News of Thursday, 18th September 2025
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ શરૂ : 6 મનપા અને 2 નગર પાલિકાના સીમાંકનની જાહેરાત
ઇડર અને ટંકરાનું સીમાંકન જાહેર : નવી મહાનગરપાલિકાઓમાં 13 વોર્ડ અને 52 સીટ હોવાની શક્યતા: કયા વોર્ડમાં કઇ-કઇ સોસાયટી અને કયા-કયા વિસ્તારનો સમાવેશ થશે એ આ સીમાંકનમાં નક્કી કરાશે.

અમદાવાદ : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણી પહેલાં સત્તા અને વિપક્ષ માટે સેમિફાઇનલ સમાન સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવનારા થોડા જ મહિનાઓમાં યોજાઈ શકે છે,
શહેરીકરણ વધતાં રાજ્ય સરકારે નવી બનાવેલી 9 મહાનગરપાલિકાની બેઠકોનું સીમાંકન 2011ની વસતિગણતરી પ્રમાણે થશે. આ દરેક નવી મહાનગરપાલિકાઓમાં શહેરી વિકાસ વિભાગે નક્કી કર્યા મુજબ 13 વોર્ડ અને 52 સીટ હોવાની શક્યતા છે. કયા વોર્ડમાં કઇ-કઇ સોસાયટી અને કયા-કયા વિસ્તારનો સમાવેશ થશે એ આ સીમાંકનમાં નક્કી કરાશે. જ્યારે બાકીની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સીટોમાં વધારો કે ઘટાડો નહીં થાય, પરંતુ તેની OBC, SC-ST અનામત બેઠકોમાં રોટેશન થશે.
સીમાંકનમાં અનામત બેઠકોનું રોટેશન થવાથી રાજકીય પક્ષોએ પોતાનું ગણિત બદલવું પડશે. જે-તે બેઠકના મતદારોના મિજાજને ધ્યાને રાખીને ઉમેદવાર માટે નવેસરથી મંથન કરવું પડશે.
થોડા દિવસો પહેલાં જ રાજ્ય ચૂંટણીપંચે નવી રચાયેલી 9 મહાનગરપાલિકામાં મદદનીશ મતદાર નોંધણી અધિકારીની નિમણૂક કરી છે, જેને આ મહાનગરપાલિકામાં ચૂંટણીની તૈયારીઓ ચાલુ થઇ હોવાના સંકેતરૂપે જોવાઇ રહી છે.
ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર એવું થયું હતું કે સરકારે એકસાથે 9 નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપી દીધો હોય. નવા વર્ષના પહેલા દિવસે સરકારે આ જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. આ પહેલાં ગુજરાતમાં કુલ 8 મહાનગરપાલિકા હતી. હવે એ સંખ્યા વધીને 17 થઇ ગઇ છે.
(7:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
