<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th September 2025

ACના ભાવ ધડામ થયાઃ લોકો કરી રહ્યા છે ધડાધડ એડવાન્‍સ બુકિંગ

એસી પર ટેક્‍સ ૨૮ ટકાથી ઘટાડીને ૧૮ ટકાઃ ગ્રાહકોને ડાયરેક્‍ટ મોટી બચત

નવી દિલ્‍હી,તા.૧૮: એર કંડિશનર બનાવતી કંપનીઓ અને ડીલરો માટે ફેસ્‍ટિવ સીઝન સમય પહેલા જ શરૂ થઈ ગયો છે. આગામી અઠવાડિયાથી લાગુ થનારા જીએસટીના નવા દર બાદ કંપનીઓએ એસીની એડવાન્‍સ બુકિંગ શરૂ કરી દીધું છે. હકીકતમાં જોઈએ તો, એસી પર ટેક્‍સ ૨૮ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરી દીધો છે. જેનાથી ગ્રાહકોને ડાયરેક્‍ટ મોટી બચત થશે.

 કંપનીઓએ દાવો કર્યો છે કે તે ટેક્‍સ કપાતનો પૂરેપૂરો લાભ ગ્રાહકો સુધી પહોંચાડી રહ્યા છે. મોડલના હિસાબથી એક એસી પર ગ્રાહકને ૪૦૦૦ રૂપિયા સુધીની બચત થશે. આ જ કારણ છે કે ડીલરો પાસે બુકિંગ વધી ગયું છે અને લોકો ૨૨ સપ્‍ટેમ્‍બરથી શરૂ થનારા નવા બિલિંગ સ્‍લેબની રાહ જોઈ રહ્યા છે.

આવી સ્‍થિતિમાં, શું ડ્રાય મોડ કામ નહીં કરે? યાદ રાખો કે વીજળી બચાવવા માટે દર વખતે ડ્રાય મોડનો ઉપયોગ કરવો યોગ્‍ય નથી. તેથી જો દિવસનું તાપમાન ૩૫ઓઘ્‍ થી ઉપર હોય, તો ફક્‍ત કૂલ મોડનો ઉપયોગ કરો કારણ કે ડ્રાય મોડ સારી ઠંડક આપી શકશે નહીં, અને તમને ઠંડકનો અનુભવ થશે નહીં.

નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્‍યક્ષતામાં આ મહિને થયેલી જીએસટી પરિષદની બેઠકમાં ચાર ટેક્‍સ સ્‍લેબની જગ્‍યાએ હવે ખાલી બે સ્‍લેબ રાખવાનો નિર્ણય લીધો છે. એટલે કે હવે ૫ અને ૧૮ ટકા દર લાગુ થશે. જે અંતર્ગત ટીવી અને એસી જેવા કન્‍ઝ્‍યુમર ગુડ્‍સ પર ટેક્‍સ ઓછો કરી દીધો છે. નવા દર ૨૨ સપ્‍ટેમ્‍બરથી લાગુ થશે, ઠીક નવરાત્રિના પહેલા દિવસથી.

બ્‍લૂ સ્‍ટારના એમડી બી ત્‍યાગરાજને જણાવ્‍યું કે, ગ્રાહકો તરફથી શાનદાર રિસ્‍પોન્‍સ મળી રહ્યો છે. ડીલર બુકિંગ લઈ રહ્યા છે અને નવા દરને લાગુ થતાં જ બિલિંગ કરશે. તો વળી હાયરે ખાલી એક રૂપિયાના ટોકન પર બુકિંગ શરૂ કરી દીધા છે. કંપની ઇન્‍સ્‍ટોલેશન ફ્રી, પાંચ વર્ષની વોરન્‍ટી, ગેસ ચાર્જિંગ અને સરળ હપ્તા જેવી ઓફર પણ આપી રહ્યા છે.

હાયરે પોતાના અમુક મોડલ્‍સની કિંમત પણ ઘટાડી દીધી છે. ૧.૬ ટનના ૫ સ્‍ટાર એસી પર ૩૯૦૫ રૂપિયા અને ૧ ટન ૩ સ્‍ટાર એસી પર ૨૫૭૭ રૂપિયા સુધીનો કાપ મૂકી દીધો છે. કંપનીએ જણાવ્‍યું કે બુકિંગ ૧૦ સપ્‍ટેમ્‍બરથી ૨૧ સપ્‍ટેમ્‍બર સુધી થશે અને ખરીદી ૨૨થી ૩૦ સપ્‍ટેમ્‍બરની વચ્‍ચે કરવામાં આવશે.

ગોદરેજ અપ્‍લાયન્‍સેઝે કહ્યું કે, હાલમાં કંપની સ્‍તર પર બુકિંગ નથી થઈ રહ્યા, પણ ડીલર પોતાના સ્‍તર પર એડવાન્‍સ બુકિંગ કરી રહ્યા છે. કંપની તરફથી નવી એમઆરપી સ્‍ટિકર લગાવવાનું કામ શરૂ થઈ ગયું છે, જે ૨૨ સપ્‍ટેમ્‍બરથી લાગુ થશે.

ઇન્‍ડસ્‍ટ્રી એક્‍સપર્ટ્‍સ માને છે કે જીએસટીના દરમાં કાપ યોગ્‍ય સમય પર લેવાયેલો નિર્ણય છે. ફેસ્‍ટિવ સીઝનની ઠીક પહેલા કિંમતો ઘટવાથી ગ્રાહકોનો ઉત્‍સાહ વધશે અને સેલ્‍સમાં પણ વધારો થશે. વાજબી ભાવ અને આકર્ષક ઓફર્સના કારણે એસી માર્કેટમાં આ વખતે રેકોર્ડ ડિમાન્‍ડ જોવા મળી શકે છે.(૪૦.૯)

(10:21 AM IST)