના ડેટા અનુસાર, ગ્રામીણ વિસ્તારો માટે વર્તમાન સાપ્તાહિક સ્થિતિ (CWS) ના આધારે, ૧૫ વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકો માટે એકંદર બેરોજગારીનો દર ઓગસ્ટમાં વધુ ઘટીને ૪.૩ ટકા થયો, જે ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીનો સૌથી નીચો સ્તર છે. શહેરી વિસ્તારોમાં, ઓગસ્ટમાં તે ઘટીને ૬.૭ ટકા થયો, જે જુલાઈમાં ૭.૨ ટકા હતો.
ડેટા વધુમાં દર્શાવે છે કે મહિના દરમિયાન પુરુષોમાં બેરોજગારીનો દર ઘટીને ૫ ટકા થયો છે, જ્યારેસ્ત્રીઓમાં બેરોજગારીનો દર ૫.૨ ટકા રહ્યો છે. ઘ્ષ્લ્ માં પ્રવૃત્તિની સ્થિતિ સર્વેક્ષણ તારીખ પહેલાના સાત દિવસના સંદર્ભ સમયગાળાના આધારે નક્કી કરવામાં આવે છે. આ હેઠળ, જો કોઈ વ્યક્તિએ સંદર્ભ અઠવાડિયા દરમિયાન કોઈપણ દિવસે એક કલાક પણ કામ ન કર્યું હોય, અને અઠવાડિયા દરમિયાન કોઈપણ દિવસે ઓછામાં ઓછો એક કલાક કામ માંગ્યું હોય અથવા કામ માટે ઉપલબ્ધ હોય તો તેને અઠવાડિયા દરમિયાન બેરોજગાર ગણવામાં આવે છે.
જોકે, શ્રમ બળ ભાગીદારી દર (LFPR), જે કામ કરતા અથવા કામ શોધતા લોકોની સંખ્યાને માપે છે, તે ઓગસ્ટમાં વધીને ૫૫ ટકા થયો છે જે જુલાઈમાં ૫૪.૯ ટકા હતો. ગ્રામીણ વિસ્તારોમાં આ આંકડો વધીને ૫૭ ટકા થયો છે, જ્યારે શહેરી વિસ્તારોમાં તે ૫૦.૮ ટકા હતો, જે પાછલા મહિનામાં અનુક્રમે ૫૬.૯ ટકા અને ૫૦.૭ ટકા હતો.
૧૫ થી ૨૯ વર્ષની વય જૂથના લોકોમાં બેરોજગારીનો દર ૧૪.૯ ટકાથી ઘટીને ૧૪.૬ ટકા થયો છે. આ વય જૂથની મહિલાઓ માટે બેરોજગારી દર ૧૭.૮ ટકા છે જ્યારે પુરુષોનો બેરોજગારી દર ૧૩.૫ ટકા છે. આ વય જૂથના આંકડા મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે આ સામાન્ય રીતે પહેલી વાર નોકરી બજારમાં પ્રવેશતા લોકો હોય છે અને આ શ્રમ બજારમાં તેજી દર્શાવે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
