હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઈન્ડોનેશિયાએ આપ્યો મોટો ઝટકો :ભારતમાંથી મગફળીની આયાત સસ્પેન્ડ કરી દીધી : પ્રતિબંધ યથાવત રાખ્યો
ગત 27મી ઓગસ્ટના રોજ ઈશ્યુ કરાયેલ નોટિફિકેશનને ધ્યાનમાં રાખી ઈન્ડોનેશિયાએ ભારતમાંથી મગફળીની આયાતને સસ્પેન્ડ કરી

નવી દિલ્હી : ઈન્ડોનેશિયાએ ભારતમાંથી મગફળીની આયાતને સસ્પેન્ડ કરી દીધી છે અને તે 3 સપ્ટેમ્બરથી લાગુ થઈ જશે. ગત 27મી ઓગસ્ટના રોજ ઈશ્યુ કરવામાં આવેલા નોટિફિકેશનને ધ્યાનમાં રાખી ઈન્ડોનેશિયાએ ભારતમાંથી મગફળીની આયાતને સસ્પેન્ડ કરી છે.
ભારતના એગ્રિકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી(APEDA)એ ભારતીય મગફળીની આયાતને રદ્દ કરવાના મુદ્દે ઈન્ડોનેશિયાનો સંપર્ક કર્યો છે, જોકે જકાર્તાએ આ અંગે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.
APEDAએ ઈન્ડોનેશિયા તરફથી જે નોટિસ મળી હતી તેનો જવાબ આપવા માટે નિકાસકારો સાથે બેઠક યોજી છે. જકાર્તાનો સંપર્ક કરવામાં આવ્યો છે, જોકે હજુ સુધી આ અંગે કોઈ પ્રક્રિયા આવી નથી, તેમ વ્યાપાર બાબતના સૂત્રોએ માહિતી આપી હતી.
જોકે ભારતીય નિકાસકારોનું કહેવું છે કે ઈન્ડોનેશિયા દ્વારા મગફળીની આયાતને લગતા પ્રશ્નોને લઈ બે સમસ્યા છે. એક સમસ્યા ઈન્ડોનેશિયન ક્વોરેનટાઈન ઓથોરિટી (IQA)એ ત્રણ મહિના બાદ જે કન્સાઈનમેન્ટ પહોંચ્યા છે તેને લગતા પ્રશ્ન સર્જ્યાં છે. હવે એ વાતને લઈ કોઈ જ ખાતરી નથી કે ત્રણ મહિના સુધી આ મગફળીનો સંગ્રહ કેવી રીતે કરવામાં આવે, અને વેરહાઉસમાં ઉપલબ્ધ સુવિધાઓની શું સ્થિતિ છે. પોર્ટ પર કન્સાઈનમેન્ટ પહોંચ્યાના ત્રણ મહિના બાદના નિર્ણયને સ્વીકારવો તે મુશ્કેલ છે, તેમ દિલ્હી સ્થિત સૂત્રોએ જણાવ્યું હતું.
બીજો પ્રશ્ન વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO) દ્વારા નિર્ધારીત કરવામાં આવેલા ધોરણો પ્રમાણે ઈન્ડોનેશિયાના ટેસ્ટીંગને લગતા ધોરણોની પૃષ્ટી થઈ નથી. દાખલા તરીકે IQA ટેસ્ટ કન્સાઈનમેન્ટમાંથી એક કિલોગ્રામ મગફળીને નમૂના સ્વરૂપે લઈને કરવામાં આવે છે. જ્યારે APEDA ટેસ્ટીંગ માટે 20 કિલો જેટલો મગફળીનો જથ્થો લે છે.
વાણિજ્ય મંત્રાલય અને APEDA એ ઝડપથી કાર્યવાહી કરવી પડશે કારણ કે એક મહિનામાં નવો મગફળીનો પાક આવવાનું શરૂ થશે. આ સમસ્યાનો ઉકેલ મેળવવામાં કોઈપણ નિષ્ફળતા વેપારીઓ, નિકાસકારો અને ખેડૂતોને અસર કરી શકે છે.
ચાલુ ખરીફ સિઝન દરમિયાન મગફળીનું વાવેતર લગભગ 48 લાખ હેક્ટર (lh)માં થયું છે, જે ગયા વર્ષે 47.65 લાખ હેક્ટર હતું. ગુજરાતમાં 66 લાખ ટનનું વિક્રમજનક ઉત્પાદન થવાની અપેક્ષા રાખે છે. જોકે તેલીબિયાંના ભાવ હાલમાં કેન્દ્ર દ્વારા જૂન 2026 સુધીના પાક વર્ષ માટે નક્કી કરાયેલા રૂપિયા 7,263ના લઘુત્તમ ટેકાના ભાવની તુલનામાં રૂપિયા 5,682 પ્રતિ ક્વિન્ટલના નીચા ભાવે ચાલી રહ્યા છે.
ભારતની મગફળી નિકાસનો ત્રીજો ભાગ ઇન્ડોનેશિયા આયાત કરે છે. ગયા નાણાકીય વર્ષમાં તેણે ભારત દ્વારા મોકલવામાં આવેલા કુલ 7.46 લાખ ટન મગફળીમાંથી 280 મિલિયન ડોલરના મૂલ્યના 2.77 લાખ ટન મગફળીની આયાત કરી હતી જેનું મૂલ્ય $795 મિલિયન છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
