હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મારુતિએ કારના ભાવ ઘટાડયાઃ અંદાજીત ૧.૨૯ લાખનો ફાયદો
જીએસટીમાં ઘટાડાનો ફાયદોઃ પોતાની સ્વિફટ કારની કિંમતમાં ૮૪,૬૦૦ રૂપિયાનો ઘટાડો કર્યો

નવી દિલ્હી,તા.૧૯: ૭૯માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે વડા પ્રધાન મોદીએ જીએસટી સ્લેબમાં ફેરફાર કરવાની જાહેરાત કરી હતી ત્યાર બાદ જીએસટી કાઉન્સિલે ચાર જીએસટી સ્લેબ પૈકીના ૧૨ અને ૧૮ ટકા સ્લેબ રદ કરીને ૫ અને ૧૮ ટકાના સ્લેબને યથાવત રાખવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણય બાદ અનેક વસ્તુઓના ભાવ ઘટી ગયાં છે. જેમાં ઓટોમોબાઈલ પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે. ત્યારે મારુતિ સુઝુકી કંપની આ જીએસટી ઘટાડાનો ઘટાડાનો સંપૂર્ણ લાભ તેના ગ્રાહકોને આપવા માંગતી હોય એવું લાગી રહ્યું છે.
મારુતિ સુઝુકીએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે, ‘‘તાજેતરમાં થયેલા જીએસટી રિફોર્મના ફાયદાને ગ્રાહકો સુધી સીધા પહોંચાડવામાં આવશે. જેને લઈને કંપનીએ પોતાના પોર્ટફોલિયોમાં સામેલ મોડલોની કિંમતમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. જોકે, કિંમતના ઘટાડાને લઈને વાહનના ફિચર્સ અને ટેક્રોલોજી વગેરેમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.'' મારુતિ સુઝુકીએ વેગેનઆરથી લઈને અલ્ટો તથા ઇગ્નિસ જેવી નાની કારોના ભાવમાં અંદાજીત ૧.૨૯ લાભ જેટલો ઘટાડો કર્યો છે.
મારુતિ સુઝુકીએ પોતાની સ્વિફટ કારની કિંમતમાં ૮૪,૬૦૦ રૂપિયાનો ઘટાડો કર્યો છે. જેથી તેની કિંમત ૫.૭૯ લાખ થઈ ગઈ છે. શરૂઆતમાં સ્વિફટના થર્ડ જનરેશન મોડલની કિંમત ૬.૪૯ લાખ હતી. બલેનોની કિંમતમાં ૮૬, ૧૦૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જેથી તેની કિંમત ૫.૯૯ લાખ થઈ ગઈ છે. મારુતિએ પોતાની ફાઈવ સ્ટાર રેટિંગવાળી મારુતિ ડિઝાયર કારની કિંમતમાં ૮૭,૭૦૦ રૂપિયાનો ઘટાડો કર્યો છે. જેથી તેની કિંમત ૬.૨૬ લાખ થઈ ગઈ છે.
મારુતિ સુઝુકીએ પોતાની એસયુવી અને એમપીવી રેન્જના ભાવ પણ ઘટાડ્યા છે. એસયુવી Fronxની કિંમતમાં ૧,૧૨,૬૦૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જેથી તેની કિંમત ૬.૬૫ લાખ થઈ ગઈ છે. આ સિવાય બ્રેઝાની કિંમતમાં ૧,૧૨,૭૦૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જેથી હવે તમે તેને ૮.૨૬ લાખ રૂપિયામાં ખરીદી શકો છો.
એમપીવી કારની વાત કરીએ તો મારુતિ અર્ટિગાની કિંમતમાં ૪૬, ૪૦૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. તેની કિંમત ૮.૮૦ લાખ થઈ ગઈ છે. જ્યારે XL6ની કિંમતમાં ૫૨,૦૦૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જેથી હવે આ કામ ૧૧.૫૨ લાખમાં મળશે. આ સિવાય વૈન સેગ્મેન્ટની મારુતિ ઈકોની કિંમતમાં ૬૮, ૭૦૦ રૂપિયાનો ઘટાડો કરાયો છે. જેથી તે હવે ૫.૧૮ લાખમાં મળશે.
ઉલ્લેખનીય છે કે, કારની કિંમતોમાં ઘટાડો કર્યા બાદ હવે મારુતિ સુઝુકીની અલ્ટો ધ્૧૦ કાર હવે સૌથી સસ્તી કાર રહી નથી. કારણ કે મારુતિ સુઝુકીએ તેની કિંમતમાં ૧,૦૭,૬૦૦ રૂપિયાનો ઘટાડો કર્યો છે. જેથી તેની કિંમત ૩.૬૯ લાખ થઈ ગઈ છે. જ્યારે મારુતિ એસ-પ્રેસોની કારમાં ૧,૨૯,૬૦૦નો ઘટાડો કર્યો છે. જેથી તેની કિંમત ૩.૪૯ લાખ થઈ ગઈ છે.(૪૦.૪)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
