હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
"બ્રિંગ ઇટ હોમ" ગીતથી શ્રેયા ઘોષાલે ચાહકોમાં જગાવ્યો ઉત્સાહ, ICC મહિલા વર્લ્ડ કપ ૨૦૨૫નું થીમ સોંગ રજૂ!: ‘આ ગીત મહિલા ક્રિકેટની ભાવના અને એકતાની ઉજવણી’
આ થીમ સોંગ યુટ્યુબ ઉપરાંત, સ્પોટાઇફ, એપલ મ્યુઝિક, એમેઝોન મ્યુઝિક, જિયો સાવન અને અન્ય ડિજિટલ પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ: પ્રથમ મેચ ૩૦ સપ્ટેમ્બરે ગુવાહાટીમાં શ્રીલંકા સામે

નવી દિલ્હી : ક્રિકેટના મહાકુંભ, આઈસીસી મહિલા વર્લ્ડ કપ ૨૦૨૫ની શરૂઆત પહેલાં જ ચાહકોમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે. આઈસીસીએ ટુર્નામેન્ટનું સત્તાવાર થીમ સોંગ "બ્રિંગ ઇટ હોમ" રજૂ કર્યું છે, જેને પ્રખ્યાત ભારતીય ગાયિકા શ્રેયા ઘોષાલે પોતાનો મંત્રમુગ્ધ અવાજ આપ્યો છે. આ ગીત મહિલા ક્રિકેટની શક્તિ અને એકતાની ઉજવણી કરે છે અને ચાહકોને ખૂબ પસંદ પડી રહ્યું છે.
શ્રેયા ઘોષાલે શું કહ્યું?
આ ગીત ગાવા અંગે પોતાની ખુશી વ્યક્ત કરતા શ્રેયા ઘોષાલે કહ્યું કે, "આઈસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૨૫નો ભાગ બનવું અને તેના સત્તાવાર ગીતમાં મારો અવાજ આપવો એક શાનદાર અનુભવ રહ્યો છે. આ ગીત મહિલા ક્રિકેટની ભાવના અને એકતાની ઉજવણી કરે છે. મને આ ક્ષણનો ભાગ બનવાનો ગર્વ છે, જે રમત દ્વારા લોકોને એક કરે છે."
આ થીમ સોંગ યુટ્યુબ ઉપરાંત, સ્પોટાઇફ, એપલ મ્યુઝિક, એમેઝોન મ્યુઝિક, જિયો સાવન અને અન્ય ડિજિટલ પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ છે. મહિલા વર્લ્ડ કપની પ્રથમ મેચ ભારતીય મહિલા ટીમ ૩૦ સપ્ટેમ્બરે ગુવાહાટીમાં શ્રીલંકા સામે રમશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
