હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નેપાળનાં નવનિયુક્ત વડાં પ્રધાન સુશીલા કાર્કી સાથે ટેલિફોનિક વાતચીત કરી : નેપાળની વર્તમાન સ્થિતિથી લઈને બંને દેશો વચ્ચેના સંબંધો અને અન્ય વિષયો પર ચર્ચા
નેપાળની તાજી પરિસ્થિતિમાં થયેલી જાનહાનિ અંગે ઘનિષ્ઠ શોક વ્યક્ત કર્યો અને આ કઠિન સમયમાં ભારત તરફથી તમામ સંભવિત મદદ પહોંચાડવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધતાનું નરેન્દ્રભાઈ મોદીએ આશ્વાસન આપ્યું.

નવી દિલ્હી તા.૧૮ : વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુરુવારે (18 એકસ પર પોસ્ટ કરીને જાણકારી આપતાં કહ્યું કે તાજેતરમાં તેમની નેપાળનાં નવનિયુક્ત વડાં પ્રધાન સુશીલા કાર્કી સાથે ટેલિફોનિક વાતચીત થઈ. જેમાં નેપાળની વર્તમાન સ્થિતિથી લઈને બંને દેશો વચ્ચેના સંબંધો અને અન્ય વિષયો પર વાતચીત થઈ હોવાનું જણાવવામાં આવ્યું છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે (18 સપ્ટેમ્બર) એક્સ પર પોસ્ટ કરીને માહિતી આપી કે તાજેતરમાં તેમની નેપાળની નવનિયુક્ત વડાં પ્રધાન સુશીલા કાર્કી સાથે ટેલિફોનિક વાતચીત થઈ હતી. આ ચર્ચામાં બંને દેશો વચ્ચેના પરંપરાગત અને ઐતિહાસિક સંબંધો, પ્રાદેશિક પરિસ્થિતિ, શાંતિ અને સ્થિરતા તેમજ સહયોગના ભવિષ્ય અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. પીએમ મોદીએ પોતાના સંદેશમાં જણાવ્યું કે તેમણે નેપાળની તાજી પરિસ્થિતિમાં થયેલી જાનહાનિ અંગે ઘનિષ્ઠ શોક વ્યક્ત કર્યો અને આ કઠિન સમયમાં ભારત તરફથી તમામ સંભવિત મદદ પહોંચાડવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધતાનું આશ્વાસન આપ્યું.
મોદીએ વધુમાં ઉમેર્યું કે ભારત અને નેપાળ વચ્ચેના સંબંધો માત્ર પડોશી દેશોના નહીં પરંતુ ગાઢ સાંસ્કૃતિક, ધાર્મિક અને લોકો-લોકો વચ્ચેના સંબંધો પર આધારિત છે. તેમણે આશા વ્યક્ત કરી કે નવનિયુક્ત વડાં પ્રધાનના નેતૃત્વ હેઠળ નેપાળમાં શાંતિ અને રાજકીય સ્થિરતા પુનઃસ્થાપિત થશે, જે માત્ર નેપાળ જ નહીં પરંતુ સમગ્ર પ્રદેશની શાંતિ અને વિકાસ માટે પણ મહત્વપૂર્ણ રહેશે.
તેમણે આ ચર્ચા દરમિયાન સુશીલા કાર્કી અને નેપાળના લોકોને આવતીકાલે ઉજવાતા તેમના રાષ્ટ્રીય દિવસે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી અને આ અવસરે ભારત-નેપાળ મિત્રતાને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.
ઉલ્લેખનીય છે કે સુશીલા કાર્કી નેપાળની પૂર્વ મુખ્ય ન્યાયાધીશ રહી ચૂક્યાં છે અને હાલમાં વચગાળાની સરકારનાં વડાં તરીકે જવાબદારી સંભાળી છે. માર્ચ 2026માં યોજાનારી સામાન્ય ચૂંટણીઓ સુધી તેઓ સત્તા સંભાળશે. તાજેતરમાં જનરેશન-ઝીના આંદોલન અને વ્યાપક પ્રદર્શનોથી નેપાળની કે.પી. શર્મા ઓલી સરકાર પડી ભાંગી હતી, જેના કારણે વચગાળાની સરકાર રચાઈ છે. આ પરિસ્થિતિમાં ભારતના વડા પ્રધાનનો આ સંદેશ માત્ર રાજકીય નહીં પરંતુ માનવતાવાદી અને ઐતિહાસિક મિત્રતાને મજબૂત બનાવવાનો પ્રયાસ માનવામાં આવે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
