<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th September 2025

રશિયાના કામચટકા શહેરમાં ૭.૮ ની તીવ્રતાનો શક્‍તિશાળી ભૂકંપ : સુનામીનું એલર્ટ

જાનમાલના નુકશાનના અહેવાલ નથી : કેન્‍દ્રબિંદુ સપાટીથી ૧૦ કિમી નીચે નોંધાયું

નવી દિલ્‍હી, તા.૧૯: રશિયાના દૂર પૂર્વીય પ્રદેશ કામચટકા દ્વીપકલ્‍પમાં આજે શક્‍તિશાળી ભૂકંપ આવ્‍યો. યુએસ ભૂસ્‍તરશાષાીય સર્વે અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્‍ટર સ્‍કેલ પર ૭.૮ હતી અને તે સપાટીથી લગભગ ૧૦ કિલોમીટર નીચે કેન્‍દ્રિત હતી.

કામચટકા ક્ષેત્રના ગવર્નર વ્‍લાદિમીર સોલોડોવે ટેલિગ્રામ દ્વારા જાહેરાત કરી હતી કે પૂર્વી દરિયાકાંઠે સુનામી ચેતવણી જારી કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે સ્‍થાનિક રહેવાસીઓને ચેતવણી આપવામાં આવી છે. જો કે, અત્‍યાર સુધી કોઈ નુકસાન થયું નથી.

આ પ્રદેશ વિશ્વના સૌથી વધુ ભૂકંપની રીતે સક્રિય ઝોનમાંનો એક છે, જ્‍યાં પેસિફિક પ્‍લેટ અને ઉત્તર અમેરિકન પ્‍લેટ મળે છે. આ જ કારણ છે કે અહીં ભૂકંપ સામાન્‍ય છે. કામચટકાના દરિયાકાંઠે બીજો ૭.૪પ્રતીવ્રતાનો ભૂકંપ આવ્‍યો. શરૂઆતમાં, તેની તીવ્રતા ૭.૫ નોંધાઈ હતી, પરંતુ પછીથી તેને ૭.૪ કરવામાં આવી. પેસિફિક સુનામી ચેતવણી કેન્‍દ્રએ જણાવ્‍યું હતું કે આ ભૂકંપથી સુનામીનો ખતરો નથી.

અગાઉ, ૨૯ જુલાઈ, ૨૦૨૫ના રોજ, કામચટકાના દરિયાકાંઠે ૮.૮ -તીવ્રતાનો વિશાળ ભૂકંપ આવ્‍યો હતો. તેને છેલ્લા દાયકાના સૌથી મોટા ભૂકંપોમાંનો એક અને આધુનિક રેકોર્ડમાં છઠ્ઠા ક્રમનો સૌથી મોટો ભૂકંપ માનવામાં આવતો હતો. તે સમયે, રશિયા, જાપાન, અલાસ્‍કા, ગુઆમ, હવાઈ અને અન્‍ય પેસિફિક ટાપુઓ માટે સુનામી ચેતવણીઓ જારી કરવામાં આવી હતી.

તે સમયે, કામચટકાના ઘણા દરિયાકાંઠાના વિસ્‍તારોમાં, જેમ કે સેવેરો-કુરિલ્‍સ્‍કમાં ૩ થી ૪ મીટર ઊંચા મોજા નોંધાયા હતા, જેના કારણે લોકોને સ્‍થળાંતર કરવાની ફરજ પડી હતી. જાપાનની હવામાન એજન્‍સીએ પણ તેના પેસિફિક કિનારા પર ૩ મીટર ઊંચા મોજા ઉછળવાની ચેતવણી જારી કરી હતી. યુનાઇટેડ સ્‍ટેટ્‍સના પશ્‍ચિમ કિનારાને પણ ચેતવણી આપવી પડી હતી, જોકે ત્‍યાં કોઈ વ્‍યાપક ખતરો નહોતો.

(11:56 AM IST)