હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પોપટ સોરઠિયા હત્યા કેસમાં રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત : સરેન્ડર કરવાના અંતિમ દિવસે એક અઠવાડિયાનો સ્ટે મળ્યો
હાઈકોર્ટના સરેન્ડર કરવાના ચુકાદા સામે કરેલી અરજી પર સર્વોચ્ચ અદાલતનો હુકમ : અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં પણ પોલીસ દ્વારા તેમની શોધખોળ યથાવત

નવી દિલ્હી: રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને આજે (૧૮ સપ્ટેમ્બર) પોપટ સોરઠિયા હત્યા કેસમાં સરેન્ડર કરવાના અંતિમ દિવસે સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાને એક અઠવાડિયા માટે સ્ટે આપ્યો છે, જેના કારણે તેમને હાલ સરેન્ડર કરવું પડશે નહીં. જોકે, અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં પણ તેમની ધરપકડ થઈ શકે છે, જેના કારણે તેમનું કાયદાકીય સંકટ હજુ સમાપ્ત થયું નથી.
સુપ્રીમ કોર્ટની જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જની બેંચ સમક્ષ અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા ગત ૨૯ ઓગસ્ટે દાખલ કરવામાં આવેલી સ્પે. લીવ પિટિશનની સુનાવણી થઈ હતી. આ અરજી હાઈકોર્ટના એ ચુકાદાને પડકારતી હતી જેમાં અનિરુદ્ધસિંહને ૧૮ સપ્ટેમ્બર પહેલાં સરેન્ડર કરવાનો આદેશ અપાયો હતો.
ઉલ્લેખનીય છે કે, ૨૨ ઓગસ્ટે ગુજરાત હાઈકોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાને તત્કાલીન ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યા કેસમાં ચાર અઠવાડિયાંમાં હાજર થવાનો હુકમ કર્યો હતો. હાઈકોર્ટે જેલ અધિક્ષક ટી.એસ. બિસ્તના એ આદેશને ફગાવી દીધો હતો જેમાં અનિરુદ્ધસિંહને આજીવન કેદમાંથી મુક્તિ આપવામાં આવી હતી. હાઈકોર્ટે સરેન્ડર કરવા ઉપરાંત, તેમને દરરોજ હાજરી પુરાવવા અને પાસપોર્ટ જમા કરાવવાનો પણ આદેશ આપ્યો હતો.
અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજાને હાલ પોલીસ અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં પણ શોધી રહી છે, જે આ મામલામાં વધુ એક કાયદાકીય ગૂંચવાડો ઊભો કરે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
