હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 20th September 2025
કિશ્તવાડમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ
રાત્રે આઠ વાગ્યાની આસપાસ અથડામણ :બંને તરફથી ભારે ગોળીબાર હજુ પણ ચાલુ

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. ગુપ્ત માહિતી મળ્યા બાદ ભારતીય સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું.
આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કરતા ભારતીય સેનાએ પણ જવાબી કાર્યવાહી કરી. આ ઘટના શુક્રવારે રાત્રે આઠ વાગ્યાની આસપાસ શરૂ થઈ અને બંને તરફથી ભારે ગોળીબાર હજુ પણ ચાલુ છે.
ભારતીય સેનાના વ્હાઇટ નાઈટ કોરે આ ઘટનાની પુષ્ટિ કરી છે
(12:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
