<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th September 2025

મૂળભૂત સૈદ્ધાંતિક ગણિતને બદલે વૈદિક ગણિત ઉમેરવા સામે ગણિતજ્ઞોનો વિરોધ

૯૦૦થી વધુ ગણિતજ્ઞોએ યુજીસી સમક્ષા નિરાશા વ્‍યક્‍ત કરી રીયલ એનાલિસીસ કન્‍ટેમ્‍પરરી એલ્‍જીબ્રા જેવા વ્‍હવહારુ ગણિતને બદલે પંચાંગ, મુહૂર્ત જેવા વિષયોને ઉમેરી શકાય નહીં: નિષ્‍ણાતો

મુંબઈ,તા.૧૯: મૂળભૂત સૈદ્ધાંતિક ગણિતને બદલે વૈદિક ગણિત ઉમેરવા સામે ભારત અને વિદેશના ૯૦૦થી વધુ ગણિતશાસ્‍ત્રીઓ, સંશોધકો અને પ્રોફેસરોએ યુનિવર્સિટી ગ્રાન્‍ટ કમિશન (યુજીસી)ને અંડરગ્રેજ્‍યુએટ ગણિતનો પ્રસ્‍તાવિક કોર્સ પાછો ખેંચવા અરજી કરી છે. રાષ્ટ્રીય શૈક્ષણિક નીતિ ૨૦૨૦નુસાર યુજીસી દ્વારા ઓગસ્‍ટમાં બેચલર ઓફ આર્ટ્‍સ (બીએ) અને બેચલર ઓફ સાયન્‍સ (બીએસસી)ના ગણિત માટે જારી કરાયેલા ડ્રાફટમાં વૈદિક ગણિત, ભારતીય બીજગણિત, પુરાણ અને પ્રાચીન ભારતીય ખગોળશાીસ્‍ત્ર જેવા વિષયોનો સમાવેશ થાય છે.

નવા અભ્‍યાસક્રમમાં વિદ્યાર્થીઓને, નારદપુરાણના ભૂમિતિના ટાંકણા (સાઈટેશન), પંચાંગ (પરંપરાગત હિન્‍દુ કેલેન્‍ડર)નો ઉપયોગ કરીને ગણતરી કરાયેલા મૂહૂર્તો જેવા આધુનિક પ્રણાલીઓની તુલનામાં પ્રાચીન ભારતીય સમય એકમો શીખવવાની જરુર હોવાનું જણાવાયું છે.

ડ્રાફટમાં વિદ્યાર્થીઓને ભારતીય અંકગણિતનો ઈતિહાસ તેમજ પરાવર્ત્‍ય યોજયેત સૂત્ર જેવા જૂના સૂત્રોના ઉપયોગ વિશે ભણાવવા જણાવ્‍યું છે. ભારતનાં કેટલાંક ગણિતશાસ્‍ત્રીઓ, જેમાં ૨૦ પદ્મપુરસ્‍કારો અને શાંતિ સ્‍વરુપ ભટનાગર પુરસ્‍કાર પ્રાપ્તકર્તાઓનો સમાવેશ છે, તેમની સહીવાળી અરજીઓ આજે ગુરુવારે યુજીસીના અધ્‍યક્ષને મોકલાઈ હતી. જે સૂચવે છે કે ડ્રાફટ અભ્‍યાસક્રમનું પુનઃનિર્માણ કરવું જરુરી છે. 

અરજદારોનો દાવો છે કે, રીઅલ એનાલિસીસ, લિનીયર એલ્‍જિબ્રા અને કન્‍ટેમ્‍પરરી એલ્‍જિબ્રા જેવા સૈદ્ધાંતિક વિષયોને ઘટાડી દેવાયા છે અથવા ઉપરછલ્‍લા આવરી લેવાયા છે. મૂળભૂત સૈદ્ધાંતિક કે વ્‍યવહારુ ગણિતનું મહત્ત્વ ઘટાડી દેતાં પ્રોગ્રામિંગ, ન્‍યુમરિકલ ટેક્રિક, સ્‍ટેટિસ્‍ટીક્‍સ અભ્‍યાસક્રમમાંથી ગાયબ કરાયા છે અથવા તેનું અનુભવલક્ષી ઉમેરણ હાલના ડ્રાફટમાં જણાતું તું નથી. જે ચલાવી શકાય નહીં. કારણ વિશ્વને શૂન્‍યની શોધ આપનારા અને મહાન ગણિતજ્ઞોના દેશમાં સાવ આવું નબળું ગણિત અભ્‍યાસક્રમમાં ચાલે નહીં. અહીં તો સમકાલીન વિશ્વની માગને પૂર્ણ કરે તેવા ગણિતની અપેક્ષા હોય યુજીસીને હાલનો ડ્રાફટ રદ્દ કરી નવા અભ્‍યાસક્રમ વિશે વિચાર કરવા અરજી કરનારા ગણિતજ્ઞોમાં ચેન્નઈ મેથેમેટિકલ ઈન્‍સ્‍ટિટુઈન્‍ડિયન ઈન્‍સ્‍ટિટ્‍યુટ ઓફ સાયન્‍સ, બેંગ્‍લોર, ટાટા ઈન્‍સ્‍ટિટ્‍યુટ ઓફ ફન્‍ડામેન્‍ટલ રિસર્ચ, મુંબઈ, આઈઆઈટી-બોમ્‍બે, અશોકા યુનિવર્સિટી, શિવ નાડાર યુનિવર્સિટી, ઈન્‍ડિયન ઈન્‍સ્‍ટિટ્‍યુટ ઓફ સાયન્‍સ એજ્‍યુકેશન એન્‍ડ રિસર્ચ, કોલકત્તા અને ઈન્‍ડિયન સ્‍ટેટિસ્‍ટિકલ ઈન્‍સ્‍ટિટ્‍યૂટ જેવી સંસ્‍થાઓના નિષ્‍ણાતોનો સમાવેશ છે.

(9:46 AM IST)