હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
શાળામાં બાળકો વર્ગખંડમાં અભ્યાસ કરતાં હતા ત્યારે વીજળી પડી: 2 વિદ્યાર્થીઓ સહિત 3 લોકોના કરૂણમોત
એક વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થતા તેને સામુદાયિક આરોગ્ય કેન્દ્રથી જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો

ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લામાં વીજળી પડવાથી 2 વિદ્યાર્થીઓ સહિત ત્રણ લોકોના મોત થયા હતા અને બે વિદ્યાર્થીની ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે ઈજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થીઓમાંથી એક વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેને સામુદાયિક આરોગ્ય કેન્દ્રથી જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
વીજળી પડી ત્યારે બાળકો વર્ગખંડમાં અભ્યાસ કરી રહ્યા હતા. પોલીસ સર્કલ ઓફિસર રણધીર કુમાર મિશ્રાએ જણાવ્યું હતું કે ચોપન પોલીસ સ્ટેશન વિસ્તારના નૌતોલિયા ગામમાં એક જાહેર શાળામાં બાળકો વર્ગખંડમાં અભ્યાસ કરી રહ્યા હતા, ત્યારે જોરદાર વીજળી પડતાં 13 વર્ષીય દીપક અને 8 વર્ષીય અરવિંદનું મોત થયું હતું અને રેખા ગુપ્તા (14) ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમણે ઉમેર્યું હતું કે શાળા નજીક વીજળી પડવાથી સર્વજીતનું પણ મૃત્યુ થયું હતું.
એસડીએમ વિવેક કુમાર સિંહે જણાવ્યું હતું કે મૃતકો અને ઘાયલોને તાત્કાલિક સહાય પૂરી પાડવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે શિક્ષણ અધિકારી સંબંધિત શાળાની તપાસ પણ કરશે કે શું તેના સંચાલનમાં ધોરણોનું પાલન કરવામાં આવી રહ્યું છે કે નહીં. ચોપનના કોમ્યુનિટી હેલ્થ સેન્ટરના ફિઝિશિયન ડૉ. અર્જુન કુમારે જણાવ્યું હતું કે હોસ્પિટલમાં પહોંચ્યા પછી બે વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા હતા, જ્યારે એક વિદ્યાર્થીની સ્થિતિ ગંભીર હોવાથી તેને જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો, અને અન્ય એક વિદ્યાર્થીની સારવાર ચાલી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
