<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th September 2025

વિશાખાપટ્ટનમ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી: પક્ષી અથડાતા AI એક્સપ્રેસ ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ!: તમામ મુસાફરો સુરક્ષિત

એરલાઇન દ્વારા મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પાયલોટની સમયસૂચકતા અને એરપોર્ટના અધિકારીઓની તત્પરતાને કારણે એક મોટી દુર્ઘટના ટળી હતી.

વિશાખાપટ્ટનમ: વિશાખાપટ્ટનમ એરપોર્ટ પર આજે એક મોટી દુર્ઘટના ટળી ગઈ. હૈદરાબાદ જઈ રહેલી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ નંબર IX ૨૬૫૮નું શંકાસ્પદ પક્ષી અથડાતા તરત જ ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. વિમાનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે અને તેમને નીચે ઉતારી દેવામાં આવ્યા છે.
 
માત્ર ૧૦ નોટિકલ માઈલની સફર
વિશાખાપટ્ટનમ એરપોર્ટના ડિરેક્ટર એસ. રાજા રેડ્ડીના જણાવ્યા અનુસાર, ફ્લાઇટ બપોરે ૨:૩૮ વાગ્યે રવાના થઈ હતી, પરંતુ ઉડાન ભર્યાના થોડા જ સમયમાં પાયલોટે એન્જિનમાં સમસ્યાની જાણ કરી હતી. એન્જિનમાં સમસ્યા પક્ષી અથડાવાને કારણે આવી હોવાની શંકા છે. પાયલોટે તુરંત ઈમરજન્સી લેન્ડિંગની વિનંતી કરી અને બપોરે ૩:૦૦ વાગ્યે વિમાન સુરક્ષિત રીતે પરત ફર્યું. વિમાને માત્ર ૧૦ નોટિકલ માઈલનું જ અંતર કાપ્યું હતું.

અધિકારીઓએ જણાવ્યું કે વિમાન લેન્ડ થયા બાદ તમામ મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારી દેવામાં આવ્યા હતા અને એરલાઇન દ્વારા મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પાયલોટની સમયસૂચકતા અને એરપોર્ટના અધિકારીઓની તત્પરતાને કારણે એક મોટી દુર્ઘટના ટળી હતી.

(8:18 PM IST)