<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th September 2025

શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ડેબ્યૂ વેબસિરીઝ 'ધ બેડ્સ ઓફ બોલિવૂડ'ની પ્રીમિયર નાઈટમાં સિતારાઓની સાથે નીતા અંબાણી, મુકેશ અંબાણી સહિત રાધિકા, આકાશ અંબાણી અને શ્લોકા અંબાણી પણ પ્રીમિયર પાર્ટીમાં નજરે પડ્યાં

અંબાણી પરિવારની નાની વહુ રાધિકા અંબાણીએ પોતાના લુકથી સૌનું ધ્યાન ખેંચ્યું અને લાઈમલાઈટ લૂંટી લીધી, પ્રીમિયર નાઈટમાં રાધિકા અંબાણીનો ગોર્જિયસ લુક જોવા મળ્યો, તેણે લાલ રંગનો ફ્રન્ટ કટ ડ્રેસ પહેર્યો હતો

મુંબઈ તા.૧૮ : શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ડેબ્યૂ વેબસિરીઝ 'ધ બેડ્સ ઓફ બોલિવૂડ'ની પ્રીમિયર નાઈટમાં સિતારાઓનો જમાવડો જોવા મળ્યો હતો. આ ખાસ પ્રસંગે અંબાણી પરિવાર ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આ પાર્ટીમાં નીતા અંબાણી, મુકેશ અંબાણી સહિત રાધિકા, આકાશ અંબાણી અને શ્લોકા અંબાણી પણ પ્રીમિયર પાર્ટીમાં નજરે પડ્યાં હતા.

બુધવારે રાત્રે મુંબઈમાં નેટફ્લિક્સ શોનું પ્રીમિયર સ્ક્રીનિંગ યોજાયું હતું. આર્યન ખાનની પ્રીમિયર પાર્ટીમાં અંબાણી પરિવારની નાની વહુ રાધિકા અંબાણીએ પોતાના લુકથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું અને લાઈમલાઈટ લૂંટી લીધી હતી. પ્રીમિયર નાઈટમાં રાધિકા અંબાણીનો ગોર્જિયસ લુક જોવા મળ્યો હતો. તેણે લાલ રંગનો ફ્રન્ટ કટ ડ્રેસ પહેર્યો હતો, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.

રાધિકાએ પોતાના લુકને ડાયમંડ જ્વેલરી સાથે પૂર્ણ કર્યો હતો અને સાથે લાલ રંગની હેન્ડ બેગ પણ રાખી હતી. તેમની સ્ટ્રેટ હેરસ્ટાઈલ તેમના લુકમાં ચાર ચાંદ લગાવી રહી હતી.

મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણી તેમની પત્ની શ્લોકા અંબાણી સાથે આ પ્રીમિયરમાં પહોંચ્યા હતા. શ્લોકા અંબાણીએ બ્લેક કલરનો ગાઉન પહેર્યો હતો, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. શ્લોકાએ ડાયમંડ નેકલેસ, મેચિંગ ઈયરિંગ્સ અને હાફ ઓપન હેરસ્ટાઈલ કરી હતી.

પ્રીમિયર પાર્ટીમાં આલિયા-રણબીર, કાજોલ-અજય, માધુરી દીક્ષિત-શ્રીરામ નેને, તમન્ના ભાટિયા, ભૂમિ પેડનેકર જેવા સ્ટાર્સે પણ હાજરી આપી હતી.

(4:06 PM IST)