<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th September 2025

૮ વર્ષની બાળકી ચ્‍યુઈંગ ગમ ખાતા ગળામાં ફસાઈ ગઈ માંડ માંડ જીવ બચ્‍યો

વાલીઓ માટે ચેતવણરૂપ કિસ્‍સો : આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે

 

કન્નૂર તા.૨૦:  નાના બાળકોને ચ્‍યુઇંગ ગમ ખાવાનું ખૂબ જ ગમતું હોય છે, પણ ક્‍યારેક ક્‍યારેક બાળકો તેને ટોફી સમજીને ગળી જતાં હોય છે, જેના કારણે તે ગળામાં ફસાઈ જાય છે અને તકલીફ થઈ જાય છે. કંઈક આવી જ ઘટના એક નાની બાળકી સાથે થઈ છે, પણ યોગ્‍ય સમયે અમુક છોકરાઓએ તેનો જીવ બચાવી લીધો.

આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક નાની બાળકીના ગળામાં ભૂલથી ચ્‍યુઇંગ ગમ ફસાઈ જાય છે. બાળકી તરત બાજુમાં ઊભેલા લોકો પાસે મદદ માટે દોડે છે અને ત્‍યાં હાજર લોકો તેનો જીવ બચાવી લે છે.

આ આખી ઘટના કેરળના કન્નૂર જિલ્‍લાની છે. બુધવારે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક સીસીટીવી વીડિયોમાં દેખાયું કે બાળકી પોતાની સાયકલ પાસે ઊભી હતી અને ચ્‍યુઇંગ ગમ ખાઈ રહી હતી. થોડી વારમાં બાળકીને ગભરામણ થવા લાગી અને તરત સાયકલ ચલાવીને બાજુમાં ઊભેલા લોકો પાસે જાય છે, જે શાકભાજી ખરીદી રહ્યા હોય છે.

તેમાંથી એક શખ્‍સે તરત સમજી લીધું કે બાળકીનો દમ ઘૂંટાઈ રહ્યો છે અને તેને તરત પીઠ પર જોર જોરથી ઠોકવાનું શરુ કરી દીધું. વીડિયોમાં દેખાય છે કે એક યુવક બાળકીને ઉઠાવી અને તેની પીઠ થપથપાવા લાગ્‍યો, જ્‍યારે બાજુમાં સ્‍કૂટર પર બેઠેલો બીજો યુવક તેની મદદ કરી રહ્યો હતો.

વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે શખ્‍સે બાળકીને ઉઠાવી અને તેની પીઠ પર મારવા લાગ્‍યો, જ્‍યારે સ્‍કૂટી પર બેઠેલો બીજો યુવક તેની મદદ કરી રહ્યો હતો. ધીમે ધીમે ચ્‍યુઇંગ ગમ બહાર નીકળી ગયું અને બાળકીએ રાહતનો શ્વાસ લીધો. જો તમારા બાળકો પણ આ પ્રકારના ચ્‍યુઇંગ ખાઈ રહ્યા હોય તો સાવધાન થઈ જશો, અન્‍યથા અઘટિત ઘટના ઘટતા વાર નહીં લાગે.(૩૮.૧૦)

(9:57 AM IST)