<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th September 2025

અદાણી ગ્રુપની તમામ કંપનીઓના શેરોમાં તેજીનું તોફાન : 11 ટકા સુધીનો ઉછાળો: માર્કેટ વેલ્યુ રૂ. 42000 કરોડ વધી

સેબીએ અદાણી ગ્રુપ અને તેમના ચેરમેન ગૌતમ અગાણીને હિંડનબર્ગ રિસર્ચની ફરિયાદોમાંથી ક્લિનચીટ આપતા શેરના ભાવમાં વધારો

મુંબઈ :અદાણી ગ્રુપની તમામ કંપનીઓના શેરોમાં આજે શાનદાર તેજી જોવા મળી હતી. અદાણી એન્ટરપ્રાઈઝીસના શેર રૂપિયા 126 એટલે કે 5.25 ટકા વધી રૂપિયા 2,528, અદાણી પાવર રૂપિયા 84.75 એટલે કે 13.42 ટકા, અદાણી ટોટલ ગેસ રૂપિયા 45.85 (7.55 ટકા), અદાણી ગ્રીન એનર્જી રૂપિયા 53.60 એટલે કે 5.48 ટકા વધી રૂપિયા 1,032.50 રહ્યા હતા.

આજની તેજીને પગલે અદાણી ગ્રુપની કંપનીઓનું કૂલ માર્કેટ કેપ રૂપિયા 42,000 કરોડ સુધી વધી ગયું છે.

સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)એ અદાણી ગ્રુપ અને તેમના ચેરમેન ગૌતમ અગાણીને હિંડનબર્ગ રિસર્ચની ફરિયાદોમાંથી ક્લિનચીટ આપી હતી.

બે આદેશોમાં સેબીએ જણાવ્યું હતું કે તેની તપાસમાં એવા કોઈ પુરાવા મળ્યા નથી કે અદાણી ગ્રુપે તેના લિસ્ટેડ શેરના ભાવ વધારવા માટે સંબંધિત પક્ષો દ્વારા ભંડોળ ડાયવર્ટ કર્યું હતું. ઇનસાઇડર ટ્રેડિંગ, માર્કેટ મેનીપ્યુલેશન અને જાહેર શેરહોલ્ડિંગ ધોરણોના ઉલ્લંઘનના તમામ આરોપો પાયાવિહોણા હોવાનું જાણવા મળ્યું છે.


અમેરિકન શોર્ટ સેલર હિન્ડનબર્ગ રિસર્ચે જાન્યુઆરી 2023માં અદાણી ગ્રુપ વિરુદ્ધ એક રિપોર્ટ જારી કર્યો હતો. રિપોર્ટમાં જણાવાયું હતું કે અદાણી ગ્રુપે તેની ત્રણ કંપનીઓ - એડિકોર્પ એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડ, માઇલસ્ટોન ટ્રેડલિંક પ્રાઇવેટ લિમિટેડ અને રેહવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ - નો ઉપયોગ અદાણી એન્ટરપ્રાઇઝ અને અદાણી પાવરના શેરના ભાવ વધારવા માટે કર્યો હતો.

 


 

(11:09 PM IST)