હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જીએસટીના દર ઘટયા પછી પ્રોડક્ટની કિંમત વધારવાનો ઉત્પાદકોનો ખેલ
ચૂંટણી પૂર્વે ચીજવસ્તુઓ સસ્તી કરવા સરકારની મથામણ ૨૨મી સપ્ટેમ્બર પહેલા જ સિમેન્ટ કંપનીઓએ થેલીની કિંમતમાં રૂા. ૩૦નો વધારો કરી દીધો એમઆરપી નિયંત્રિત કરવાની સરકાર પાસે કોઈ જ સત્તા ન હોવાથી લાભ ઊઠાવાયો

મુંબઇ તા.૧૮: સિમેન્ટ કંપનીઓએ તેમની ૫૦ કિલોની વેલીડીઠ સિમેન્ટના ભાવમાં છેલ્લા પંદરેક દિવસમાં જ રૂા. ૩૦નો વધારો કરી દીધો છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના દરમાં કરવામાં આવેલા ઘટાડાને કારણે મળનારો લાભ આ સાથે જ ધોવાઈ ગયો છે. પરિણામે સિમેન્ટ પુરતું જીએસટી ૨૮ ટકાથી ઘટીને ૧૮ ટકા થવાને કારણે સિમેન્ટની કિંમતમાં ઘટાડો થવાના અને તેને કારણે મિલકતો સસ્તી થવાના આમઆદમીઓના સપનાઓ રોળાઈ રહ્યા છે. તેને કારણે પ્રોપર્ટીના ભાવ થોડા નીચા આવવાની શક્યતા પર પણ પાણી ફરી વળ્યું છે.
બાંધકામ ઉદ્યોગના એક અગ્રણીનું કહેવું છે કે સિમેન્ટ કંપનીઓ કોઈપણ કારણ વિના ચોમાસું જાય ત્યારે ભાવવધારો ઝીંકી જ દે છે. આ સંજોગમાં સિમેન્ટ કંપનીઓની ભાવ વધારાની ટેન્ડન્સી પર નિયંત્રણ રાખતી કોઈ સત્તા ઊભી કરવી જરુરી બની ગઈ છે. ભૂતકાળમાં ગુજરાતની એક સિમેન્ટ કંપનીને ગેરકાયદેસર ભાવ વધારો કરી દેવા બદલ રૂા. ૪૦૦૦ કરોડની આસપાસનો દંડ પણ કરવામાં આવ્યો હતો. સિમેન્ટ કંપનીઓ મનફાવે તે રીતે ભાવ વધારો ન કરી શકે તે માટે તેમના પર અંકુશ રાખવા બિલ્ડરો પર નિયંત્રણ રાખતી રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી-રેરા જેવી સત્તા ઊભી કરવાની પણ બિલ્ડર લોબી તરફથી માગણી કરવામાં આવી રહી છે.
સિમેન્ટની માફક જ એરકન્ડિસનરનું ઉત્પાદન કરતી કંપનીઓએ એરકન્ડિસનર્સના પૂરજાઓ પરનો જીએસટી વધ્યો હોવાથી સંપૂર્ણ એરકન્ડિશનરના જીએસટીના દર પટયા હોવા છતાંય તેના દરમાં જીએસટીની ઘટેલી ટકાવારીના સમપ્રમાણમાં ઘટાડો કરવો કઠિન હોવાનો નિર્દેશ ઈલેક્ટ્રોનિક્સ આઈટેમ્સના વેપારીઓને આપી દીધી હોવાનું જણવા મળી રહ્યું છે, જોકે તેનો ચોક્કસ અંદાજ ૨૨મી સપ્ટેમબર પહેલા એરકન્ડિશનર બનાવતી કંપનીઓ દ્વારા તેના ડીલરો અને વેપારીઓને લખાતા પત્ર પર વાસ્તવમાં કેટલો ભાવ ઘટાડા આવશે તે સ્પષ્ટ થશે, એમ રીલીફ રોડના વેપારીઓના એસોસિયેશનના અગ્રણીઓનું કહેવું છે.
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના ચારમાંથી બે સ્લેબ કરીને અંદાજે ૩૫૧ જેટલી આઈટેમ્સ પરના જીએસટીના દરમાં ઘટાડો કરનાર એક તરફ ભાવ ઘટાડાનો લાભઆપવા માટે મેન્યુફેક્ચરર્સ પર દબાલ વધારી રહી છે ત્યારે મેન્યુફેક્ચરર્સે તેના ભાવમાં ૨૨ મી સપ્ટેમ્બર પહેલા જ વધારો કરી દેવાનો ખેલ ચાલુ કરી દીધો છે. સરકાર જીએસટીના ઘટાડાનો લાભઆપવાની મેન્યુફેક્ચરર્સને ફરજ પાડી શકે છે. આ સંદર્ભમાં સરકારના આદેશનું પાલન ન કરે તો તેની સામે ગેરકાયદેસર નફો કરવાનો અને જીએસટીના ઘટાડાનો લાબ લોકો સુધી ન પહોંચાડવા બદલ એન્ટિપ્રોફિટિયરિંગના પગલાં લઈ શકે છે. પરંતુ પ્રોડક્ટ્સની મહત્તમ છૂટક કિંમતમાં વધારો કે ઘટાડો કરવા પર સરકારનો કઓઈ જ અંકુશ નહિ. કંપનીઓ તેમના પ્રોડક્ટ્સની કિંમતમાં છૂટક વેચાણ કિંમતમાં કાચા માલના ભાવમાં વધારો થયો હોવાના કે અન્ય કારણોસર વધારો કરી શકે છે. આ વધારો કરતાં સરકાર પણ તેમને રોકી શકે તેમ નથી. તેનો લાભ કંપનીઓએ ઊઠાવવા માંડયો હોવાનો નિર્દેશ મળી રહ્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
