<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th September 2025

બદ્રીનાથ હાઇવે પર દુર્ઘટના : ભૂસ્ખલનથી અફરાતફરી મચી:ભાજપના સાંસદ અનિલ બાલુની માંડ માંડ બચ્યા

અનિલ બાલુનીએ ટ્વિટ કર્યું હતું કે, "આ વર્ષે ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી ઊંડા ઘા થયા છે જેને રૂઝવામાં ઘણો સમય લાગશે

ઉત્તરાખંડના ગઢવાલના ભાજપ સાંસદ અને પાર્ટીના રાષ્ટ્રીય મીડિયા વડા અનિલ બલુની બુધવારે આપત્તિગ્રસ્ત વિસ્તારોના પ્રવાસે હતા. તેઓ ચમોલી અને રુદ્રપ્રયાગમાં ભૂસ્ખલનથી પ્રભાવિત વિસ્તારોનું નિરીક્ષણ કરીને ઋષિકેશ પરત ફરી રહ્યા હતા. તેમનો કાફલો દેવપ્રયાગ નજીક બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પહોંચ્યો ત્યારે અચાનક ભૂસ્ખલન થયું અને થોડીવારમાં જ પર્વતનો મોટો ભાગ રસ્તા પર ધસી પડ્યો.

   સાંસદ બાલુનીને ખતરો સમજાતા જ તેમણે તાત્કાલિક વાહન રોક્યું, પોતે નીચે ઉતર્યા અને પાછળના વાહનોને ચેતવણી આપી. જોકે, પર્વત એટલી ઝડપથી તૂટી પડ્યો કે પરિસ્થિતિ ભયાનક બની ગઈ. પરિસ્થિતિની ગંભીરતા જોઈને, અનિલ બાલુનીને ઝડપથી પાછળ હટવું પડ્યું. સદનસીબે, તેમનો કાફલો સમયસર રોકાઈ ગયો, અને બધા સુરક્ષિત રીતે બચી ગયા.

   અકસ્માતના લગભગ 16 મિનિટ પછી, અનિલ બાલુનીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી. તેમણે લખ્યું, "આ વર્ષે ઉત્તરાખંડમાં થયેલા ભારે વરસાદ અને ભૂસ્ખલનથી ઊંડા ઘા થયા છે જેને રૂઝાવવામાં ઘણો સમય લાગશે. ગઈકાલે સાંજે આપત્તિગ્રસ્ત વિસ્તારમાં ભૂસ્ખલનનું ભયાનક દ્રશ્ય હું તમારી સાથે શેર કરી રહ્યો છું. આ દ્રશ્ય પોતે જ તમને જણાવે છે કે આપણું ઉત્તરાખંડ હાલમાં કેટલી ગંભીર કુદરતી આફતનો સામનો કરી રહ્યું છે."

બાલુનીએ રાજ્યના લોકોના સલામત જીવન, સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ માટે બાબા કેદારનાથને પ્રાર્થના કરી. તેમણે આ આફતની ઘડીમાં રાહત અને બચાવ કામગીરીમાં સતત રોકાયેલા અધિકારીઓ, NDRF-SDRF કર્મચારીઓ અને કાટમાળ દૂર કરનારાઓની પણ પ્રશંસા કરી

(2:49 PM IST)